આ અંગ્રેજ યોદ્ધાને થયા હતા ભગવાન શિવ ના સાક્ષાત દર્શન,જાણો હિમાલયના પહાડોમાં શું થયું હતુ…..

0
692

હિન્દુ સંસ્કૃતિ અત્યંત પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે અને હજી સુધી અડિખમ ટકી રહી છે. જ્યારે તેની સહજીવી અમુક સંસ્કૃતિઓ આજે પૂર્ણપણે વિનાશ પામી છે. જેમ કે,ઇજિપ્ત-મિસરની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ અર્થાત્ આર્ય સંસ્કૃતિ હજી સુધી અડીખમ છે તો તેની ભવ્યતા, સંસ્કાર અને અડગતાને લીધે. તદ્દોપરાંત,એવા એવા ચમત્કાર આ સંસ્કૃતિમાં થયાં છે જેને લીધે તે સદાય અમર બની ગઇ છે એ ચમત્કારોમાંના અમુક તો માની ના શકાય એવા છે. અમુક અવર્ણનીય છે તો અમુક બુધ્ધિને કસોટીએ ચડાવે એવા છે  આજે એક એવા જ મંદિર વિશે વાત કરવી છે જેમાં બિરાજમાન મહાદેવ શંકરે અફઘાનના ભયાવહ મુલ્કમાં એક અંગ્રેજ અફસરની રક્ષા કરેલી.

વાત છે મધ્યપ્રદેશના આગર માલવા નગરમાં સ્થિત શ્રીબૈજનાથ મહાદેવની. જેમનું મંદિર આગર માલવા જીલ્લામાં સ્થિત છે. આજે પણ હજારો ભાવિકો અહિં દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિનામાં અને અન્ય વાર તહેવારે અહિં ખાસ્સી ભીડ રહે છે. કહેવાય છે કે,આ મંદિરનું શિવલિંગ તો છેક મહારાજા નળના વખતનું છે  અહિં મંદિરમાં એક દોઢેક સદી જુનો એક પ્રશસ્તિ પત્ર છે. જેને વાંચતા જણાય છે કે, આ મંદિરનો જીર્ણોધ્ધાર ૧૮૮૩માં એ વખતના ૧૫ હજાર રૂપિયાને ખર્ચે એક અંગ્રેજ અફસર નામે કર્નલ માર્ટિને કરાવ્યો હતો  અને આજ આશ્વર્ય છે. એક અંગ્રેજ શા માટે શિવમંદિરનું સમારકામ કરાવે એને શી લેવાદેવા ભારતીય સંસ્કૃતિ સાથે કે એના મંદિરો સાથે  પણ ના, એણે જ કરાવેલો જીર્ણોધ્ધાર. અને તે પાછળ એક કથા રહેલી છે  સત્યકથા. ઇતિહાસ એ વાતની સાક્ષી પુરે છે. અને ભુતકાળમાં ડોકિયું કરી એ વાતનો ઇતિહાસ ખરેખર તપાસવા જેવો છે.

તો ચાલો જાણીએ તેના ઇતિહાસ વિશે.અંગ્રેજોએ બે સદી સુધી ભારતીય સંસ્કૃતિનો વિનાશ કર્યો. અંગ્રેજો પહેલા ભારતમાં આર્યન, આરબ, અફઘાન અને ટર્કીના લોકો પણ આવીને વસ્યા હતા પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિને અપનાવી લીધી હતી. જ્યારે અંગ્રેજોએ દેશમાં ભળી જવાને બદલે દેશ પર હંમેશા શાસન કર્યું હતું અને ભારતીય સંસ્કૃતિ અને વારસાનો શક્ય તેટલી રીતે નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

એક કિસ્સો છે અપવાદ.

અંગ્રેજોએ દેશમાં અનેક ચર્ચ બાંધ્યા અને હજારો ભારતીયોએને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દીધા. બ્રિટિશરોએ ક્યારેય ભારતીયોને અપનાવ્યા નહિ. પરંતુ તેમાં કેટલાંક અપવાદ છે. એક બ્રિટિશ કપલના કિસ્સા વિષે જાણીને તમારા આશ્ચર્યનો પાર નહિ રહે.

બૈજનાથ મંદિર.

મધ્યપ્રદેશના આગર માલવામાં બૈજનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર 1883માં કોઈ હિન્દુ નહિ પરંતુ બ્રિટિશ યોદ્ધાએ કરાવ્યો હતો. અગર માલવાના મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર તમને આ વાતનો પુરાવો મળી જશે. પરંતુ એક બ્રિટિશ આખરે કેમ શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માટે એ સમયે હજારો રૂપિયા આપે?

અંગ્રેજે કરાવ્યો મંદિરનો જીર્ણોદ્ધાર.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ કપલે શિવ મંદિરનો જીર્ણોદ્ધાર એટલા માટે કરાવ્યો હતો કારણ કે શિવજીએ બ્રિટિશ યોદ્ધાનો જીવ બચાવ્યો હતો. લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન નામના આ યોદ્ધા અને તેની પત્નીને શિવજીનો અલૌકિક અનુભવ થયો હતો.

