સમસ્યા: આજથી ત્રણ વર્ષ પહેલાં જ મારા લગ્ન મારી જ્ઞાતિની છોકરી જોડે થયાં હતાં. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પરંતુ છ મહિનામાં જ પત્ની મને નપુંસક છે તેમ જણાવીને પિયર જતી રહી. છૂટાછેડાની પણ વાત ચાલે છે. આને કારણે મારી અને અમારા કુટુંબની પણ બદનામી થઇ ગઇ છે. સાહેબ, હકીકતમાં મારે આવી કોઇ જ તકલીફ નથી.
મારી તરફ મારા પોતાના કુટુંબીજનો પણ શંકાથી જોવા લાગ્યા છે. છોકરીવાળા કહે છે કે તમે અમારી જોડે છેતરપિંડી કરી છે. પરંતુ હકીકત જુદી છે. અમે લોકોએ ઘણીવાર સેક્સ માણેલું છે. તેના ફેમિલી ડોક્ટરો વીર્યની તપાસ કરાવવાની સલાહ આપે છે, જેના માટે હું તૈયાર છું. તો શું આ તપાસથી સાબિત થઇ શકશે કે હું પુરુષમાં જ છું?
ઉકેલ: ઘણીવાર છોકરીની ઇચ્છા વગર બળજબરીથી લગ્ન કરાવવાથી આવી સ્થિતિ ઊભી થાય છે. છૂટાછેડાના મોટાભાગના કિસ્સાઓમાં છોકરીવાળા છોકરા ઉપર દોષ નાખતા હોય છે અને છોકરાવાળા છોકરી ઉપર. આ બહુ વિચિત્ર સમસ્યા છે. બેડરૂમમાં શું થાય છે તેની ખબર પતિ-પત્ની સિવાય કોઇને જ હોતી નથી. માટે સાચું કોણ બોલે છે તે નક્કી કરવું અશક્ય બને છે. જોકે, હવે એક નિદાન છે, જેનું નામ ‘રિજિસ્કેન પ્લસ’ છે.
આના પરીક્ષણથી ખબર પડી જાય છે કે કોણ સાચું બોલે છે. ઉપરાંત દુનિયાની દરેક કોર્ટ પણ આના પરિણામને માન્ય રાખે છે. આ પરીક્ષણ માટે ઓછામાં ઓછી બે રાત તમારે હોસ્પિટલમાં રોકાવું પડે. જરૂર પડે તો ત્રીજી રાત પણ. આનાથી ખબર પડે છે કે એક રાતમાં તમને કેટલીવાર ઉત્તેજના આવે છે. વળી, કેટલા ટકા આવે છે તે વધારે અગત્યનું છે.
આમાં ખબર પડે છે કે ઇન્દ્રિયના ઉપરના ભાગમાં કેટલા ટકા અને નીચેના ભાગમાં કેટલા ટકા કડકપણું આવે છે. સાઠ કે તેનાથી વધારે ટકા આવેલું કડકપણું નોર્મલ ગણાય. જો આમ નથી થતું તો તેનું કારણ પણ જાણવા મળી શકે છે. આપના શરીરમાં એક ટીપું પણ જો વીર્ય ના હોય તો પણ આપ જીવનના છેલ્લા દિવસ સુધી જાતીય જીવન તો માણી જ શકો છો.
સવાલ- હું 28વર્ષની છું અમારા હમણાં જ 1 વર્ષ પેહલા મેરેજ કર્યા અમે હમણાં સંતાન નથી ઈચ્છતા તો રોજ કોન્ડોમ યુઝ કરીયે છે પણ મારા પતિને ડોટેડ કોન્ડોમ ગમે છે અને મને એક દમ સાદા ડોટ વગરના, હુ મારા પતિને કહી કહીને થાકી ગઈ છું તો પણ એ ડોટેડ કોન્ડોમ જ લઈને આવે તો હું શું કરું.
એક મહિલા( સુરત)
જવાબ- જી તમારે સંતાન હાલ પૂરતું ના જોઈતું હોય તો શું કોન્ડોન એકલો થોડી વિકલ્પ છે ?? તમે પિલ યુઝ કરી શકો છો, અત્યારે તો ઇન્જેક્શન પણ છે કે જે લઈને તમે 3 મહીના સુધી પ્રેગ્નન્સી ના રહે, કોપર ટી પણ માર્કેટમાં છે તો તમે એમાંથી પણ વીકલ્પ લઈને કોન્ડોમને સાઈડ મૂકી શકો છો.