કમાભાઇના માતાપિતા એ એવો ખુલાસો કર્યો કે ચાહકોના હોશ ઉડી ગયા,જાણીને તમને પણ દુઃખ થશે..

0
618

આપણા ગુજરાતી કલાકારો દેશ-વિદેશમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે. ખાસ કરીને કિર્તીદાન ગઢવી ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય થઈ રહ્યા છે. તેમની નામના દિવસે અને દિવસે બધી રહી છે.કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી પ્રખ્યાત થયેલા કમાભાઈ આજે કોઈ ઓળખાણ ના મોહતાજ નથી.

કમાભાઈને ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી લોકોની સમક્ષ લાવ્યા.આજે કમાભાઈ ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યા છે.કિર્તીદાન ગઢવી એ તેને બે રૂપિયા આપ્યા હતા અને ત્યારે તેમણે કાર્યક્રમોમાં બોલવાનું શરૂ કર્યું.

હવે તે બધા જ કાર્યક્રમમાં હાજરી આપે છે. કમાભાઈ સેલિબ્રિટી તરીકે કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યા છે.એક દિવસ કિર્તીદાનભાઈ ગઢવીનો કાર્યક્રમ ચાલુ હતો.

ત્યારે કમા નામનો આ વ્યક્તિ સામાન્ય માણસની જેમ કિર્તીદાન ભાઈ ગઢવી નો કાર્યક્રમ જોવા આવ્યો હતો. અને અચાનક કિર્તીદાન ભાઈએ એવું ગીત ગાયું કે કમો ઉભો થઈને કીર્તીદાનભાઈ ગઢવી ની સામે આવીને ડાન્સ કરવા લાગ્યો હતો. કિર્તીદાનભાઈ ની સામે તે ગીત ડાન્સ કરતો હતો. ત્યારથી આ કમાન નામનો વ્યક્તિ ગુજરાતના હર ઘરમાં જાણીતો થઈ ગયો છે.

આજે આ કમાભાઈ ગુજરાતમાં દરેક જગ્યાએ પહોંચે છે જ્યાં લોકગીતકારો અને કલાકારો છે. કીર્તિદાનભાઈ ગઢવીએ જ્યારથી તેનો હાથ લીધો ત્યારથી કમાભાઈનું જીવન સાવ બદલાઈ ગયું. હવે તે જ્યાં પણ જાય છે ત્યાં તેની સાથે ચાર બોડીગાર્ડ રાખે છે.

કમાભાઈનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું કોઠારીયા ગામ છે. કમાભાઈને જે પણ પૈસા મળે છે તે કમાભાઈ પોતાના ગામની ગૌશાળામાં દાનમાં આપે છે. કમાભાઈના માતા-પિતા પાસેથી એક ખાસ વાત શીખવા જેવી હતી.

કમાભાઈના માતા-પિતાએ જણાવ્યું હતું કે જ્યારે કમભાઈ નાનો હતો. ત્યારે ડોક્ટરે કહ્યું કે તે મંદબુદ્ધિનું બાળક છે. તેઓને ભજનમાં વિશેષ અનુભૂતિ થશે. અને બન્યું એવું કે આજે ગુજરાતના દરેક ઘરમાં કમાભાઈની ઓળખ થઈ ગઈ છે.

કમાભાઇ સુરેન્દ્રનગર જીલ્લાન વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. કમાભાઇ આ ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે.કમાભાઇ માનસિક વિકલાંગ છે. તેમના માતા-પિતાના અનુસાર, કમાને જન્મથી જ મગજની તકલીફ છે. બાળપણમાં ડૉક્ટરે કહ્યું હતું કે, તે મંદબુદ્ધિ છે.

તેનો કોઈ ઇલાજ નથી. ચાલશે નહીં, બોલશે નહીં, પણ ભગવાનની દયાથી ચાલતો અને બોલતો થઇ ગયો. પણ ભણી ના શક્યો. તેના ભણતરમાં કોઈ સુધારો થાય તેમ નથી. ગમે તેટલો પૈસો નાખશો કોઈ ફેર નહીં પડે.

દેશી દવાથી પણ ફેર નથી પડ્યો. તેમની પાસે શબ્દો ઓછા છે પણ ભાવના આપણે સમજી શકીએ છીએ. ભગવાનનું કાર્ય હોય ત્યાં વયો જાય છે.