આ દેશમાં વિઝા વગર જ ફરી શકો છો, એકવાર જાણીલો આ દેશ વિશે…..

0
471

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એવા દેશો વિશે જેમાં કોઈ પણ માણસ પાસે વીઝા હોવા જરૂરી નથી અને ત્યાં આગળ કોઈ પણ જઇ શકે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.અમે એવા સ્થળોની શોધ કરીએ છીએ જ્યાં આપણે વિઝા વિના મુસાફરી કરી શકીએ અને તે સ્થાનની મુસાફરી પણ બજેટમાં છે.

અમે તમને એવા કેટલાક દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભારતીય વિઝા વિના મુસાફરી કરી શકે છે.છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં વેકેશનર્સની સંખ્યામાં સતત વધારો થયો છે.  અમે આવા સ્થળોની શોધ કરીએ છીએ જ્યાં આપણે વિઝા વિના મુસાફરી કરી શકીએ છીએ અને તે જગ્યાએ ચાલવું પણ બજેટમાં છે.  અમે તમને એવા કેટલાક દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભારતીય વિઝા વિના મુસાફરી કરી શકે છે.બાર્બાડોઝ : બાર્બાડોસ આઇલેન્ડ કેરેબિયન દેશમાં સ્થિત છે.  આના પર ભારતીયોને ફરવા માટે ટૂરિસ્ટ વિઝાની જરૂર હોતી નથી.  ભારતીય લોકો અહીં 90 દિવસ વિઝા વિના રહી શકે છે.

ભૂટાન : ભૂટાન ભારતનો એક પડોશી દેશ છે.  તે તેના સુંદર જંગલ, પર્વત અને લેન્ડસ્કેપ માટે જાણીતું છે.ભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે. આ દેશ ચીન (તિબેટ) અને ભારત ની વચ્ચે સ્થિત છે. આ દેશનું સ્થાનીક નામ દ્રુક યુલ છે, જેનો અર્થ થાય છે, ‘ગરજતા ડ્રેગનનો દેશ.આ દેશ મુખ્યતઃ પહાડી છે, ફક્ત દક્ષિણ ભાગમાં થોડીક સમતળ ભૂમિ છે.

સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે તે તિબેટ સાથે જોડાયેલો છે, પરંતુ ભૌગોલિક અને રાજનીતિક પરિસ્થિતિઓ અનુસાર હાલમાં આ દેશ ભારતની નજીક છે.ભૂતાન ખુબ દુર્ગમ તેમજ બાકીની દુનિયાથી અલાયદો દેશ હતો, ૨૦મી સદીનાં અંતમાં અહીં થયેલા વિકાસને પગલે, શહેરી વિસ્તારમાં સીધી અંતરરાષ્ટ્રીય ઉડાનો, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન તેમજ કેબલ ટી.વી. જેવી આધુનિક સગવડોના આવવાથી ત્યાં પણ ઘણી પ્રગતી સધાઈ છે. ભૂતાને ગ્રોસ નેશનલ હેપીનેસ (કુલ રાષ્ટ્રીય ખુશાલી)ની વિચારધારાને અપનાવી પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજો તથા આધુનિકરણ વચ્ચેનું સમતોલપણું જાળવી રાખ્યું છે,.

જેના થકી તેમણે પર્યાવરણનો નિરંકુશ નાશ કર્યા વગર પ્રગતિ સાધી છે. ભૂતાનની સરકારે ત્યાંની રાષ્ટ્રીય પરંપરાગત સંસ્કૃતિ, ઓળખ તથા પર્યાવરણને જાળવી રાખવા માટે ઘણા પગલા લીધા છે. ૨૦૦૬માં લેસ્ટર વિશ્વવિદ્યાલયે કરેલા ‘વર્લ્ડ મેપ ઓફ હેપીનેસ’ (દુનિયાનો ખુશાલીનો નકશો) નામના સર્વેક્ષણના આધારે બિઝનેઝ વિક નામના સાપ્તાહિકે ભૂતાનને એશિયાનો સૌથી ખુશાલ દેશ અને દુનિયામાં આઠમો ખુશાલ દેશ તરીકે ગણાવ્યો હતો

