દીકરીને સાથે લઈને આ વસ્તુ વેચતો હતો આ વ્યક્તિ,હકીકત સામે આવી તો ઉડી ગયા લોકોના હોશ..

0
982

સીરિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધને કારણે અનેક લોકોના જીવનમાં ઉથલપાથલ થઈ ગઈ છે યુદ્ધના કારણે લોકોને પોતાનો દેશ છોડીને બીજા દેશમાં આશરો લેવાની ફરજ પડી છે લેબનીઝ શહેર બેરૂતમાં ઘણા સીરિયન શરણાર્થીઓ છે.

જેઓ રસ્તાઓ પર રહેવા મજબૂર છે આ લોકો નાના-નાના કામ કરીને પેટ ભરતા હોય છે આવું જ કંઈક એક સીરિયન શરણાર્થી સાથે થયું દેશ છોડ્યા પછી તે તેની પુત્રી સાથે લેબનોનના બેરુતમાં રહેવા ગયો.

આજીવિકા માટે તે અહીંની શેરીઓમાં ફરતા પેન વેચતો હતો પરંતુ તેની એક તસવીરને કારણે તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું વાયરલ થયેલા આ ફોટામાં જે વ્યક્તિ છે તેનું નામ અબ્દુલ છે.

ફોટામાં તેની પુત્રી તેના ખભા પર લટકતી હોય છે અને તે બપોરના તડકામાં પેન વેચતો ફરતો હોય છે અબ્દુલ લોકોને પેન ખરીદવાની વિનંતી કરી રહ્યો હતો તે દરમિયાન કોઈએ આ ફોટો લીધો ફોટો સોશિયલ મીડિયા પર મુકયો અને આ તસવીર વાયરલ થઈ હતી.

અને પિતાની આ હાલત જોઈને લોકોનું દિલ ભરી આવ્યું હતું કહેવાય છે કે સમય હંમેશા એકસરખો નથી રહેતો જ્યારે દિવસ ફરે છે ત્યારે પદ પણ રાજા બની જાય છે થોડા વર્ષો પહેલા સુધી અબ્દુલ તેની દીકરીને ખભા પર લઈને શેરીઓમાં પેન વેચતો હતો.

પેન વેચીને તે બે ટાઈમનો રોટલો મેળવતો હતો પરંતુ અચાનક જ એક વાયરલ ફોટોને કારણે તેનું જીવન બદલાઈ ગયું તેમની દીકરીને ખભા પર લઈને પેન વેચતા તેમની આ તસવીરે લોકોને રડાવ્યા હતા હવે તે માત્ર પોતાનો સારો વ્યવસાય જ નથી.

ચલાવતો પણ પોતાના જેવા અન્ય 16 શરણાર્થીઓને રોજગારી સાથે સારું જીવન જીવવામાં મદદ કરે છે ફોટો વાયરલ થયા પછી નોર્વેના એક પત્રકાર ગિસાર સિમોનાર્સને ટ્વિટર પર @buy_pens નામથી એકાઉન્ટ બનાવ્યું.

અને ભંડોળ માટે અપીલ કરી તેણે $5000નું લક્ષ્ય નક્કી કર્યું અપીલ સમયના અંતે જાણવા મળ્યું કે લોકોએ લગભગ 1 લાખ 90 હજાર ડૉલરનું યોગદાન આપ્યું છે ભારતીય ચલણમાં તે લગભગ 1 કરોડ 25 લાખ છે.

ગીસરે દાનના તમામ પૈસા અબ્દુલને આપ્યા દાનમાં મળેલા પૈસાથી અબ્દુલે પોતાનો ધંધો શરૂ કર્યો તેણે બાકીના શરણાર્થીઓને પણ મદદ કરી તેણે પોતાના વ્યવસાયમાં 16 શરણાર્થીઓને સામેલ કર્યા.

તમને જણાવી દઈએ કે લેબનોનમાં લગભગ 1.2 મિલિયન શરણાર્થીઓ રહે છે અબ્દુલની એક તસવીરે દુનિયાના દિલ જીતી લીધા. આજે અબ્દુલ પાસે કોઈ વસ્તુની કમી નથી લોકોની મદદ મળ્યા બાદ તે આજે બિઝનેસમેન બની ગયો છે તેની પાસે પોતાનું બે બેડરૂમનું એપાર્ટમેન્ટ પણ છે જ્યાં તે તેની પુત્રી રીમ અને પુત્ર અબ્દુલ્લા સાથે રહે છે.