51 વર્ષે જાગ્યો વાસના નો કીડો,પોતાની હવસ સંતોષવા 18 વર્ષ ની યુવતી સાથે ત્રણ મહિના સુધી……

0
8417

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ગુજરાત રાજ્યના વલસાડ શહેરના ઉમરગામ ના આધેડ વયના સરપંચે પાડોશમાં જ રહેતાં આદિવાસી પરિવારની 18 વર્ષની યુવતીને પોતાની દુકાનમાં બોલાવીને સતત ત્રણ માસ સુધી અવારનવાર હવસનો શિકાર બનાવી હતી.આ રીતે માજી સરપંચ દ્વારા યુવતીનું અવારનવાર શારીરિક શોષણ કરવાથી યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ રહી જતાં સમગ્ર મામલો મીડિયા સામે પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે યુવતીની માતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી નરાધમ સરપંચની ધરપકડ કરી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ સરપંચે આ યુવતીને કોઈના કોઈ કામ માટે પોતાના ઘરે બોલાવતો હતો અને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો પરંતુ યુવતી તેનો વિરોધ પણ કરી શકતી ન હતી કારણ કે તે ગામના સરપંચ હતા.પરંતુ આ ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવતીને 3 માસનો ગર્ભ રહી ગયો હતો જેની વાત તેના પિતાને જાણ થતાં તેમના પગ નીચેથ જમીન સરકી ગઈ હતી.

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારનું તડગામ ના ૫૧ વર્ષીય માજી સરપંચ ચિંતામણિ રમુભાઈ હળપતિ એ પોતાના ઘરની સામે જ રહેતા આદિવાસી પરિવારની 18 વર્ષીય યુવતીને લલચાવી ફોસલાવી છેલ્લા ત્રણ મહિનામાં અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે યુવતી ગર્ભવતી બનતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.યુવતી ની માતા મજૂરી કામ કરતી હોય તેમજ પિતા માછીમારી માટે બહારગામ રહેતાં હોવાથી પાડોશમાં જ રહેતો અપરાધી કિશનભાઈએ (નામ બદલેલ છે) તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.

અપરાધીએ પોતાના ઘર આંગણામાં આવેલી નાનકડી દુકાનમા યુવતીને બોલાવી એકલતાનો લાભ લઇ તેણી સાથે છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર યુવતીની તબિયત બગડતાં તેણીની માતા ને શંકા જતાં તરુણીને નજીકના દવાખાનામાં તપાસ કરાવવા માટે લઈ ગઇ હતી. દવાખાનામાં તપાસ દરમિયાન યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. માતાએ બાળકીને પૂછતાં સમગ્ર હકીકત પ્રકાશમાં આવી હતી.

પાડોશી ૫૧ વર્ષીય સરપંચ કિશનભાઇએ દુષ્કર્મ કર્યાની બાબત યુવતીએ જણાવતાં માસુમ યુવતીની માતા અને પરિવારે શનિવારે નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ તરત જ પોલીસે આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી. ૩૭૬ ની કલમ તેમજ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક રહેતી એક મહિલા એ તેના પડોશ માં રહેતા યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગરમી હોવાના કારણે તેઓ હાલ માં રાત્રિ દરમિયાન ધાબા પર સુવા માટે જાય છે. જો કે કેટલાક દિવસ અગાઉ સવાર માં તેઓ કામ કરવા માટે નીચે આવ્યા હતા. અને તેમની દીકરી ધાબા પર સુઈ રહી હતી. આ દરમિયાન પડોશમાં રહેતો યુવાન તેમની સગીર દીકરીની બાજુ આવી ને સુઈ ગયો હતો અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.જો કે સગીરા એ તેની માતા ને જાણ કરતા તેમણે આ નરાધમ ને બોલાવી ફરી આવું ના કરવા માટે ની જાણ કરી તેને જવા દીધો હતો.

જ્યારે એક દિવસે જ્યારે તેઓ ધાબા પર ગયા ત્યારે આ યુવાન ન તેની માતા સાથે ધાબા પર હતો.જેથી મહિલા એ આરોપી ની માતા ને આ બાબત ની જાણ કરી ને તેને સમજાવવા માટે કહ્યું હતું. જો કે આરોપી ની માતા ઉશ્કેરાઈ ને ફરિયાદી મહિલા સાથે ઝઘડો કર્યો હતો.જેથી ફરિયાદી મહિલા એ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરી કરી હતી. હાલ માં પોલીસ એ આરોપી વિરુદ્ધ માં ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.