તમારી આ ભૂલોને કારણે શનિદેવ થાય છે તમારાથી નારાજ, આજે જ જાણી લો નહીં ભોગવવું પડશે ભારે નુકશાન…

0
149

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે શનિદેવનું નામ પડતા જ આપણા સૌના ગાત્રો શીથીલ થવા લાગે છે અને કેમ ન થાય જેના પર શનિદેવ નારાજ થાય કે કોપાનમાય થાય તે જાતકનું જીવવું મુશ્કેલ બની જાય છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ શનિદેવને ક્રુર ગ્રહ તરીકે જોવામાં આવે છે. સૂર્યપુત્રને સત્ય ખુબજ પ્રિય છે.

યાયના દેવતાને કોઇ વાત ખુંચે તો જરૂરથી આકરી સજા આપે છે. કહેવાય છે કે જો શનિદેવની ખરાબ નજર પડી તો સમજો મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે.મોટાભાગે જોવામાં આવે છે કે આપણે કોઈ નવું કામ શરૂ કરીએ તો ઘણીવાર અસફળતા મળે છે. વારંવાર પ્રયાસ કરવા છતાંય સફળતા મળતી નથી. છેલ્લે આપણે એમ કહી દઈએ છીએ કે મારુ નસીબ જ ખરાબ છે, તેને કારણે અસફળતા મળી છે. જોકે, જ્યોતિષશાસ્ત્રમાં આનું કારણ તમારી રોજિંદી આદતોને કારણે થતું હોય છે.

આથી જ કેટલાંક કામો ક્યારેય કરવા જોઈએ નહીં. વ્યક્તિની ખરાબ આદતોથી શનિદેવ નારાજ થઈ જાય છે અને શુભ ફળની જગ્યાએ અશુભ ફળ આપે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માન્યતા છે કે શનિ દેવ દન્ડાધિકારી છે કર્મફળ અનુસાર ફળ આપે છે. શનિદેવ ન્યાયના દેવતા છે સારા કર્મ કરનારને શુભ ફળ આપે જો ખરાબ કર્મ કર્યા તો છોડતા નથી. જેમના પર શનિદેવની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તે જાતકનો કપરો સમય હોય છે. તમામ ગ્રહોમાં શનિદેવ સૌથી ધીમી ચાલ ચાલે છે. આથી અઢી વર્ષ સુધી કુંડળીમાં પ્રકોપ ઉતરે આ સમયગાળો ખુબ કપરો થાય છે.

જો કે શનિદેવને મહેનતુ અને ઇમાનદાર લોકો ખુબજ પસંદ છે. સાફ સફાઇ કરનાર સ્વચ્છતા જાળવનાર લોકોને શનિદેવ ક્યારેય હેરાન કરતા નથી. જે લોકો હંમેશા તેના નખ ચાવતા હોય શનિદેવ તેમના પર નારાજ થાય છે.ઘણીવાર ઘરમાં કચરો વાળ્યાં બાદ સાવરણી ગમે ત્યાં મૂકી દેવામાં આવે છે. જ્યોતિષમાં આવું કરવા પર શનિદેવ અશુભ ફળ આપે છે, જેને કારણે અસફળતા મળે છે. સાવરણી પ્રોપર જગ્યાએ જ મૂકવી જોઈએ.

ઘણીવાર દરવાજા પર આવેલા ભૂખ્યા, તરસા કે પછી ગરીબ વ્યક્તિને ધમકાવીને ભગાવી દેવામાં આવે છે. આને કારણે શનિદેવ નારાજ થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રના મતે, ગરીબ લોકોનો સ્વામી શનિદેવ છે. આથી જ ક્યારેય ગરીબ લોકોનું અપમાન કરવું જોઈએ નહીં. વારંવાર અસફળતા મળવાનું આ પણ એક કારણ છે.જે લોકો પોતાના બળે કોઈ બીજાના હકને છીનવી લે છે તો તેવી વ્યક્તિને શનિદેવ હેરાન કરે છે. થોડો સમય ભલે સારો રહે પરંતુ પછીથી તેની આકરી કિંમત ચૂકવવી પડે છે.જે વ્યક્તિ ભોજનનું અપમાન કરે છે અને એઠું ભોજન રાખે છે, તેની પર શનિનો ખરાબ પ્રભાવ પડે છે.

જે વ્યક્તિને ઘરમાં ગમે ત્યાં વસ્તુઓ ફેંકવાની ખરાબ આદત હોય તેમની પર શનિદેવની નકારાત્મક અસર પડે છે. શનિના અશુભ પ્રભાવથી આવી વ્યક્તિને વારંવાર અસફળતાનો સામનો કરવો પડે છે.જો શનિની કૃપા મેળવવી છે તો સૌ પ્રથમ તમારે તમારા માતાપિતાનું સન્માન કરવું પડશે. તેમની સેવા કરવી પડશે. જો તે દૂર હોય, તો તમે તેમના ચિત્રને નમન કરો. દરરોજ કોલ કરો અને આશીર્વાદ લો. શનિનો આ ઉપાય તમને ચમત્કારીક લાભ આપશે.

