સવાલ.હું 34 વર્ષની વિધવા છું મારે એક બેબી છે મને મારા પતિની જગ્યા પર નોકરી મળી છે હું એક પરિણિત સહકાર્યકર પુરુષને પ્રેમ કરું છું અને અમે બન્ને ૧૫-૨૦ દિવસે એકાંતમાં મળીએ છીએ હું એના સુખી સંસારમાં આગ લગાડવા નથી ઇચ્છતી છતાં એના વિના રહી નથી શકતી શું કરવું?એક સ્ત્રી (ચોટીલા).
જવાબ.તમારા પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે તમે જાણી જોઈને અપરાધ કરી રહ્યાં છો એ પરિણીત પુરુષનો પ્રેમ નથી વાસના છે એ તમારી લાગણી સાથે રમત રમી રહ્યો છે તમે પગભર છો માટે તમારી દીકરીના ઉછેર તરફ ગંભીરતાથી ધ્યાન આપો.
અને જીવનસાથીની ઉણપ સાલતી હોય તો કોઈ વિધુર અથવા છૂટાછેડા લીધેલ પુરુષ સાથે પુનર્લગ્ન કરી નાખો તમે વહેલી તકે તે પરિણીત પુરુષને મળવાનું બંધ કરી દો એમાં જ બન્નેનું અને બન્નેના પરિવારનું હિત છે.
સવાલ.મારી ઉંમર 22 વર્ષ છે હું મારી એક સંબંધી યુવતીને પ્રેમ કરતો હતો પણ અમારાં લગ્ન થવાં અશક્ય હતાં હાલમાં અમે બન્ને વિવાહિત હોવા છતાં પોતપોતાના જીવનસાથીથી અસંતુષ્ટ છીએ અમે બન્ને હજી પણ ઘણી વાર ફોન પર વાત કરીએ છીએ શાંતિ મેળવવા શું કરું?એક યુવક (બગોઈસ)
જવાબ.હવે તમે બન્ને પરિણીત હોવાથી જે વાસ્તવિકતા છે તે સ્વીકારી લો તમારા બન્નેના પરિવાર તથા જીવનસાથીથી સંતુષ્ટ રહેવાની કોશિશ કરો.
સવાલ.હું બારમા ધોરણમાં અભ્યાસ કરતી 18 વર્ષની વિદ્યાર્થિની છું હું જીવનથી એટલી બધી કંટાળી ગઈ છું કે ગૃહ ત્યાગ કરવા ઇચ્છું છું કોઈ મહિલાઆશ્રમ કે અનાથાશ્રમનું સરનામું જણાવશો જ્યાં શાંતિથી રહી શકું.એક કન્યા (સુરત)
જવાબ.સમસ્યાઓથી ગભરાઈને ગૃહત્યાગ કરવામાં સમજદારી નથી ઘર છોડવાથી સમસ્યાઓનો અંત નહીં આવે પણ તેમાં વધારો થશે. આથી આવું કોઈ અવિચારી પગલું ભરશો નહીં.
સવાલ.અમારા લગ્નને એક વર્ષ થયું મારા પતિની ઉંમર ૨૭ વર્ષની છે તેઓ લગ્નની શરૂઆતથી જ કમરના દર્દથી પીડાય છે આ દુખાવો દરરોજ પરોઢિયે શરૂ થાય છે અને દિવસ ચઢતાં આપોઆપ ઘટતો જાય છે.
આને કારણે તેઓ સહવાસનો આનંદ લઈ શકતા નથી આ અગાઉ કેટલાંક મહિનાઓ સુધી તેમને હસ્તમૈથુનની ટેવ હતી શું એ કારણ તેમને આ રોગ થયો હશે?એક પત્ની (મુંબઈ)
જવાબ.તમે તમારા પતિને હાડકાંના કુશળ ડોક્ટરને બતાવો તો સારું વ્યવસ્થિત ડોક્ટરી તપાસ પછી જ તેમની કમરના દુખાવાનું નિદાન થઈ શકશે એક વાત સ્પષ્ટ છે કે શરીરમાં દુખાવા સાથે હસ્તમૈથુન કંઈ જ સંબંધ નથી હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી અને આ એક તદ્ન સામાન્ય ક્રિયા છે.
