હું 20 વર્ષની યુવતી છું મને જ્યારે પણ માસિક આવે છે ત્યારે મારું મૂડ ખુબજ ખરાબ થઈ જાય છે હું શું કરું…

0
816

સવાલ.માસિક સ્ત્રાવ થતો હોય તે દિવસોમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી જવાની શક્યતા ખરી?જવાબ.હા માસિકસ્ત્રાવના દિવસોમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી જવાની શક્યતા છે જો કે આવી શક્યતાના ટકા ઘણા જૂજ છે છતાં તેવી શક્યતા નકારી ન શકાય સમાગમ પછી વીર્યસ્ત્રાવમાં જે વીર્યજંતુઓ ફેંકાયા હોય તે જનન માર્ગમાં અવયવોમાં આઠ દિવસ સુધી સ-જીવ ટકી રહેવાની શક્યતા છે તેથી તેટલા દિવસો સુધીમાં જો સ્ત્રીનું બીજ રપ્ચર થઈને બીજનલિકામાં પડે અને સંજોગોવશાત બાયચાન્સ તે બીજ અને વીર્યજંતુનો સંયોગ થાય તે સ્ત્રીને ગર્ભાધાન થાય.

સવાલ.હું એક યુવતી છું મારો ચહેરો બહુજ સુંદર છે પણ સ્તન ઘણાબધા નાના હોવાથી જાણે સુંદરતા પર ગ્રહણ લાગી ગયું છે બહેનપણીઓને જોઈને લઘુતાગ્રંથી પણ અનુભવું છું મારી મમ્મીની પણ આ જ સમસ્યા રહેલી છે એમના સ્તન પણ ખુબજ નાના છે.કોઈ ઉપાય બતાવશો

જવાબ.તમારો શારી-રિક બાંધો અને નાકનકશો વગેરેનો ઘણો ખરો આધાર તમારા માતા-પિતાના જીન્સ પર રહેલો હોય છે સ્તનના આકારને પણ આ જ વાત લાગુ પડતી હોય છે તમારો આકર્ષક ચહેરો પણ એનું જ એક પરિણામ છે.

તમારા સ્તન તમે ઈચ્છો છો એટલા ઉન્નત અને સુડોળ ન હોય શકે તો એને કોઈ ખામીના રૂપમાં લેવાને બદલે એનો સહજતાથી સ્વીકાર કરવો જોઈએ કોઈ અભિનેત્રી નૃત્યાંગના કે સેક્સસિમ્બોલ માટે ઉન્નત સ્તન જરૂરી પણ હોઈ શકે છે પણ સામાન્ય મહિલા માટે એ જરૂરી હોતુ નથી.

આથી સ્તન નાના હોવાની બાબતે મનમાં લઘુતાગ્રંથિ ન જ રાખો વ્યાયામ દવા માલિશ વગેરેથી સ્તનનું કદ વધારી શકાતું જ નથી કોસ્મેટિક સર્જરીથી સ્તન સુડોળ થઈ શકે છે પણ તમે એ ચક્કરમાં ના પડો એ જ તમારા માટે સારું છે.

સવાલ.હું એક અપરિણીત અને હૃદયરોગનો દર્દી છું નેપાળમાં જ રહું છું આજ સુધી તો મારા દેશમાં જ તેનો ઈલાજ કરાવતો રહ્યો હતો પણ કશો જ ફાયદો થયો નથી મને લાગે છે કે કદાચ ઓપરેશન કરાવ્યા પછી જ મને સારું થશે એ માટે ભારત પણ આવવા માગું છું કોઈ સારા હૃદયરોગ નિષ્ણાતનું સરનામું અને સારવારના ખર્ચ વિશેની માહિતી આપવા વિનંતી છે.

જવાબ.તમને હૃદયની કયા પ્રકારની બીમારી થયેલી છે તે વિશેની પૂરી વિગતો અને અત્યાર સુધીમાં લીધેલી સારવારની માહિતીની નકલો પણ સાથે મોકલી હોત તો અમે એ માટેના નિષ્ણાત ડોક્ટરની અને સારવારની તેમ જ ખર્ચની માહિતી આપી શકતા હોત પણ આ બધાના અભાવે હાલ પૂરતું એટલું ચોક્કસ કહી જ શકાય છે કે સારવાર માટે ભારત આવો તો કોઈપણ મોટા શહેરમાં તમને હૃદયરોગના નિદાન અને સારવારની અનેક સગવડ મળી જ શકે છે મોટી મોટી હોસ્પિટલોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં જ સાધનો હોવાથી સફળ ઈલાજ અને સારવાર તમે મેળવી શકો છો.

