10 મિનિટથી વધારે ન બેસવું જોઈએ આ જગ્યાએ, નહીતો થઈ શકે છે આ ગંભીર સમસ્યા…

0
891

ઘણા લોકો ઓફિસના શૌચાલયોમાં લાંબો સમય વિતાવવાના શોખીન હોય છે. ત્યાં બેઠા બેઠા અખબારો કે સામયિકો વાંચતા હોય છે અથવા તો તેઓ સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે તેના વિશે ફંફોસતા હોય છે. પરંતુ હવે તે થોડું મુશ્કેલ સાબિત થઈ શકે છે.

આજે અમે તમને એક એવા શૌચાલય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર તમે સાત મિનિટથી વધુ સમય માટે બેસી શકતા નથી. શૌચાલયમાં લાંબો સમય વિતાવનારા લોકોની કમી નથી. મોટાભાગના લોકો શૌચાલયમાં જઈને અખબાર વાંચે છે અથવા મોબાઈલ જુએ છે.

જો તમે પણ આ કેટેગરીમાં આવો છો તો સાવધાન થઈ જાવ કારણ કે આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.યુકેમાં એનએચએસ સર્જન ડો. કરણ રાજને ચેતવણી આપતા કહ્યું કે ટોયલેટમાં 10 મિનિટથી વધુ સમય ગાળવાથી પાઈલ્સ થઈ શકે છે. ડો. રાજને જણાવ્યું કે લાંબો સમય વિતાવવાથી હરસ પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ ડો. કરણ રાજન ઈમ્પિરિયલ કૉલેજ લંડનમાં ક્લિનિકલ પ્રોફેસર છે. ડોક્ટર રાજન નિયમિત રીતે સોશિયલ મીડિયા પર તબીબી સલાહ શેર કરતા રહે છે. લેટેસ્ટ વીડિયોમાં તેમણે પાઈલ્સથી બચવા માટે ટોઈલેટ સીટ પર બેસવાની સાચી રીત જણાવી છે.

વીડિયોમાં ડૉ. રાજને શૌચાલયને લગતી ત્રણ મહત્વની ટિપ્સ આપી છે. વીડિયોમાં ડોક્ટરે કહ્યું કે રાજને પોતાના ફોલોવર્સને ટોયલેટ સીટ પર લાંબા સમય સુધી ન બેસવા માટે કહ્યું છે.

પ્રયત્ન કરો કે 10 મિનિટથી વધુ સમય માટે ટોઇલેટમાં ન બેસવું પડે. તેમણે કહ્યું કે ગુરુત્વાકર્ષણ તમારો મિત્ર નથી. તે હંમેશા વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. તેથી, જ્યારે તમે ટોયલેટ સીટ પર બેસો છો, ત્યારે લોહીનો પ્રવાહ ગુરુત્વાકર્ષણની દિશામાં નીચે નીચે તરફ વધવા લાગે છે.

જેનાથી મળાશયની નસો પર બિનજરૂરી દબાણ વધશે, જેનાથી રક્તસ્ત્રાવ એટલે કે પાઈલ્સનું જોખમ વધશે. તેથી ટોયલેટમાં 10 મિનિટથી વધુ સમય પસાર ન કરવાનો પ્રયાસ કરો.તેમની બીજી સલાહ છે કે જ્યારે પણ તમે ટોયલેટ જાવ ત્યારે તણાવ ન લો.

તેમણે કહ્યું કે જ્યારે તમે તણાવમાં ટોયલેટ સીટ પર બેસો છો, તો પાછળની બાજુએ વધુ દબાણ આવે છે, જેના કારણે રક્તવાહિનીઓ પર સોજો આવી શકે છે. જેના કારણે પાઈલ્સ થવાનું જોખમ રહેલું છે. ત્રીજું અને મહત્ત્વનું સૂચન આપતાં ડૉ. રાજને કહ્યું કે પાઈલ્સથી બચવા માટે દરરોજ લગભગ 30 ગ્રામ ફાઈબરનું સેવન કરો.

ઘરમાં બધી જ્ગ્યા કરતાં બાથરૂમમાં સૌથી વધારે કીટાણું જોવા મળે છે. જેમાં નળ, હેન્ડ ડ્રાયર, દરવાજાની કડી પર સૌથી વધારે કીટાણુ હોય છે, જે તમને ક્યારે પણ જોવા નહિ મળે. જ્યારે તમે ફ્રેશ થવાના સમયે મોબાઈલ ફોન સાથે લઈ જાવો છો તો તમારો ફોન પણ મળ બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે.

જ્યારે તમે ફ્લશનો ઉપયોગ કરો છો તો પોતાને લૂછતી અથવા ડોર લોકને સ્પર્શ કરો છો અને પછી મોબાઈલ ફોનને સ્પર્શ કરવાથી એમાં બેક્ટેરિયાની ગ્રાન્ડ એન્ટ્રી થઈ જાય છે. જો કે તમને આ વાતનો બિલકુલ પણ અહેસાસ નથી. જનરલ એનલ્સ ઓફ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી એન્ડ એટી માઇક્રોબાયલ્સ દ્વારા છાપેલા એ અભ્યાસ પ્રમાણે લોકોના મોબાઈલ ફોનમાં 95 % સંક્રમણ વાળા બેક્ટેરિયા સાલ્મોનેલા, ઈ-કોલી અને સી-ડીફિસાઈલ છે.

બાથરૂમમાં મોબાઈલ ફોન લઈ જવું કેટલું ખતરનાક થઈ શકે છે એ તમે વિચારી પણ નથી શકતા.એરિજોન યુનિવર્સિર્ટી શોધકર્તાઓ દ્વારા કરવા આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે સ્માર્ટફોનમાં ટોયલેટ સીટથી 10 ગણા બેક્ટેરિયા જોવા મળે છે.

આપણે મળ ત્યાગ કરીને હાથ ધોઈએ છીએ. પરંતુ સ્માર્ટફોન સાફ કરવો આપણે ભૂલી જઈએ છીએ. તેને લીધે રોગ થવાં વાળા કીટાણુ અને બેક્ટેરિયા તેના પર રહી જાય છે. જે સરળતાથી સંક્રમણનું કારણ બની શકે છે. ત્યાર પછી ફોન પર ઉપલબ્ધ બેક્ટેરિયા અને વાયરસ તમારા શરીરના કેટલાક હિસ્સામાં સંપર્કમાં આવે છે.