સવાલ.હું ૨૪ વર્ષની પરિણીતા છું લગ્ન પહેલાં મારા પતિને હસ્તમૈથુનની કુટેવ હતી કદાચ આ કારણસર જ એમની જનનેન્દ્રિયમાં સ્પોન્જીસનેસ નથી રહી તથા અંગ નાનું અને પાતળું થઈ ગયું છે આથી સમાગમ સુખ મળતું નથી એમણે શું કરવું જોઈએ?એક પત્ની (રાજકોટ)
જવાબ.હસ્તમૈથુન અસાધારણ કે નુકસાનકારક ક્રિયા નથી આપણા સમાજમાં તેના વિશે જાતજાતના ભ્રમ ફેલાયેલા છે પરંતુ તેનાથી પુરુષની જનનેન્દ્રિય પર કોઈ પ્રકારની પ્રતિકૂળ અસર થતી નથી પતિ-પત્ની બંને જાતીય સુખ વિશે વ્યવહારિક જાણકારી આપે.
તેવું સારું સાહિત્ય વાંચો આ માટે બે સારાં પુસ્તકો છે માસ્ટર અને જોન્સનનું સે-ક્સ મેન્યુઅલ તથા કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ આમ છતાં જો સમસ્યાનો ઉકેલ ન મળે તો કોઈ પ્રશિક્ષિત મનોચિકિત્સકની સલાહ લઈ શકો.
હા ભૂલે ચૂકેય બોગસ સેક્સોલોજિસ્ટ ના લફરામાં ફસાતાં નહીં આ સમસ્યા મનોવૈજ્ઞાાનિક છે અને યૌન ટેક્નિક સાથે સંકળાયેલી છે તમે બંને સાથે મળીને જ આનો ઉકેલ શોધી શકો એમ છે.
સવાલ.હું 23 વર્ષની યુવતી છું મારા સગા મામાના દીકરાને ચાહું છું અમે બન્ને લગ્ન કરવા માગીએ છીએ જોકે કુટુંબીજનોને અમારા પ્રેમ વિશે ખબર નથી તેઓ આ લગ્ન માટે સંમત નહીં થાય તે તો સ્પષ્ટ છે જ્યારે હું કુટુંબીજનોની મંજૂરીથી લગ્ન કરવા ઇચ્છું છું મારે શું કરવું?એક યુવતી (નવસારી)
જવાબ.હિન્દુ લગ્ન કાયદા અનુસાર આ લગ્ન કાયદેસર ગણાશે નહીં આથી તમે તમારા પ્રેમસંબંધો પર અહીંથી જ પૂર્ણવિરામ મૂકી દો તો વધારે સારું.
સવાલ.તાજેતરમાં મારી મરજી વિરુદ્ધ મારાં લગ્ન થયાં હતાં જાતીય જીવનની બાબતોમાં હું બિનઅનુભવી હતો અને મેં જ્યારે મારી પત્ની સાથે સં-ભોગ કરવાની કોશિશ કરી ત્યારે તે પ્રયાસ નિષ્ફળ ગયો.
મારી પત્ની સાથે સંભોગ કરતાં મને પીડા તથા બેચેની લાગી. પછીથી મને ખબર પડી કે મારા શિશ્નની બહારની ચામડી પૂરેપૂરી ખેંચાઈ ગઈ હતી હું તેની સાથે સંભોગ ચાલુ ન રાખી શક્યો.
હકીકતમાં તે દિવસે બીજી વાર મારું શિશ્નોત્થાન પણ થયું નહીં ત્યાર પછી મને પેશાબ કરવામાં કોઈ તકલીફ પડી નથી અને મેં નોર્મલ રીતે હસ્તમૈથુન પણ કર્યું છે પરંતુ મારી પત્ની સાથે સંભોગ કર્યો નથી આને પરિણામે અમારા લગ્નજીવનમાં ભારે તનાવ સર્જાયો છે.એક પતિ (ભરૂચ)
જવાબ.તમે તમારા શિશ્ન પરની ત્વચા પાછી ખેંચવામાં તકલીફ અનુભવતા હો એમ લાગે છે તમને બાળપણમાં એ કઈ રીતે કરવું તે શીખવાડયું હોત તો સારું થાત કારણ કે ઉપલી ત્વચા પાછી ખેંચવી અને પછી શરીરના બીજા કોઈ પણ ભાગની માફક સાબુ.
તથા પાણીથી શિશ્ન ધોઈ નાખવું તે પુરુષના આરોગ્ય માટે મહત્ત્વનું છે મારું સૂચન છે કે તમે શિશ્ન પર તેલ લગાડીને તેના પરની ત્વચા પાછી ખેંચવાની કોશિશ કરો.
જો તમે થોડાક દિવસ આમ કરશો તો સં-ભોગ દરમિયાન પીડા નહીં થાય તેનાથી સંભોગની ક્રિયા વધારે આરામદાયક લાગશે તેમ છતાં જો પીડા ચાલુ રહે તો તમારા સર્જ્યનને મળવું જોઈએ અને ત્વચા કઢાવી નાખવી જોઈએ.