એક મત અનુસાર :ભૂતાન સંસ્કૃત શબ્દો ભૂ અને ઉત્થાનના સમાસથી બનેલો શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય “ઊંચી ભૂમિ”. અન્ય એક મત પ્રમાણે આ ભોત-અન્ત (એટલેકે તિબેટનો અન્ત)નું અપભ્રંશ છે, કેમકે ભૂતાન તિબેટની દક્ષિણ સિમાએ આવેલું છે.સ્થાનિક લોકો ભૂતાનને દ્રુક-યુલનાં નામથી ઓળખે છે, પરંતુ, ઐતિહાસિક રીતે ભૂતાનનાં અનેક નામો છે, જેમકે, ‘લ્હો મોન’ (અંધકાર ભર્યો દક્ષિણનો પ્રદેશ), ‘લ્હો ત્સેન્ડેન્જોન્ગ’ (દક્ષિણ ત્સેન્ડેન શંકુદ્રુમનો પ્રદેશ), ‘લ્હોમેન ખાઝી’ (ચતુરસંગમનો દક્ષિણી પ્રદેશ) અને ‘લ્હો મેન જોન્ગ’ (દક્ષિણનો જડીબુટ્ટીઓનો પ્રદેશ), વિગેરે.

ભૂતાન દક્ષિણ :એશિયામાં આવેલી હિમાલય પર્વતશાળાના પૂર્વીય ભાગમાં આવેલો છે. તેની દક્ષિણ, પૂર્વ તેમજ પશ્ચિમી સિમા ભારત સાથેની છે અને ઉત્તરનો પાડોશી દેશ ચીન છે. ભૂતાનની પૂર્વ દિશામાં સિક્કીમ આવેલું છે, જે તેને નેપાળથી જુદુ પાડે છે અને દક્ષિણ દિશામાં પશ્ચિમ બંગાળ તેને બાંગ્લાદેશથી અલગ કરે છે.ભૂતાનમાં ઘણી ભૌગોલીક વિવિઘતા છે અને ત્યાં દક્ષિણમાં ઉષ્ણકટિબંધ વિસ્તાર પાસેના મેદાનોથી લઈને ઉત્તરમાં હિમાલયની ઉંચાઈઓ છે કે જેમાં અમુક શિખરો ૭,૦૦૦ મિટર (૨૩,૦૦૦ ફુટ) કરતા પણ ઉંચા છે. બૌદ્ધ ધર્મની વર્જયાન શાખાની ગણત્રી ત્યાનાં રાષ્ટ્રીય ધર્મ તરીકે કરવામાં આવે છે અને ત્યાંની કુલ વસતી કે જે ૬,૯૧,૧૪૧ની છે તેમાંથી મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે.

ત્યાર બાદ હિંદુ ધર્મ પાળનારાઓની સંખ્યા બીજે સ્થાને આવે છે. થિમ્ફુ અહીંનું સૌથી મોટું શહેર તેમજ રાજધાની છે. સદીઓથી ચાલી આવતી રાજાશાહીની શાષક પદ્ધતિ બાદ માર્ચ ૨૦૦૮માં ત્યાં પહેલીવાર લોકશાહી ચુંટણી યોજાઈ હતી. બીજા ઘણા અંતરરાષ્ટ્રીય સંગઠનો ઉપરાંત ભૂતાન સંયુક્ત રાષ્ટ્રસંધ તેમજ સાર્ક તરિકે ઓળખાતા દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન નું પણ સભ્ય છે. ભૂતાન દેશનું કુલ ક્ષેત્રફળ ૩૮,૩૯૪ ચોરસ ફુટ (૧૪,૮૨૪ ચોરસ માઈલ) છે

સત્તરમી સદીના અંતમાં ભૂતાને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ૧૮૬૫માં બ્રિટન અને ભૂતાન વચ્ચે સિનચુલુ સંધિ પર હસ્તાક્ષર થયા, જે અનુસાર ભૂતાને સીમાવર્તી અમુક ભૂભાગને બદલે અમુક વાર્ષિક અનુદાનનો કરાર કરવામાં આવ્યો. બ્રિટિશ પ્રભાવ હેઠળ ૧૯૦૭માં ત્યાં રાજશાહીની સ્થાપના થઈ. ત્રણ વર્ષ બાદ એક અન્ય સંધિ થઈ, જેની હેઠળ અંગ્રેજો એ વાત પર સહમત થયા કે તેઓ ભૂતાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરે પરંતુ ભૂતાનની વિદેશ નીતિ ઇંગ્લેન્ડ નક્કી કરાશે. પાછળથી ૧૯૪૭ પછી આ જ ભૂમિકા ભારતને મળી. બે વર્ષ પછી ૧૯૪૯ માં ભારત-ભૂતાન સંધિ હેઠળ ભારતે ભૂતાનની તે બધી જમીન તેને પરત કરી જે અંગ્રેજોને અધીન હતી. આ સંધિ હેઠળ ભારતને ભૂતાનની વિદેશ નીતિ અને સુરક્ષા નીતિમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી.

