પત્ની હંમેશા થાકેલી થાકેલી રહેતી હતી,પછી સીસીટીવી કેમેરામાંથી ખુલ્યું રહસ્ય….

0
629

એ વાતમાં કોઈ શંકા નથી કે આ દુનિયામાં ‘માં’ એક અલૌકિક શબ્દ છે. આ શબ્દના સ્મરણ માત્રથી જ આપણા રોમ-રોમ જાગૃત થઇ જાય છે. માં ની મમતા અને તેની હૂફની મહિમાને શબ્દોમાં વર્ણન કરવાં જઈએ તો શબ્દ ઓછા પડી જાય. પણ તેનો અનુભવ સારી રીતે કરી શકાય છે.

સ્ત્રી આ દુનિયાની માતા છે આ બ્રહ્માંડના દરેક જીવ અને પ્રાણીની ‘મા’ની મૂળ ઓળખ છે માતા તેના બાળક માટે ગમે તેટલો બલિદાન આપે પરંતુ તે તેને ક્યારેય યાદ નથી કરતી તેમ છતાં ઘણા લોકો માતાના આ બલિદાન પર સવાલ ઉઠાવે છે આજે અમે તમને એક એવી જ મહિલાની વાત કહેવા જઈ રહ્યા છીએ જેનો પતિ તેના પર શંકા કરતો હતો કે તે આખો દિવસ આટલી થાકેલી કેમ રહે છે.

નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખવું, પ્રસુતિની અસહ્ય પીડા સહન કરવી, સ્તનપાન કરાવવું, રાત રાત ભર બાળક માટે જાગતા રહેવું, પોતે ભીનામાં રહીને બાળકને સુકામાં રાખવા, મીઠા મીઠા હાલરડાં સંભળાવવાને હૂફમાં છુપાવી રાખવું.

તોતડી ભાષામાં સંવાદ અને મસ્તી કરવી, પ્રફુલ્લિત થઇ ઉઠવું, આંગળી પકડીને ચાલતા શીખવવું, પ્રેમથી વઢવું મારવું, રીસાવું-મનાવવું, બાળકના રક્ષણ માટે મોટામાં મોટા પડકારનો મક્કમતાથી સામનો કરવો અને મોટા થવા ઉપર પણ તે જ માસુમિયત અને પ્રેમ ભરેલું વર્તન. આ બધું જ તો દરેક માં ની મૂળ ઓળખ હોય છે.

ફક્ત માનવ જ નહિ પણ સૃષ્ટિના દરેક જીવ અને જંતુની માં ની તે મૂળ ઓળખ હોય છે. પોતાના સંતાન માટે માં જેટલો ત્યાગ કરે છે એટલો ત્યાગ બીજી કોઈ નથી કરી શકતું. આજે અમે તમારા સમક્ષ એક એવી જ માં ની સ્ટોરી લઈને આવ્યા છીએ.

એક મહિલાના પતિને તેની ઉપર શંકા હતી કે છેવટે તે દિવસ આખો આટલી થાકેલી થાકેલી કેમ રહે છે? તે એવું કયું કામ તે કરે છે? કે તે તેની રાતની ઊંઘ પૂરી થતી નથી. એ માં નો વિડીયો જોઇને તમે પણ એક માં ના બલીદાન અને બાળક માટે માં ના પ્રેમ વિષે સારી રીતે સમજી જશો.

સીસીટીવી કેમેરાથી ખુલ્યું રહસ્ય.અમે અમેરિકાના લોસ એન્જલસની રહેવાસી મેલાનિયા ડાર્નેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ સવારે ઉઠ્યા પછી ફ્રેશ થવાને બદલે તે ખૂબ જ થાકી જતી મેલાનિયાના પતિ સમજી શક્યા ન હતા કે તેની સાથે શું થઈ રહ્યું છે કે તે સવારે ઉઠ્યા પછી વધુ થાકી ગઈ હતી મેલાનિયાએ તેના રૂમની સીલિંગ પર કેમેરો મૂક્યો મેલાનિયાએ લગભગ ત્રણ મહિના પહેલા કેમેરામાં રેકોર્ડ થયેલો વીડિયો શેર કર્યો હતો.

અમે જે મહિલાનો કિસ્સો લાવ્યા છીએ તે અમેરિકાના લોસ એન્જીલીસની રહેવા વાળી મેલાનીયા ડાર્નેલ છે. તે રોજ સવારે ઉઠ્યા પછી ફ્રેશ રહેવાને બદલે ઘણી થાકેલી પાકેલી જ રહેતી હતી. તેથી તેના પતીને કાંઈ સમજાતું ન હતું કે છેવટે તેની સામે એવી કઈ તકલીફ આવી રહી છે કે તે સવારે ઉઠ્યા પછી પણ તે વધુ થાકેલી રહે છે.

મેલાનીયા આગળ જતા પોતાના આ દિવસોને યાદ રાખી શકે એટલા માટે તેના પતિએ એક પ્લાન બનાવ્યો. તેમણે પોતાના રૂમમાં કેમેરો લગાવી દીધો. અને એમાં એમની ગતિવિધિ રેકોર્ડ થઈ હતી. એ કેમેરામાં રેકોર્ડ થયેલો વિડીયો મેલેનીયાએ લગભગ ત્રણ મહિના પહેલા શેર કર્યો હતો.

શું છે એ વિડીયોમાં સોશિયલ મીડિયા ઉપર fitmomma4three નામથી પોપ્યુલર મેલાનીયાએ પોતાના બાળકો સાથે રાતના સમયનો પોતાનો વિડીયો પોસ્ટ કરી માતૃત્વનું સત્ય રજુ કર્યુ હતું. એમના આ વિડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે મેલાનીયા પોતાના બાળકને સુવડાવવાના ચક્કરમાં પોતે પોતાની ઊંઘ પૂરી નહોતી કરી શકતી. અને આખી રાતની કાચી પાકી ઊંઘ પછી લગભગ સવારે ૬.૨૦ વાગ્યે મેલાનીયાએ પથારી છોડી દેવી પડે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે મેલાનીયાના પતી મુસાફરી વાળી નોકરી કરે છે, અને મોટા ભાગે ઘરેથી બહાર રહે છે. એવામાં મેલાનીયાએ એકલી એ જ પોતાના ત્રણેય બાળકોને સંભાળવા પડે છે. અને તે કારણ છે કે તે દિવસે પણ થાકેલી પાકેલી રહે છે.

બેલેન્સ જાળવવું છે મુશ્કેલ પોતાનો આ વિડીયો પોસ્ટ કરતા મેલાનીયાએ જણાવ્યું હતું, કે સુરજ ડૂબે એટલે પેરેન્ટિંગની જવાબદારી પૂરી નથી થતી. પેરેન્ટિંગ માટે દિવસ હોય કે રાત હોય એનાથી કોઈ ફરક નથી પડતો. બાળકોની દેખરેખતો ચાલુ જ રહે છે.

એક મહિલા માટે પોતાના માટે પુષ્કળ ઊંઘ, બાળકોની દેખરેખ અને તેની ઈમોશનલ જરૂરિયાતો પૂરી કરવાની વચ્ચે બેલેન્સ જાળવવું ઘણું અઘરું કામ છે. તેમનું કહેવું છે કે ઘણી રાતો જાગ્યા પછી પણ મારા માટે જીવનનો આ અનુભવ જ સુંદર છે, કેમ કે આ માતુત્વ સુખ એટલે મધરહુડનો ભાગ છે.