ભગવાન રણછોડ રાય ની ક્રુપા મેળવવાજરૂર કરો આ પાઠ,મળશે ધાર્યું પરિણામ..

0
442

શ્રી કૃષ્ણ બાવની જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના બાવન ગુણ તેમના જન્મથી લઈ વૈકુંઠ ઘામ સુઘીના નિત્ય આ બાવનીનો પાઠ કરવાથી જન્મ મરણ થી મુક્તિ મળે છે શ્રીમદ્ ભાગવત પુરાણ ના દશમ સ્કંદ ના.

સાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ ના બાવન 52 વખત સ્તુતિ કે ગુણ ગવાતા આવા શ્રી કૃષ્ણ બાવની નો પાઠ છે ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા થી જન્મ મરણ ના ચક્કર માંથી મુક્તિ મળે છે જીવન માં આનંદ નો અનુભવ થાઈ છે.

ભગવાન ની લીલા કથા સાંભળવાથી મન પ્રસન્ન રહે છે રણછોડ તું રંગીલો નાથ વિશ્વ સકળ તારો સાથ ભૂમિ કેરો હરવો ભાર જગમાં પ્રગટ્યો વારંવાર જન્મ ધર્યો તેં કારાગાર જગતમાં કરવા ચમત્કાર કંસરાયને થાયે જાણ તેથી કીધું તરત પ્રયાણ ગોકુળમાં જઈ કીધો.

વાસ નંદ જશોદાજીની પાસ વર્ણન કરતા નાવે પાર એવીતારી લીલા અપાર ગોવાળોની સાથે ગાય ચરાવી રાજી થાય છાનો ગોરસ લૂંટી ખાય પકડાતાં છટકી જાય ગોપીકાનાં ચોર્યા ચિત્ સૌના ઉપર સરખી પ્રીત બંસી કેરો સૂર મધૂર સૂણનારા થાયે.

ચકચુર શરદ પુનમની આવે રાત સૌનો હૈયે થાય પ્રભાત વ્રજવનિતા છોડે આવાસ દોડી આવે રમવા આવે રાસ તારલિયા ચમકે આકાશ ચાંદલીયાને પૂર્ણ પ્રકાશ દાનવ કેરો જ્યાં જ્યાં ત્રા-સ પળમાં જઈને કીધો નાશ પટકી માર્યો.

મામો કંસ રહ્યો ન જગતમાં તેનો વંશ કૌરવોને કીધા તંગ પાંડવોનો રાખી સંગ અર્જુનને તેં દીધો બોધ જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ યુધ્ધ તજીને કીધી દોડ નામ પડ્યું રણછોડ દ્વારિકામાં કીધો વાસ ધર્મ ધજા ફરકે ચોપાસ ગુજરાતે એક ડાકોર ગામ ભક્ત થયો.

બોડાણો નામ પત્ની જેની ગંગાબાઈ તે પણ ભક્તિમાં રંગાઈ હરતાં ફરતાં ગાયે ગાન મેળવવા ચાહે ભગવાન તેવામાં એક આવ્યો સંઘ રેલાયો ભક્તિનો રંગ યાત્રાળુઓ દ્વારિકા જાય બોડાણો તેમાં જોડાય.

ગોમતીજીમાં કીધું સ્નાન ભાવે નિર્ખ્યા શ્રી ભગવાન છ માસે આવીશ હું ધામ ટેકે એવી લીધી નિષ્કામ તુલસીવાળી કાયમ જાય પ્રભુને અર્પી રાજી થાય સહન કરે એ કષ્ટ અમાપ ભલે પડે ઠંડી કે તાપ વૃદ્ધ થયો પણ હૈયે હામ અવિચળ શ્રદ્ધા આડો જાન સિત્તેર વર્ષ વિત્યા છે.

એમ ત્યારે પૂરણ થઈ છે નેમ બોડાણો જીત્યો છે દાવ પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ હવે લાવજે ગાડું સાથ બોલ્યો વિશ્વસકળનો નાથ ખડખડતી લીધી છે વ્હેલ વૃદ્ધ થયેલા જોડ્યા બેલ ગંગાબાઈએ દીધી વિદાય બોડાણો હરખાતો.

જાય બોડાણાને રાતો રાત મૂક્યા દ્વારિકાની વાટ દર્શન કરતાં કહે છે નાથ ગાડું લાવ્યો છું સાથ ગુગળીઓ મનમાં વ્હેમાય ભક્ત પ્રભુને ના લઈ જાય ગુગળી સોનુ લેવા ધાય વ્હાલો વાળીએ તોળાય રીઝ્યો.

વિશ્વસકળનો ભૂપ મનસુખરામનું લીધું રૂપ સંત પુનિતને દીધી હામ પુરણ કીધાં સઘળા કામ રામભક્ત જે કરશે પાઠ નાથ ઝાલશે તેનો હાથ ગાયો પાણી પીએ જ્યાં કાળી નાગ વસે છે ત્યાં જળમાં જોયું ઝાઝું ઝેર મરે ગાય આવે.

ને લહેર દુ:ખ ટાળવા કર્યો વિચાર કૃષ્ણ ચડ્યા કદમની ડાળ ઝંઝાપાત કર્યો જળમાં માંહ્ય કાળી નાગ રહે છે ત્યાંય પાતળિયો પેઠો પાતાળ નાગાણીઓએ દીઠો બાળ અહીં કયાં આવ્યો બાળક બાપ સૂતા છે અહીં ઝેરી સાપ બીક લાગશે.

વિકરાળ ઝેર જ્વાળાથી નીપજે કાળ જે જોઈએ તે મુખથી માંગ જા બાપુ તું અહીંથી ભાગ એટલે જાગ્યો સહસ ફેણ મુખથી બોલ્યો કડવાં વેણ શીર પર વીર ચડ્યા જોઈ લાગ નાગાણીઓ રડતી બેફામ નાચ નચૈયા નાચે નાચ રેશમ દોરથી નાથ્યો.

નાગ ટાળ્યું ઇન્દ્ર તણું અભિમાન ગોવર્ધન તોળ્યો ભગવાન બોડાણા પર કીધી દયા દ્વારકાથી ડાકોર ગયા અર્જુનને કીધા રણધીર દ્રૌપદી કેરા પૂર્યા ચીર પાંડવ કેરી ૨ક્ષા કરી કૌરવ કુળને નાખ્યું.

દળી લડી વઢીને જાદવ ગયા કૃષ્ણ એકલા પોતે રહ્યા સ્વધામ જાવા ચોટયૂ ચિત્ત જરા પારધી બન્યો નિમિત્ત ત્રણ વ્રજ જોઈ માર્યું બાણ પ્રભુ પધાર્યા વૈકુંઠ ધામ કૃષ્ણ બાવની જે કોઈ ગાય જન્મ મરણથી મુકિત જ થાય બોલીયે શ્રી કૃષ્ણ ભગવાનની જય.