સવાલ.હું એક બેંક કર્મચારી છું સામાન્ય પુરુષો કરતાં મારી છાતીનો ઉભાર બહુ જ વધારે છે આના કારણે હું મિત્રોમાં હાંસીપાત્ર બની જાવ છું અને કોઈની સામે ખુલ્લી છાતી રાખતા કે ગંજી ટી-શર્ટ પહેરતાં શરમ પણ અનુભવું છું જ્યારે જોગિંગ કરું છું ત્યારે પણ ખુબજ અટપટું લાગે છે. એટલે મેં જોગિંગ કરવાનું પણ બંધ કરી દીધું છે હજી હું અપરિણીત જ છું મારે શું કરવું જોઈએ?

જવાબ.કેટલાક પુરુષોમાં એસ્ટ્રોજન હોર્મોનનુ લેવલ થોડુંક પણ વધારે હોય તો એમની છાતી સામાન્ય પુરુષો કરતાં વધી જ જાય છે આ વિકારને ગાઈનેકોમેજિયા કહેવાય છે આ માટે તમે કોઈ યોગ્ય સર્જનને પણ મળી શકો છો ઓપરેશનથી બિનજરૂરી ઉભાર કાઢી પણ શકાય છે ગાઈનેકોમેજિયા દૂર કરવા માટે કેટલીક દવાઓ શોધાઈ ગઈ છે પણ તેની આડઅસરો એટલી ચિંતાજનક હોય છે.

સવાલ.હું 20 વર્ષની યુવતી છું અને મને માસિક આવે છે અને આવા ટાઈમમાં મારુ મૂળ ખૂબ જ ખરાબ થઇ જાય છે હું શું કરું?જવાબ.માસિક ઓછું આવવું કે વધુ આવવું એ મહિલાના શરીરના હોર્મોન ઉપર આધારિત હોઈ છે અને આ માટે તમે નજીકના ગાયનેકોલોજિસ્ટ માટે આવે છે.

સવાલ.હું એક પરિણીતા તથા બે બાળકોની માતા પણ છું લગ્ન પહેલા એક યુવકને પ્રેમ કરતી હતી પરંતુ સંજોગોવશાત્ અમારાં લગ્ન ન થઈ શક્યાં હતાં તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા પણ લઈ લીધા છે તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ ગઈ હતી મેં એને ખૂબ સમજાવ્યો હતો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી છતાં એ માનતો જ નથી હું મારા પતિ સાથે ખૂબજ સુખી છું મને સમજાતું નથી કે હું શું કરું.

જવાબ.લગ્ન પછી તમારા પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે ખૂબજ જોખમકારક છે ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો જ હોય તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી જ દો અને એની સાથે ભવિષ્યમાં કોઈપણ જાતનો વ્યવહાર રાખશો પણ નહીં એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત રહેલુ છે.

સવાલ.હું એક ખાધેપીધે સુખી ઘરની યુવતી છું અને એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો એ એન્જિનીયર છે પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે મારાં માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પણ પાડે છે અમે એકબીજાને ખુબજ પસંદ કરીએ છીએ તો હું શું કરું?એક યુવતી

જવાબ.દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છતા હોય છે ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે તે બાબત તેમના માટે ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે તમારા માતા-પિતા એ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો તો તમે તમારાં વડીલોને સમજાવી લગ્ન માટે રાજી પણ કરી શકો છો નહીંતર તમારાં માતા-પિતા જેની સાથે તમારાં લગ્ન કરાવે એમાં જ તમારું હિત રહેલુ છે.

સવાલ.હું જે યુવકને ચાહું છુ એ સરકારી નોકરી કરે છે અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી હતી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં હતાં.જોકે મેં એની સાથે બોલવાનું કે મળવાનું પણ બંધ કરી દીધું છે, પણ હું એના વગર હવે રહી શકતી જ નથી. તો હું શું કરું? એક યુવતી

જવાબ:ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી તમે જીવનમાં આગળ કેવી રીતે આવી શકશો?વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જ જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે એક પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર પણ નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં જ તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાંની ભલાઈ રહેલી છે.