માલદીવ : માલદીવ એ વિશ્વની એક સુંદર જગ્યા છે.  માલદીવ વિશેની ખાસ વાત એ છે કે તેમાં 99 ટકા પાણી છે અને 1 ટકા જમીન છે.  કામના તાણ અને રજાઓ માટે આનાથી વધુ સારું સ્થાન નથી.  માલદીવમાં, ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ તેમના કામથી વિરામ લે છે અને આરામ કરવા માટે જાય છે.  જો તમને અન્ડર-વોટર ફોટોગ્રાફીનો શોખ છે, તો પછી તમે માલદીવમાં અંડર-વોટર ફોટોગ્રાફી કરી શકો છો.અધિકૃત રીતે રીપબ્લિક ઓફ માલદિવ્સ, દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે.

તે શ્રીલંકા અને ભારતથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલો છે. માલદીવ્સના ટાપુઓ ૨૬ ટાપુઓમાં વહેંચાયેલા છે, જે ૨૯૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે, જે માલદિવ્સને એશિયાનો સૌથી નાનો દેશ વિસ્તાર તેમજ વસ્તીની દ્રષ્ટિએ બનાવે છે. માલદિવ્સની વસ્તી 427,756 વ્યક્તિઓની છે. માલે દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે, જે રાજાનો ટાપુ તરીકે જાણીતું છે.

માલદિવ્સ ના ટાપુઓ અથવા માલદિવ શબ્દ નુ મુળ સંસ્કૃત વિદ્વાનો ના મતે ‘માળા’ (હિન્દીમાં માલા) અને ‘દ્વીપ’ આ બે શબ્દોમાથી બનેલો છે, એટલે કે માલદિવ એટલે દ્વીપોની માળા. આમ જોતા, માલદિવનો સંસ્કૃત ભાષા સાથે નો નાતો બહુ જ જુનો છે. વૈદિક સમય ના લખાણોમાં ‘લક્ષદ્વીપ’ શબ્દ સમગ્ર વિસ્તાર (લક્ષદ્વીપ ના ટાપુઓ અને માલદીવ્સ ના ટાપુઓ) માટે વાપરવામાં આવતો હતો. ‘લક્ષ’ શબ્દ લાખનાં સંદર્ભમા નહી, પણ હજારોના સંદર્ભમાં વપરાયેલો.માલદિવની ભાષા દિવેહી અથવા ધીવેહી છે. માલદીવ્સની ભાષામાં ‘નથી’ શબ્દ નો ઉચ્ચાર અને અર્થ બંન્ને ગુજરાતીની જેમ જ સરખો છે.

મોરિશિસ : મોરિશિયસ એક હિંદ મહાસાગર રાષ્ટ્ર ટાપુ છે જે તેના દરિયાકિનારા, લગૂન અને ખડકો માટે જાણીતું છે.  મોરેશિયસ એક એવો દેશ છે જ્યાં તમને મોટી સંખ્યામાં ભારતીયો દેખાશે.  મોરેશિયસમાં એવી ઘણી જગ્યાઓ છે કે જેને તમે જોયા વિના પાછા આવવા માંગતા ન હોવ.  મોરેશિયસ પાણીથી ઘેરાયેલું છે.  ગ્રાન્ડ બેસિન શહેર એવા લોકો માટે શ્રેષ્ઠ રહેશે કે જેઓ રસ્તાની સફરો પસંદ કરે છે.

નેપાળ : નેપાળ આપણું પાડોશી છે.  નેપાળમાં જોવા માટે ઘણાં સ્થળો છે, નેપાળમાં ભારતીય લોકોને વિઝાની જરૂર હોતી નથી.  નેપાળની રાજધાની કાઠમંડુનું પશુપતિ મંદિર અહીંનાં પ્રખ્યાત મંદિરોમાંનું એક છે.  એવું માનવામાં આવે છે કે આ મંદિર વૈદિક કાળથી બનાવવામાં આવ્યું છે.  નેપાળની રાજધાની કાઠમંડુ હિમાલયની ટેકરીઓથી ઘેરાયેલું છે.  તે નેપાળના સૌથી સુંદર શહેરોમાંનું એક છે.નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે.

વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (સાગરમાથા) નેપાળમાં આવેલું છે. ઇ.સ. ૨૦૦૮ સુધી નેપાળ જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે. નેપાલની રાજધાની કાઠમંડુ છે. અહી હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં લોકો માને છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો. નેપાળમાં ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે થયો હતો. સીતાજીનું જન્મસ્થાન મિથિલા નેપાળમાં આવેલુ છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.