સવાલ.હું 26 વર્ષની યુવતી છું લગ્નને એક વર્ષ થયું છે હું મારી સાસુથી બહુ હેરાન છું તે દરેક કામમાં ભૂલ કાઢે છે હું દરકાર નથી કરતી તો મારા પતિ એટલે કે તેમના દીકરાને મારા વિરુદ્ધ ચડાવે છે.
પતિ મને કશું કહેતા નથી પણ મને ડર લાગે છે કે જેવી રીતે તે મારા પતિને મારી વિરુદ્ધ ચડાવે છે તો મારા પતિનો મારા તરફનો પ્રેમ ઓછો થઈ જશે તો શું કરું?આમ પણ મારી સાસુનું મારી જેઠાણી સાથે પણ આવું જ વર્તન હતું એટલે તે લોકો જુદા થઈ ગયા પણ અમે તેમને છોડીને જુદા પણ જઈ શકીએ તેમ નથી.એક યુવતી (વેરાવળ)
જવાબ.તમારા પતિ તેમની માતાના વર્તનથી પરિચિત હશે. એટલે માતા ચાડી કરતાં હોવા છતાં પણ તેઓ કોઈ વિરોધ વ્યક્ત કરતા નથી તમારે એ વાતથી ખુશ થવું જોઈએ સાસુ દ્વારા તમારા કામમાં ભૂલો કાઢવામાં આવે છે તે વાતને લાગેવળગે છે ત્યાં સુધી તેમની ઇચ્છાનુસાર કામ કરવું જોઈએ છતાં પણ જો તેમનું વર્તન ના બદલાય તો તમે ખુશ રહેતાં શીખી જાઓ.
સવાલ.હું 33 વર્ષની નોકરી કરતી મહિલા છું અમારું દાંપત્યજીવન સુખશાંતિથી ચાલી રહ્યું હતું પણ એક બનાવને કારણે અશાંતિ ઊભી થઈ છે મેં અમારા ચાર વર્ષના બાળક માટે ૧૬-૧૭ વર્ષની કામવાળી છોકરી રાખી હતી.
એક દિવસ મેં મારા પતિનેતેની સાથે કઢંગી હાલતમાં જોઈ લીધા મને અચાનક આવેલી જોઈને પતિ ગભરાઈ ગયા પણ તે દિવસથી મારા પતિ પર મને વિશ્વાસ રહ્યો નથી મેં કામવાળીને પણ ખૂબ ધમકાવી નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરી ત્યારે તે રડવા લાગી કહે છે કે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય એકવાર માફ કરી દો મારે શું કરવું જોઈએ?એક મહિલા (અમદાવાદ)
જવાબ.તમારે તે છોકરીને નોકરીમાંથી કાઢી મૂકવી જોઈએ તમે કોઈ છૂટક કામ માટે કામવાળી રાખી શકો છે જે કામ કરીને જતી રહે બાળકને કોઈ પ્લેગુ્રપમાં મૂકી શકો છો આમ પણ બાળકની સ્કૂલે જવાની ઉંમર થઈ ગઈ હોય તો અડધો દિવસ તેનો સ્કૂલમાં જતો રહેશે અને બાકીનો સમય પ્લેગુ્રપમાં રહી શકશે.
સવાલ.હું 31 વર્ષનો છું અને મારી અનેક પાર્ટનર રહી છે તેમની સાથે સે-ક્સ કરતા સમયે મેં હંમેશા કોન્ડોમ પહેર્યું છે પરંતુ મારી હાલની ગર્લફ્રેન્ડ સાથે તેવું કરવામાં મુશ્કેલી પડી રહી છે તે મને ભાર દહીને કોન્ડોમ પહેરવા નથી.
દેતી તે કહે છે કે સે-ક્સ દરમિયાન કોન્ડોમ પહેરવાથી મળતો આનંદ ઓછો થઈ જાય છે હું તેની આ વાત પર વિશ્વાસ નથી કરતો કારણ કે મને લાગે છે કે હકીકતમાં પ્રેગનેન્ટ બનવા માગે છે.
જેથી અમે લગ્ન કરવા માટે મજબૂર બની જઈએ શું તેવું શક્ય છે કે જો પુરૂષ કોન્ડોમ ન પહેરે તો મહિલાને સે-ક્સમાં વધુ મજા નથી આવતી?એક યુવક(ડભાસી)
જવાબ.તમારી ગર્લફ્રેન્ડને તમારી મુશ્કેલી અંગે અને તમને લાગતા ડર અંગે જણાવો કોઈપણ સંબંધમાં ઈમાનદારી જરૂરી છે કેટલાક કિસ્સાઓમાં કોન્ડોમ ન પહેરવું ઘર્ષણનું કારણ બની શકે છે જેનાથી વધુ એક મુશ્કેલી ઊભી થઈ શકે છે.
તેની સાથે વાત કરો અને પૂછો કે શું તમે પ્રેગ્નેન્સીને રોકવાની અન્ય રીતો જેમ કે ગોળીઓ કે આઈયૂડી માટે તૈયાર છે કે નહીં આવા કિસ્સામાં પહેલા તમારી ગર્લફ્રેન્ડની સંમત્તી જરૂરી છે કારણ કે જો તે ઈચ્છતી હોય.
કોન્ડોમ વીના સે-ક્સ માટે અને તેને તેમાં સંતોષ મળતો હોય તો કરી શકાય પરંતુ તે પહેલા પ્રેગનેન્સીને લઈને તમારે ચોખવટ કરી લેવી જોઈએ એક વખત ચોખવટ કરવાથી બંને વચ્ચે સહમતી પણ સધાશે અને સંપૂર્ણ આનંદ સાથે સે-ક્સની મજા પણ માણી શકાશે પરંતુ બંને પક્ષે ચોખવટ જરૂરી છે્.
સવાલ.હું 26 વર્ષની એમએસસી પાસ યુવતી છું હું જ્યારે ઇન્ટરમાં ભણતી હતી ત્યારે મને મારા જ મહોલ્લામાં ક્લિનિક ચલાવતાં ડોક્ટર સાથે જે પરણેલા છે પ્રેમ થઈગયો હતો આ ક્રમ બે વર્ષ સુધી રહ્યો.
ત્યાર પછી મારે બીજા શહેરમાં જવું પડયું અને એ ક્રમ અહીં બંધ થઈ ગયો બીજા શહેરમાં મારી જિંદગીમાં એક મુસ્લિમ અધ્યાપક આવ્યા ફરીવાર અચાનક મારી મુલાકાત મારા પહેલાં પ્રેમી સાથે થઈ ગઈ હું હજુ પણ તેને પ્રેમ કરું છું પણ તે મારી અવગણના કરે છે હું બહુ પરેશાન છું. શું કરું?એક યવુતી (સોમનાથ)
જવાબ.ખરેખર તો તમે જે યુવકોની વાત કરી તેમાંના કોઈની સાથે તમને પ્રેમ નથી ખરું જોતાં તમારી આ એવી ઉંમર છે જ્યારે તમને કોઈ પુરુષ સાથીની જરુર છે એટલે આમતેમ ફાંફાં માર્યા વગર લગ્ન કરી લો