મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.
તમને જણાવી દઈએ કે અનેક ગામડામાં મહિલા સરપંચ હોય કે હોદ્દેદાર, પ્રોકસી વહીવટ તેમના પતિ જ કરતા હોય છે.પણ કુકમા ગામના મહિલા સરપંચે આ માન્યતા તોડી વિવિધતા પૂર્ણ અનેક જનકાર્યો હાથ ધર્યા છે. તેમાનો અેક મહત્ત્વનું અભિયાન છે ગામ અને અાસપાસના વિસ્તારમાં 60,000 વૃક્ષો વાવવાનું.
મિત્રો તમને જણાવી દઈએ કે સરપંચ કંકુબેન વણકરે સાથેની વાતચીતમાં કહ્યું કે, મીયાવાકી જંગલ એટલે ખૂબ ગીચ રીતે વાવવામાં આવતા વૃક્ષોનું વન છે, જેનું નામાભિધાન જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રીના નામ પરથી થયેલું છે. બે થી ત્રણ ફૂટના અંતરે આ વૃક્ષો વાવવામાં આવે છે.
કુકમાના મતીયા દેવ મંદિરના પ્રાંગણમાં સર્જવામાં મીયાવાકી વનમાં દૈનિક 10,000 લીટર ગટરનું પાણી શુદ્ધ કરીને વૃક્ષોને અપાય છે. દુષિત જળ શુદ્ધ કરવાની કામગીરીમાં કુકમા ગ્રામ પંચાયતને એગ્રોસેલ કંપની દ્વારા સહયોગ મળ્યો હતો. ગામના ગૌસંવર્ધન માટે કાર્યરત રહેતા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોનું ફેન્સીંગ નિઃશુલ્ક કરી દેવાયું છે.
મિત્રો ગરીબ-વિધવાની દિકરીઅોને મફત તાલિમ અપાય છે, વિધવા અને બીપીએલ કેટેગરીમાં આવતા બહેનોની દીકરીઓને નિઃશુલ્ક કરાટે તાલીમ પણ મહિલા સરપંચના માર્ગદર્શન ગ્રામ પંચાયત આપી રહી છે.
જેથી આવનારા સમયમાં યુવતીઓ સ્વરક્ષણ કરી શકે. સરકારમાંથી જેને સહાય નથી મળતી તેવી ત્યકતા અને નિર્વિવાહિત બહેનો માટે બજેટ ફાળવી તેમને એપ્રિલ-2021થી સહાય ચૂકવશે. વિધવા બહેનોને ‘એકલશક્તિ’ નામ પણ આપ્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે કચ્છ જિલ્લાના ભુજના કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકર દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60,000 વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરીને જુદા જુદા નામો આપવામાં આવ્યા હતા.
જેમાંનો એક પૈકી મિયાવાકી વન કે જેનું નામ જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વનમાં 2થી3 ફૂટના અંતરે ખૂબ ગીચતામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કુકમાના મતિયા દેવ મંદિરના પ્રાંગણમાં મિયાવાકી વન વસાવવામાં આવ્યું છે. આ મિયાવાકી વનમાં 15 જાતના વૃક્ષો મળીને કુલ 7,100 વૃક્ષો વાવવામાં આવ્યા છે.
કાશીદ, સોનાલી, સરું, સેમલ, ગુલમહોર, કરંજ, મીઠી આંબલી, પેલ્ટો, બરસાતી, પીપળો, સેતુર, ખાટી આંબલી, પિલું, લીમડો અને બદામ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે.
જેને દરરોજ 10 હજાર લીટર ગટરના પાણીને શુદ્ધ કરીને પાણી પીવડાવવામાં આવે છે.કુકમા ગામમાં ગટરના પાણીને શુદ્ધ કરીને 60 હજાર જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો.
એગ્રોસેલ કંપની અને રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સહયોગ, ગટરના પાણીને શુદ્ધ કરવાની કામગીરીમાં ગ્રામ પંચાયતને એગ્રોસેલ કંપની દ્વારા મદદ મળી રહે છે તથા ગામના ગૌસંવર્ધન માટે કાર્યરત રહેતા રામકૃષ્ણ ટ્રસ્ટે વૃક્ષોનું ફેન્સીંગ નિઃશુલ્ક કરી આપ્યું હતુ.
કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોને કાયમી પાણી મળી રહે તે માટે ગટરના પાણીને શુદ્ધ કરીને વન બનાવવામાં આવી રહ્યા છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની પહેલ, આ વનની દેખરેખ 45 જેટલા યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવી રહી છે અને કુકમા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગત મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.
કુકમા ગામમાં આવેલા બોરડી ડુંગર, બુધ ઉપવન, ગામડિયો ડુંગર, તળાવની પાળ, મતિયા દેવ ડુંગર, મામા મંદિર અને સાર્વજનિક પ્લોટમાં આ રીતે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.
આ વનોને જુદા જુદા નામો પણ આપવામાં આવ્યા છે જેમ કે, સહયોગ વન, કૃષ્ણ બાગ, મિયાવાકી વન, બુધ ઉપવન વગેરે.કુકમા ગામ વાવવામાં આવેલા 60 હજાર જેટલા વૃક્ષોમાંથી 80થી85 ટકા જેટલા વૃક્ષો જીવિત છે
અને તેમને રોજ 10 હજાર લીટર જેટલું પાણી ગટરમાંથી શુદ્ધ કરીને આપવામાં આવી રહ્યું છે. આમ કુકમા ગામના લોકો તથા સરપંચની પર્યાવરણ જતનની અનોખી પહેલ અન્ય ગ્રામ પંચાયતો અને સંસ્થાઓ માટે પ્રેરણાદાયક બની રહી છે.