ખાવામાં ઊંઘની ગોળીઓ નાખી પતિને સુવડાવી પત્ની મનાવતી હતી પ્રેમી સાથે રંગરલીયા અચાનક થયું એવું જાણી ચોંકી જશો…..

0
651

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લ

ગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનાદ્વારકા વરવાળા ગામે શનિવારે રાત્રિનાં અગાશીમાં સૂતેલ અરવિંદ ભાઈની હત્યા 29 કિલોનો પત્થર મારી હત્યા નીપજાવાઈ હતી. બીજી તરફ ગણતરીનાં સમયમાં પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી દેતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. દ્વારકાનાં વરવાળા ગામે રહેતા હતા.

મજૂરી કામ કરતા અરવિંદ ભાઈ અસવાર 36 વર્ષનાંને તેમની જ પત્ની પૂનમ ઉંમર 28 અને પૂનમનાં પ્રેમી એવા એઝાઝ કાશમ ગજ્જન કરી હોવાનું સામે આવતા હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતુ.મૃતક અરવિંદ ભાઈને બે બાળકો એક નક્ષ ઉંમર પાંચ વર્ષ અને બીજો નવીન ઉમર11વર્ષનાં બે બાળકો હતા.

ત્યારે આ બે બાળકોની માતા એવી પૂનમે પહેલા મેં હત્યા કર્યાની કબુલાત નહોતી કરી. જો કે પોલીસે મોબાઈલ ફોન અને આસપાસના લોકો સાથે ખાનગી હકીકતો જાણી આ ભેદ ઉકેલ્યો હતો.

પોતાના જ બે માસુમ બાળકોને અનાથ કરનાર આ એઝાઝના પ્રેમમાં પાગલ પુનમે સહુ પ્રથમ ખોરાક માં ઘેનની ગોળીઓ નાખી પોતાના પતિ અરવિંદને જમાડ્યો હતો.

બાદમાં અરવિંદ નિંદ્રાધીન હતો ત્યારે મધરાત્રે પૂનમ અને તેના પ્રેમી એઝાઝ મળી અરવિંદનું કાસળ કાઢી નાખ્યું.હત્યા પ્રકરણમાં દ્વારકા પોલીસ એલસીબી એસ ઓ જી પણ કામે લાગી હતી.

પૂનમનો પ્રેમી એઝાઝ ગજજનને જામનગર નજીક ખાવડી થી પરત ફરતો હોવાની બાતમી મળતા ખાનગી વાહનોમાં વોચ ગોઠવી જડપી પાડ્યો હતો.

અંતે પોલીસે આ હત્યારા પ્રેમી પંખીડાને દ્વારકા કોવીડ ટેસ્ટ કરાવી બનાવનું રિહર્સલ પણ કરાવ્યું હતું. જેમાં આરોપી એઝાઝ ખંભાળિયાથી દ્વારકા રિક્ષા લઈ આવ્યો હતો. દ્વારકાથી રિક્ષા બદલાવી વરવાળા અડધી રાત્રે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

પૂનમનો સાથ લઈ પત્થર ઘા મારી નિર્મમ હત્યાને અંજામ આપી ભાગી છૂટયો હતો. જો કે SOG ટીમે આરોપી બહાર ક્યાંય ભાગે તે પહેલા જ દબોચી લીધો હતો.

પ્રેમી પંખીડા સામે દ્વારકા પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડ માંગવાની અને ચાર્જ સીટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પૂનમ અને એઝાઝ બનેની પ્રેમ કહાનીએ નાના બે બાળકોને અનાથ બનાવાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સમગ્ર જિલ્લા માં પોતાના જ બાળકોને અનાથ કરનારી પુનમ સામે ફિટકારની લાગણીઓ વર્ષી રહી છે.