નીલમ રત્ન ધારણ કરો, જો તમારી ઉપર શનિના દોષ અથવા સાડાસાતી ચાલી રહી છે અને તમે શનિ દ્વારા પ્રાપ્ત થતી મુશ્કેલીઓથી તમે પરેશાન છો, તો તમારે કોઈ જ્યોતિષની સલાહ લીધા પછી નીલમ અથવા વાદળી રત્ન પહેરવો જોઈએ. જો તમે તેને ન લઈ શકો, તો શમીના મૂળને કાળા કપડામાં બાંધો અને તેને બાજુ પર પહેરો.શનિવારે પીપળાના ઝાડની આસપાસ સાત વાર કાચા દોરાને લપેટો. દોરાને લપેટતા સમયે શનિના મંત્રનો જાપ કરતા રહો. આ પછી, દીપદાન કરો. સાથે જ શનિવારે માત્ર એક જ વાર મીઠું અથવા મસાલા વિના સાદું ભોજન અથવા ખિચડી બનાવીને ખાવી જોઇએ.આ ઉપાયથી શનિદેવ થશે પ્રસન્ન દરેક કાળા કૂતરાને તેલમાં ચોપડેલી રોટલી અને મીઠાઈઓ ખવડાવો. જો આ ઉપાય શક્ય ન હોય તો કાળા કૂતરાને બિસ્કિટ ખવડાવો. તેવી જ રીતે શનિદેવ પણ કાળી ગાયની સેવાથી પ્રસન્ન થાય છે અને તેમના દ્વારા થતાં દોષોને દૂર કરવામાં આવે છે.

મિત્રો જ્યારે પણ આપણે શનિદેવની પૂજા વખતે કે તેમના મંદિરે જતી વખતે અથવા તો તેમની મૂર્તિ સામે જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ તો તે બધા પોત પોતાની રીતે પ્રાર્થના કરતા હોય છે. પરંતુ સામાન્ય રીતે બંને હાથ જોડીને ભગવાનને પ્રણામ કરીને પ્રાથના કરવામાં આવતી હોય છે. બધા દેવી દેવતાઓ સામે આપણે હાથ જોડીને પ્રાર્થના કરતા હોઈએ છીએ. આપણે સીધા ઉભા રહીને હાથ જોડી અથવા તો બેસીને હાથ જોડીને આપણા મનની વાતો ભગવાનને જણાવતા હોઈએ છીએ.

પરંતુ શું તમે જાણો છો કે શનિદેવને ક્યારેય પણ હાથ ન જોડવા જોઈએ. સાંભળીને કદાચ તમને વિશ્વાસ ન આવે પરંતુ તમને જણાવી દઈએ કે આ વાત સત્ય છે. આપણા હિંદુ ધર્મમાં ભગવાન શનિદેવને હાથ જોડવા તે અશુભ માનવામાં આવે છે અને જો તમે શનિદેવ સામે હાથ જોડીને કોઈ પ્રાથના કરો છો તો તેનું તમને કોઈ ફળ નથી મળતું.શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યના પૂત્ર કર્મદાત્તા શનિદેવ સામે પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. શનિદેવને પ્રાર્થના કરવાથી ચરમ સુખની પ્રાપ્તિ થાય છે.

પરંતુ ત્યારે તમે યોગ્ય રીતે તેમને પ્રાર્થના ન કરો અને પૂજા ન કરો તો તમે તેની કુદ્રષ્ટિનો શિકાર બની શકો છો. માટે સૌથી પહેલા તો આ વાત યાદ રાખવી કે ક્યારેય શનિદેવ સામે હાથ જોડવા નહિ તેમની સામે સીધા રહીને હાથ જોડ્યા વગર પ્રાર્થના કરવી.જ્યારે પણ તમે શનિદેવના મંદિરે જાવ તો તેમને હાથ જોડીને પગે લાગવાને બદલે તેમની સામે શીશ નમાવી સીધા ઉભા રહેવું જોઈએ અને ત્યાર બાદ બંને હાથને પાછળ લઇ જઈને શનિદેવને પ્રાર્થના કરવી જોઈએ. તેનાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે અને તમારું જીવન સુખ સમૃદ્ધિઓથી ભરાઈ જશે.

આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર ભગવાન શનિદેવના મંદિરમાં જતી વખતે અમુક વિશેષ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. શનિદેવની પૂજા ત્યારે ક્યારેય ન કરવી જ્યારે તેમની મૂર્તિ પર સૂર્યની રોશની પડતી હોય. તેના માટે સૌથી ઉત્તમ રસ્તો છે કે જો શક્ય હોય તો સૂર્યોદય પહેલા જ શનિદેવના મંદિરે જતું રહેવું અને શનિદેવની પૂજા પણ કરી લેવી. અથવા તો સૂર્યાસ્ત થયા બાદ શનિદેવના મંદિરે જવું અને પૂજા કરવી જોઈએ.

જ્યારે શનિદેવ પર સૂર્ય પ્રકાશ પડતો હોય ત્યારે ક્યારેય પણ શનિદેવની પૂજા ન કરવી જોઈએ અને જો તમે એવું કરો તો શનિદેવ તમારાથી નારાજ થઇ જશે અને તેમની કુદ્રષ્ટિનો સામનો તામારે કરવો પડશે.તો મિત્રો જ્યારે પણ શનિદેવના મંદિરે જાવ કે તેમની મૂર્તિ સામે ઉભા રહો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તેમજ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં “ૐ શાનીદેવાય નમ:” લખી આ લેખને આગળ શેયર કરવો.