વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરુકુલ રોડ સ્થિત હિમાલયા મોલના બીજા માળે સ્પા સેન્ટરની આડમાં ચાલતા રેકેટ પર બુધવારે ક્રાઈમ બ્રાન્ચ AHTUની ટીમે દરોડો પાડ્યો હતો. સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહકો મોકલીને પંચોની હાજરીમાં પેડલિંગ પ્રવૃત્તિ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે સ્પા સેન્ટરમાં હાજર છ યુવતીઓના નિવેદન નોંધ્યા બાદ મેનેજર ગબ્બરસિંગની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મુખ્ય આરોપી ગબ્બરસિંગ શિવદયાલસિંગ, 302-આલાપ એપાર્ટમેન્ટ, ભાઈકાનગર, થલતેજ છ યુવતીઓને વેશ્યાવૃત્તિ માટે સ્પા સેન્ટર લઈ આવ્યો હતો.
આરોપી દરરોજ સવારે 11.30 થી રાત્રે 9 વાગ્યા સુધી યુવતીઓને સ્પા સેન્ટરમાં હાજર રાખતો હતો. આરોપી રાત્રે આ યુવતીઓને ગ્રાહક દીઠ એક હજાર રૂપિયાની રકમ આપતો હતો.
પોલીસે યુવતીઓના નિવેદન તેમજ ડમી ગ્રાહકે આરોપી સાથે દેહ વિક્રયની પ્રવૃત્તી અંગે થયેલા સોદા પેટે આપેલી રૂ.૫૦૦ની બે નોટ કબ્જે લઈ ગુનો દાખલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની AHTU ટીમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ માટે કાગળો સોંપ્યા હતા.
આવોજ એક બીજો કિસ્સો,ઉત્તર પ્રદેશના નોઈડામાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સે-ક્સ રેકેટ ઓનલાઈન બુકિંગ દ્વારા ચાલતું હતું. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે બે યુવતીઓને પણ રેસ્ક્યૂ કરી છે અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે.
ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરના નોઈડામાં Anti-Human Trafficking Unit (AHTU) અને સેક્ટર 58 પોલીસે સોમવારે ઓનલાઈન બુકિંગ દ્વારા ગેરકાયદેસર દેહવેપાર કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે.રેકેટ ચલાવતી ગેંગ પાસેથી બે કાર પણ મળી આવી છે. જેનો ઉપયોગ દેહ વેપાર માટે થતો હતો. આ સિવાય પોલીસને બે મોબાઈલ ફોન અને નવ હજાર રૂપિયા કેશ મળી આવ્યા છે.
Additional Deputy Commissioner of Police(ઝોન પ્રથમ) રણવિજય સિંહે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો મુરાદાબાદના ભુનેશકુમાર અને મુઝફ્ફરનગરના મોહમ્મદ રઝાઉલ્લા છે. બંને દિલ્હીમાં રહીને ગેંગ ઓપરેટ કરતા હતા. પોલીસના જણાવ્યાં મુજબ નોઈડામાં એવી અનેક ગેંગ છે.
જે ઓનલાઈન બુકિંગ કરીને દેહ વેપાર ચલાવે છે એવી સૂચના મળી હતી. ત્યારબાદ AHTU અને પોલીસની ટીમે પ્લાન તૈયાર કર્યો અને નકલી ગ્રાહક બની આરોપીઓનો સંપર્ક કર્યો. ત્યારબાદ આપેલ એડ્રસ પર પહોંચીને બંને આરોપીઓને દબોચી લીધા.
આરોપીઓ ગરીબ યુવતીઓને પૈસાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતા હતા અને તેમની પાસેથી દેહ વેપાર કરાવતા હતા. ત્યારબાદ જે પૈસા મળે તેમાંથી કમિશન પેટે તગડી રકમ પડાવી લેતા હતા. ગેંગમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્યો ગૂગલ સાઈટ અને વોટ્સએપ નંબર દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા અને ડીલ નક્કી થયા બાદ યુવતીઓને મોકલતા હતા. આરોપીઓએ કબૂલ્યું છે કે યુવતીઓને તેઓ પોતે ગ્રાહકોએ આપેલા એડ્રસ પર લઈ જતા અને આસપાસ જ હાજર રહેતા. ડીલ નક્કી કરવા માટે ગ્રાહકોનું એક ગ્રુપ પણ બનાવી રાખ્યું હતું.
આ ઉપરાંત બાઈકથી પણ યુવતીઓને મોકલી અપાતી હતી. જે યુવતીઓને પોલીસે રેસ્ક્યૂ કરી છે તેમાંથી એક બુલંદશહેરની અને બીજી ગાઝિયાબાદની છે. યુવતીઓના જણાવ્યાં મુજબ હાલ તે બંને યુવતીઓ પતિથી અલગ રહે છે અને પૈસાની લાલચમાં આ ધંધામાં આવી ગઈ.
પોલીસ અધિકારી રણવિજય સિંહના જણાવ્યાં મુજબ પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે દિલ્હી અને નોઈડા સહિત અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીનીઓને પેસાની લાલચ આપીને આ કામમાં જોડાવવા માટે કહેવાતું હતું. પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે બદમાશોએ કેટલી વિદ્યાર્થીનીઓને પોતાની જાળમાં ફસાવી હતી