અફઘાન વિરુદ્ધ યુદ્ધ.

વાત 1879ની છે. કર્નલ માર્ટિનનું પોસ્ટિંગ મધ્યપ્રદેશના આગર માલવામાં કરવામાં આવ્યું હતું પરંતુ અફઘાન વિરુદ્ધ બ્રિટિશરોનું યુદ્ધ ચાલતુ હોવાથી તેમને આજના પાકિસ્તાન ગણાતા ભારતના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં અફઘાન વિરુધ્ધ યુદ્ધ લડવા મોકલવામાં આવતા હતા. તે યુદ્ધમાંથી સમય કાઢીને પત્નીને પોતાના સમાચાર પત્ર લખીને મોકલતા રહેતા હતા.

શંખનાદથી આકર્ષાઈ મંદિરમાં પ્રવેશ કર્યો.

શરૂઆતમાં તો પત્નીને પત્રો મળતા પરંતુ પછી મહિનાઓ સુધી કર્નલના પત્ર મળવાના બંધ થઈ જતા માર્ટિનની પત્નીને ચિંતા થવા માંડી. પત્ની પાસે માર્ટિનનો પતો લગાવવાનો કોઈ રસ્તો નહતો. આ ચીજની તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થવા માંડી હતી. એક વખત ઘોડા પર સવાર માર્ટિનની પત્ની બૈજનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થઈ. શંખનાદ અને મંત્રોના અવાજથી આકર્ષાઈને પત્ની મંદિરમાં પ્રવેશી.

અનુષ્ઠાનની સલાહ આપી.

બ્રિટિશ સ્ત્રીએ બ્રાહ્મણોને પોતાની સમસ્યા વિષે જણાવ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે આ મંદિરમાં પ્રાર્થના કરનાર ભક્તોની વાત શંકરભગવાન અચૂક સાંભળી લે છે અને ભક્તોને મુશ્કેલીમાંથી ઉગારે છે. તેમણે ઓમ નમઃ શિવાય મંત્ર સાથે લઘુરુદ્રી અનુષ્ઠાન કરવાની પણ સલાહ આપી.

11મા દિવસે થયો ચમત્કાર.

શ્રદ્ધા પૂર્વક માર્ટિનની પત્નીએ 11 દિવસ અનુષ્ઠાન કર્યા. 11મા દિવસે પત્નીને પતિનો પત્ર મળ્યો કે બ્રિટિશરો યુદ્ધ જીતી ગયા છે અને તે સાજોનરવો છે. પત્રમાં પતિએ એ પણ વર્ણવ્યું કે એક યોગીએ કેવી રીતે તેનો જીવ બચાવ્યો. કર્નલે લખ્યું કે, અફઘાનોએ તેમને કેદ કરી લીધા હતા અને તેમનું મરવાનું નિશ્ચિત હતુ. એવામાં વાઘનું ચામડુ પહેરેલા અને ત્રિશુલધારી એક યોગીએ આવીને તેમને અફઘાનના હાથમાંથી બચાવ્યા. તેમના એટેકથી અફઘાનોએ પીછેહઠ કરવી પડી હતી અને તેમની હાર જીતમાં પલટાઈ ગઈ હતી.

યોગીએ કર્નલને કહી આ વાત.

કર્નલ માર્ટિને જણાવ્યું કે યોગીએ તેને એમ પણ કહ્યું કે તે એટલા માટે તેમને બચાવવા આવ્યા હતા કારણ કે તે તેમની પત્નીની પ્રાર્થનાથી પ્રભાવિત હતા. મંદિરની અંદર એક શિલામાં કર્નલે પોતાના પત્રમાં વર્ણવેલો આ આખો પ્રસંગ લખ્યો છે.

પતિ પત્ની શિવભક્ત બન્યા.

 

માર્ટિનની પત્નીની આંખમાંથી પત્ર વાંચતા વાંચતા ખુશીના આંસુ વહેવા માંડ્યા હતા. વાયકા એવી છે કે બ્રિટિશ યોદ્ધાની પત્ની શિવલિંગ સામે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી. માર્ટિન જ્યારે પત્ની પાસે પાછા ફર્યા ત્યારે પત્ની તેને શિવ મંદિર લઈ ગઈ હતી. શિવજીની છબિ જોતા માર્ટિને કહ્યું કે આ એ જ યોગી છે જેણે તેમનો જીવ બચાવ્યો હતો. ત્યારથી બંને શિવભક્ત બની ગયા હતા.

મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

કર્નલ માર્ટિને 1883માં શિવ મંદિરના જીર્ણોદ્ધાર માટે 15,000 રૂપિયા આપ્યા હતા અને આખુ મંદિર રિનોવેટ કરાયું હતું. ત્યાર પછી આ બ્રિટિશ કપલ ઈંગલેન્ડ જતુ રહ્યું હતું પણ તેમણે પ્રણ લીધો હતો કે તે ઈંગલેન્ડમાં શિવજીની હંમેશા પૂજા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here