રામ ભક્ત હનુમાન ખુબ દયાળુ છે. તેઓ હંમેશા પોતાના ભક્તોની મદદ માટે અડગ રહે છે. પરંતુ તેમ છતાં ભગવાન હનુમાનની કૃપા પોતાના પર અને પોતાના પરિવાર પર બની રહે તે માટે કેટલાક નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હનુમાનજીને કળયુગ ના સર્વશક્તિમાન દેવતા માનવામાં આવે છે. હનુમાનજી પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ ને તરત જ પૂર્ણ કરી દેતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી પરિસ્થિતિઓ વિષય કે જેની અંદર ક્યારેય પણ ભૂલથી પણ ભગવાનની પૂજા ન કરવી જોઈએ.
જો તમે કાળા અથવા તો સફેદ રંગનાં વસ્ત્રો ધારણ કર્યા હોય તો ભૂલથી પણ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. આમ કરવાથી તે પૂજાનો નકારાત્મક પ્રભાવ તમારા ઉપર પડે છે.
જો કોઈપણ વ્યક્તિએ માસ અથવા તો મદિરાનું સેવન કર્યું હોય તો પણ ભૂલથી પણ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. કેમ કે, આમ કરવાથી હનુમાનજી અતિ કોપાયમાન થાય છે. જે તમારા માટે અનેક પ્રકારના વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે.
જો તમારું મન અશાંત હોય અને તમે ગુસ્સામાં હોવ તે સમયે પણ ક્યારેય ભગવાન હનુમાનજીની પૂજા ન કરવી જોઇએ. ભગવાન હનુમાન શાંતિપ્રિય દેવ છે. અને આથી જ ક્રોધ અને અશાંત મને ક્યારેય પણ ભગવાન હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.
કેમ કે, આમ કરવાથી તમને તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી.હનુમાનજીની પૂજા કરતી વખતે હંમેશાં એ માટે આસપાસ સાફ-સફાઈ અને પવિત્રતા જાળવી રાખવી જોઈએ. ખોટા વિચારો ની સાથે હનુમાનજીની પૂજા કરવાથી ક્યારેય પણ તેનું ફળ પ્રાપ્ત થતું નથી.
હનુમાનજીની ઉપાસનામાં શુદ્ધતાનું ખૂબ મહત્વ હોય છે. નહાયા પછી જ સ્વચ્છ કપડાં પહેરો. જો શક્ય હોય તો, કોઈએ આ દિવસે કોરાં અથવા નવા કપડાં પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળા કપડા પહેરીને આ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. હનુમાનજીને લાલ રંગ ખુબ પ્રિય છે. જેથી પૂજા કરતી વખતે લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે. આ સિવાય બ્રહ્મચર્યનું પણ પાલન કરો.
આમ તમે પણ આ પરિસ્થિતિઓની અંદર જો ભૂલથી પણ હનુમાનજીની પૂજા કરો તો તેના કારણે તે પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. ઉલ્ટાના હનુમાનજી તમારા ઉપર કોપાયમાન થાય છે. આથી હંમેશાં એ માટે સાફસુથરા, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી હનુમાનજીને સાચા મનથી ધ્યાન ધરી અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
આમ કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહે છે અને તમે પણ તેનું યોગ્ય ફળ પ્રાપ્ત કરી શકો છો.હનુમાન જયંતિ પર માંસ અથવા મદિરાનું સેવન ન કરો.
જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તો પછી કોઈ પણ સંજોગોમાં આ બાબતોથી દૂર રહો. જો તમે ઉપવાસ નથી કરતા, તો પણ તમારે માંસ અને દારૂ છોડી દેવો જોઈએ. આ વસ્તુઓનું સેવન કર્યા પછી, ન તો ભગવાન હનુમાનની પૂજા કરો કે ન તો તેમના મંદિરની મુલાકાત લો.
જો સુતક હોય તો ન ઉપવાસ રાખો કે ન હનુમાનજીની પૂજા ન કરો. ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ ઘરમાં મૃત્યુ પામે છે અથવા બાળકનો જન્મ થાય છે, ત્યારે સૂતક શરૂ થાય છે. સુતક દરમિયાન ભગવાનની પૂજા કરવાની મનાઈ છે.એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન બ્રહ્મચારી હતા અને મહિલાઓના સ્પર્શથી દૂર રહેતા હતા.
માન્યતા અનુસાર, હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓએ આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ:ખરાબ સમયમાં જે ભક્ત હનુમાન નામનો જાપ કરે છે તેની તમામ મુશ્કેલીઓ પુરી થઈ જાય છે. જે હનુમાન ભક્ત નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે બજરંગબલી તેના પર હંમેશા પોતાની કૃપા વરસાવતા રહે છે.
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અને સાંભળવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની જાગૃતિ થાય છે.જે ભક્ત પ્રત્યેક મંગળવારે વ્રત અને હનુમાનજીની વિશેષ પૂજા-આરાધના કરે છે તેના પર સદાય હનુમાનજીની કૃપા પ્રાપ્ત રહે છે.
