ઉત્તર પ્રદેશના નોઈડામાં પિતા-પુત્રીના સંબંધોનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પિતાએ પોતાની દીકરી સાથે એવું કૃત્ય કર્યું કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા મળતી માહિતી મુજબ.
એક પિતા તેની દીકરી પર કેટલાય મહિનાઓથી રેપ કરી રહ્યો છે પુત્રીએ તેની સાથે થઈ રહેલી ક્રૂરતા વિશે ફોન પર તેના મામાને જાણ કરી હતી જે બાદ મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
મામલો યુપીના નોઈડાના જેવર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અહીં એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેના પિતા તેની 15 વર્ષની સગીર દીકરી પર ઘણા દિવસોથી બળજબરીથી બળાત્કાર કરી રહ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા આ મામલે કાર્યવાહી કરતા પોલીસે તાત્કાલિક આરોપી પિતાને કસ્ટડીમાં લીધા હતા અને પીડિત પુત્રીની ઘટના અંગે પૂછપરછ કરી હતી.
કેસ સાચો હોવાનું ખબર પડતાં પોલીસે બળાત્કારી પિતાને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-3 રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે.
કિશોરીના મામા પાસેથી મળેલી ફરિયાદ મુજબ આરોપી પિતા તેની 15 વર્ષની પુત્રી પર છેલ્લા એક મહિનાથી બળાત્કાર કરી રહ્યો હતો જ્યારે પીડિતાની માતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપી પિતા તેને માર મારતો હતો.
અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી પિતા ડ્રગ્સનો વ્યસની છે ઘણા દિવસોથી તેની ખરાબ નજર તેની સગીર પુત્રી પર હતી એક દિવસ જ્યારે તેની પત્ની ઘરમાં ન હતી.
ત્યારે તેણે તક મળતાં જ પુત્રી પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો ત્યારથી તે તેની રોજીંદી આદતનો ભાગ બની ગયો હતો પુત્રીએ માતાને જાણ કરી હતી પરંતુ માતાને પણ માર માર્યો હતો તક મળતાં જ પીડિતાએ પાડોશીના મોબાઈલથી તેના મામાને ફોન કરીને મામલા વિશે જાણ કરી તો મામલો સામે આવ્યો.