આ ચાર કામ કર્યા બાદ જરૂર કરવું જોઈએ સ્નાન નહીં તો આવી શકે છે મુશ્કેલીઓ……

0
1630

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર સાથે શરીરની નિયમિત સફાઈ પણ જરૂરી છે. વ્યક્તિની દિન-ચર્યા અને ખાવા-પીવાની આદતો તેના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. શરીરના એવા અનેક રોગ છે જે સ્વચ્છતા જાળવવા માત્રથી દૂર થઈ શકે છે. શાસ્ત્રોમાં પણ સ્નાનના મહત્વને દર્શાવાયું છે. નિયમિત સ્નાન ઉપરાંત દરેક વ્યક્તિએ કેટલીક ખાસ સ્થિતીમાં પણ સ્નાન અવશ્ય કરવું જોઈએ.

હિન્દૂ ધર્મમાં શારીરિકની સાથે માનસિક અને આત્મિક સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હિન્દૂ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે વ્યક્તિએ દિવસમાં ત્રણ વખત સ્નાન કરવુ જ જોઇએ. જો કોઇ મનુષ્ય શાસ્ત્રો અનુસાર પોતાનું જીવન વિતાવવા ઇચ્છેતો તે તેને પહેલાં બ્રહ્મમુહૂર્ત એટલેકે સવારે 4-5 વાગ્યાની વચ્ચે સ્નાન કરી લેવુ જોઇએ.

બીજી વખત સ્નાન કરવાનો સમય બપોર માટે નિશ્ચિત છે. ત્રીજી વખત એટેલેકે દિવસમાં છેલ્લી વખત સ્નાન સાંજે 6 વાગ્યા પછી કરવુ જોઇએ. હિન્દૂ શાસ્ત્રોમાં ફક્ત સંપૂર્ણ સ્નાનજ નહીં પરંતુ હાથ-પગ ધોવાને પણ મહત્વ આપવામાં આવ્યુ છે. શાસ્ત્રો મુજબ પોતોનાં હાથ અને પગ અવશ્ય ધોવા જોઇએ. તે સિવાય ભોજન લીધા પહેલાં અને પછી હાથ-પગ ધોવા જોઇએ. હિન્દૂ ધર્મ ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શરીર પર સ્વચ્છ પાણી નાખવાથી ફક્ત આત્મિક જ નહીં પરંતુ શારીરિક શક્તિઓને પણ બળ મળે છે. એવુ કરવાથી તમારી માંસપેશિઓ મજબૂત થાય છે અને મસ્તિષ્ક ખુલે છે.

હિન્દૂ શાસ્ત્રો સિવાય ભારતના મહાન નીતિશાસ્ત્રી આચાર્ય ચાણક્ય દ્વારા પણ સ્નાનના મહત્વના વિશે જણાવ્યુ છે. તેમના મુજબ ચાર એવા કામ જેને કર્યા પછી માણસે સ્નાન કરવુ જોઇએ. જો તમે એવુ નથી કરતાં તો વ્યક્તિના શારીરિક સ્વાસ્થને નુક્સાન થાય છે. સાથે તેમના આધ્યાત્મિક સ્તરનો પણ વિનાશ થાય છે. ચાણક્યુ મુજબ સ્મશાન યાત્રા માંથી પરત ફર્યા પછી વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કર્યા પહેલાં સ્નાન કરવુ જોઇએ. મૃત્યુ પછી શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિ સમાપ્ત થાય છે. મૃતકના શરીરના બેક્ટેરિયા બીજાને નુક્સાન પહોંચાડે છે. સંભોગ કર્યા પછી કોઇપણ ધાર્મિક ક્રિયામાં સામેલ થવુ સારુ માનવામાં આવતુ નથી. આ માટે તે જરૂરી છે કે સંભોગ પછી સ્નાન કર્યા પછી અન્ય કોઇ કાર્યમાં સામેલ થવુ જોઇએ.

આચાર્ય ચાણક્યના મુજબ વ્યક્તિને સપ્તાહમાં એક વખત શરીર પર તેલ માલિશ કરવી જોઇએ પરંતુ એક વાતનુ ધ્યાન રાખવુ જોઇએ કે તેલ માલિશ કર્યા પછી સ્નાન કરવુ એઠલુજ જરૂરી છે જેટલી તેલ માલિશ. વાળ કપાવ્યા પછી સ્નાન કરવુ જરૂરી છે. જો કાપેલાં વાળ તમારા શરીર પર રહી જાયતો તે બેક્ટેરિયાને આમંત્રણ આપે છે. જે તમારા સ્વાસ્થને નુક્સાન પહોંચાડી શકે છે.

સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરો આ કામ, થાય છે આ નુકશાન શાસ્ત્રોમાં સ્નાનનું વિશેષ મહત્વ રહેલુ છે કોઇ પણ પૂજા પાઠ કરતી વખતે પવિત્રતા જાળવીને સ્નાન કરી તન મનને શુદ્ધ કરી સંકલ્પ કરી ત્યાર બાદ પૂજા અર્ચના કરવામાં આવે છે. સ્નાન કરવાના કેટલાક ખાસ નિયમો છે સનાતન ધર્મમાં પ્રત્યેક વ્યક્તિને સ્નાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે.