મંગળવાર ઉપરાંત શનિવાર નો દિવસ પણ બજરંગબલીનો દિવસ માનવામાં આવે છે. શનિદેવને બજરંગબલીએ યુદ્ધમાં હરાવ્યા હતા. ત્યારે શનીએ આશીર્વાદ આપ્યો હતો કે જે વ્યક્તિ શનિવારના દિવસે હનુમાનજી ની પૂજા કરશે તેના પર શનિની ખરાબ દ્રષ્ટી નહીં લાગે.
જે ભક્ત હનુમાનજીની પૂજામાં તુલસીના પાંદડાનો ઉપયોગ કરે છે તેના જીવનમાં તેને સુખ, સમૃદ્ધિ, વૈભવ અને પ્રગતીની પ્રાપ્તી થાય છે.જેના ઘરે નિયમિત રૂપથી હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ અને રામચરિતમાનસનો પાઠ થતો રહે છે તેને હંમેશા હનુમાનજીની કૃપા મળતી રહે છે.
જ્યારે પણ હનુમાન ચાલીસાના પાઠ કરો તો મહિલાઓએ પોતાનું માથું ઉઘાડું ન રહેવા દેવું. એટલે કે માથા ઉપર કાંઈક ઓઢી લેવાનું છે.
માથું ઢાંકીને પૂજા પાઠ કરવા એ હનુમાન ચાલીસા વાંચવાની એક સારી ટેવ છે. તેનાથી એ ફલિત થાય છે કે તમે ભગવાનને માન સન્માન આપી રહ્યા છો અને પુરા સન્માન સાથે તમે તેમની આરાધના કરી રહ્યા છો. એટલા માટે હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે માથું હંમેશા ઢાંકો.
મહિલાઓ સાથે સમસ્યા એ રહે છે કે તેમની ઉપર ઘરની ઘણી બધી જવાબદારીઓ રહે છે, તે ઉપરાંત તેમના ઘરમાં સૌથી વધુ લોકો સાથે લડાઈ ઝગડા થતા રહે છે. ખાસ કરીને સાસુ, દેરાણી જેઠાણી, ભાભી નણંદ બધામાં અંદર અંદર ઘણું ઓછું બને છે.
આવી સ્થિતિમાં તેમના મનમાં ગુસ્સો કે કડવાશ વધુ રહે છે. પરંતુ જયારે તમે હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પૂજામાં કેન્દ્રિત હોવું જોઈએ. પાઠ દરમિયાન તમારા મનમાં કોઈ પણ ખરાબ વિચાર કે નેગેટીવીટી ન લાવો.
જો તમે એમ કરો છો તો તમારે તેના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે તમે જમીન ઉપર ન બેસો.
તેના માટે કોઈ આસન, ચટ્ટાઈ કે પાટલાનો ઉપયોગ કરો. તેનું કારણ એ છે કે દરેક ઘરની જમીનમાં નકારાત્મક એનર્જી છે અને તમે જમીનના સીધા સંપર્કમાં રહીને પાઠ કરો છો તો તે નેગેટીવ ઉર્જા તમારી અંદર પણ સમાઈ શકે છે. આ નકારાત્મક ઉર્જા સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા યોગ્ય નથી.
જો તમે મંગળવાર ના દિવસે સંકટ મોચન મહાબલી હનુમાનજીની પૂજા-પાઠ કરી રહ્યા છો. તો તમે પૂજા સ્થળે હનુમાન યંત્ર ને સ્થાપિત કરો અને કાયદેસર રીતે તેની પૂજા કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન યંત્ર સ્થાપિત કરીને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આવું કરવાથી વ્યક્તિ ને ખૂબ જ જલ્દી શુભ પરિણામ મળી શકે છે અને હનુમાનજી પણ વ્યક્તિ થી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. જો તમે આ કરો છો તો તેનાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે મંગળવાર ના દિવસે હવન ન કરો. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવાર ના દિવસે હવન કરવાની મનાઈ છે.
જો તમે મંગળવાર ના દિવસે હનુમાનજીને લાલ રંગનો રૂમાલ અર્પિત કરો છો, તો તેનાથી તમારા બગડેલ કામ બનશે. જો તમે મંગળવાર ના દિવસે હનુમાનજીની પૂજા માં અર્પણ કરવાની સાથે-સાથે લાલ રંગનો રૂમાલ પ્રસાદ તરીકે અર્પણ કરો છો અને આ રૂમાલ ને કોઈ મહત્વના કામ પર જતી વખતે તમારી સાથે લઈ જાઓ છો, તો તેનાથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે, પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે આ રૂમાલ ને તમારા દૈનિક કામમાં ઉપયોગ ન કરો. કોઈ જરૂરી કામ પર જતી વખતે જ આ રૂમાલ તમારી પાસે રાખો.