હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે.તુલસીને દરરોજ પાણી ચઢાવવું, સાંજે તુલસી ના છોડ નીચે દીવા પ્રગટાવવા, તુલસી ખાવી અને તેની માળા પહેરવી જેવી ઘણી બાબતો ભારતીય પરંપરા નો મહત્વપૂર્ણ ભાગ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તુલસીના ઘણા ફાયદાઓ છે.
આજે આપણે તુલસી ને લગતા આવા જ એક ફાયદા વિશે વાત કરી રહ્યા છીએ જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે.હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.
આ જ કારણ છે કે વાસી થયા બાદ પણ તુલસીના પાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ સિવાય તુલસીની માળાને લોકો ગળામાં ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની માળાને કેમ પહેરવામાં આવે છે.
તુલસીની માળાને લઇને માન્યતા છે કે જે આ માળા પહેરે છે તેને નર્કનો ત્રાસ સહન કરવો પડતો નથી. આ સાથે તુલસીની માળા ધારણ કરનારા લોકોને સ્વર્ગમાં સ્થાન મળે છે.
આ સિવાય જન્મ-મરણના ચક્કરમાંથી પણ મુક્તિ મળે છે. કહેવાય છે કે તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી દરેક તીર્થોનું ફળ મળે છે. આ જ કારણ છે કે જે લોકો ભગવાન કૃષ્ણના ભક્ત હોય છે, તેઓ તુલસીની માળા ધારણ કરે છે.
તુલસીની માળા પહેરનારા લોકોએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ પડે છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ માળાને ધારણ કરે છે તેમણે માંસાહાર ભોજન ના કરવુ જોઈએ. એટલું જ નહીં, તુલસીની માળા ધારણ કરનારા લોકોએ લસણ-ડુંગળી પણ ના ખાવા જોઈએ.
કારણકે લસણ-ડુંગળી અને માંસાહારી વ્યંજનોને તામસિક માનવામાં આવે છે. એવામાં ભગવાનની ભક્તિમાં અડચણ ઉભી થાય છે. બીજી તરફ તુલસીની માળા કરવાથી ભગવતી અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવતો નથી. તુલસીની માળા પર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ મનાય છે.
તુલસી માળા પહેરવાના કેટલાક નિયમો.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે બુધ અને ગુરુ ગ્રહો તુલસીની માળા પહેરીને શક્તિશાળી હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે તુલસીની માળા પહેરતા પહેલા તેમાં ગંગા જળ અને ધૂપ બતાવવી જોઈએ.
તુલસીની માળા પહેરતા પહેલા મંદિરમાં જઇને શ્રીહરિની પૂજા કરવી જોઈએ.તુલસીના માળા પહેરનારા લોકોએ ડુંગળી અને લસણ ન ખાવા જોઈએ.જે લોકોએ તુલસીની માળા પહેરી છે તેઓએ પણ નોન-વેજ ખોરાક ન ખાવું જોઈએ.
શ્યામા તુલસીની માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે. પરિવારમાં અશાંતિ હોય તો તે પણ દૂર થાય છે.શ્યામા તુલસીની માળા ધારણ કરવાથ ભૌતિક સુખમાં વધારો થાય છે.
રામા તુલસીની માળા ધારણ કરવી હોય તો તેને સોમવાર, ગુરુવાર કે બુધવારના રોજ ધારણ કરવી. પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરવી અને પછી જ ધારણ કરવી.
જો તમે તુલસીની માળા ધારણ કરો તો સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. કારણ કે આ માળા ધારણ કરનારનું જીવન પણ સાત્વિક હોવું જરૂરી છે તો જ તેનાથી લાભ થાય છે.
તુલસીની માળા જમણા હાથમાં પણ ધારણ કરી શકો છો. જો કે નિત્ય ક્રિયા કરતાં પહેલા તુલસીની માળા ઉતારવી જરૂરી છે.
જો ઘરમાં કોઈને કમળો થયો હોય તો તુલસીની માળા તેને અચૂક પહેરાવો. તુલસીમાં એટલી શક્તિ હોય છે કે તેનાથી કમળો પણ મટી જાય છે. તુલસીની માળા સૂતક કાળમાં ઉતારી દેવી જોઈએ. ફરીથી તેને ધારણ કરવી હોય ત્યારે ગંગાજળ છાંટી અને ધૂપ કરી પહેરી લેવી.