પૂજાની થાળી સ્નાન કર્યા પછી ન કરશો સાફ એવુ કહેવાય છે કે પૂજાની થાળીને સ્નાન પહેલા જ તૈયાર કરી લેવી. સ્નાન કરી સાફ કરશો તો ફરી તમારે સ્નાન કર્યા પછી જ પૂજા કરવાની રહેશે. અશુદ્ધ થાળી ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. સ્નાન કર્યા પછી ન તોડશો ફૂલ વાયુ પૂરાણ અનુસાર ભગવાનને ફૂલ ચડાવીએ છીએ તે સ્નાન કર્યા પહેલા જ તોડીને રાખી દેવા જોઇએ. સ્નાન કર્યા પછી તોડેલા ફૂલ ભગવાન સ્વીકારતા નથી. સાથે સાથે એ પણ કહેવાય છે કે પુષ્પોને ક્યારેય ધોયા પછી જમીન પર ન મુકવા કેમકે તે મલીન થઈ જાય છે. સ્નાન કર્યા પછી શરીર પર ન લગાવો તેલ શાસ્ત્રો અનુસાર તો શરીર પર તેલ લગાવશો તે તમારે ફરીથી સ્નાન કરવાનું રહેશે આથી સ્નાન પહેલા તેલ લગાવો. માલિશ કરવાથી શરીરમાં રહેલ દૂષિત પદાર્થ બહાર આવે છે આથી સ્નાન પહેલા જ તેલ લગાવી દો.

આ ઉપરાંત આ 4 કામ કર્યા પછી પૂજા માં ના બેસો, લાગે છે મહાપાપ, નારાજ થાય છે ભગવાનપૂજા એક એવી વસ્તુ છે જેને કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. લગભગ દરેક હિંદુ ધર્મ વાળા ઘર માં ભગવાન ની પૂજા પાઠ દરરોજ થાય છે. ઘર માં પૂજા કરવાના ઘણા બધા ફાયદા છે. તેનાથી ઘર ની બરકત બની રહે છે, પરિવાર માં શાંતિ રહે છે અને ધન ની કમી પણ નથી થતી. સાથે જ પૂજા થી દુખ અને પરેશાનીઓ દુર થવામાં પણ મદદ મળે છે. હા આ પૂજા માં બેસવાથી પહેલા તમારે કેટલીક વિશેષ વાતો નું ધ્યાન જરૂર રાખવું જોઈએ.

જો તમે કેટલાક વિશેષ કામ કરીને પૂજા નો ભાગ બનો છો તો તમે પાપ ના ભાગીદાર બની શકો છો. આ વસ્તુ તમારા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. તેથી આ ચાર કામ કર્યા પછી પૂજા માં ના બેસો. જો તમે કોઈ પણ પ્રકારના માંસાહાર ભોજન નું સેવન કરો છો તો તેના પછી તે દિવસે પૂજા માં ના બેસો. એવું કરવાનું તમારા માટે હાનીકારક સાબિત થઇ શકે છે. ભગવાન ને બધા પ્રાણી પ્રિય હોય છે. તેમાં માણસ ની સાથે જાનવર પણ આવે છે. આ કારણ છે કે જ્યારે તમે નોનવેજ ભોજન કરીને પૂજા માં બેસી જાઓ છો તો તે નારાજ થઇ શકે છે. તેથી જો તમે કોઈ ખાસ પૂજા કરી રહ્યા છો તો તે દિવસે નોનવેજ ખાવાથી દરેક હાલ માં બચો. તેનાથી તમારી પૂજા લાગશે અને તમારી ઈચ્છા પૂર્ણ થશે.

સામાન્ય રીતે આપણે બધા સવારે સવારે શૌચ કરવા જઈએ છીએ અને પછી સ્નાન કરીને પવિત્ર થઇ જઈએ છીએ. તેના પછી ભગવાન ની પૂજા પાઠ કરવામાં કોઈ મુશ્કેલી નથી. હા ઘણી વખત એવું પણ થાય છે કે સ્નાન કર્યા પછી આપણે બીજી વખત શૌચ કરવા જવું પડી જાય છે. આ સ્થિતિ માં તમારે બીજી વખત નહાયા વગર પૂજા માં ના બેસવું જોઈએ. સરળ શબ્દો માં કહીએ તો જ્યારે પણ તમે શૌચ કરો તો તેના પછી સ્નાન કરીને જ પૂજા માં બેસો. શૌચાલય માં ઘણી નેગેટીવ એનર્જી હોય છે. એવામાં તમારે પૂજા માં સામેલ થવાથી પહેલા પોતાને સ્નાન કરીને શુદ્ધ જરૂર કરવું જોઈએ.

પૂજા હંમેશા શાંત મન થી કરવામાં આવે છે. તેને ક્યારેય પણ દુખી અથવા ગુસ્સા વાળા મન થી ના કરવી જોઈએ. જ્યારે તમે કોઈ થી લડાઈ ઝગડો કરો છો તો તમારું મન વિચલિત થઇ જાય છે. તમારા વિચાર શુદ્ધ નથી રહેતા. તમારું ફોકસ પણ પૂજા માં 100 ટકા નથી રહેતું. બસ આ કારણ છે કે લડાઈ અને ઝગડા ના તરત પછી થી તમારે પૂજા પાઠ ના કરવા જોઈએ. જો તમે એવું કરો છો તો ભગવાન નારાજ થઇ શકે છે.

જો તમે કોઈ પણ એવું કામ કરો છો જેના કારણે તમારું શરીર અને કપડા ગંદા થઇ ગયા છે તો તે સ્થિતિ માં પૂજા માં ના બેસો. જો તમે બેસવા ઈચ્છો છો તો પહેલા સ્નાન કરો અને સાફ કપડા પહેરો, તેના પછી જ પૂજા નો ભાગ બનો. ગંદગી વાળા કપડા અથવા શરીર ને લઈને પૂજા કરવાનું અપશગુન થાય છે. તેનાથી તમે ભગવાન ની પાસે નેગેટીવ એનર્જી લઈને જાઓ છો.