ભારતમાં એક એવી નદી છે જેમાંથી સતત સોનું નીકળતું રહે છે આ વાત પર ઘણા લોકોને વિશ્વાસ નહીં થાય રેતીમાં સોનાના કણ મળતા હોવાનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.
નિષ્ણાતો અનુસાર નદી પહાડી વિસ્તારોમાંથી થઈને વહે છે તેના કારણે સોનાના કણો તેમાં ભળી જતા હશે આ નદી ભારતના 3 રાજ્યોમાંથી પસાર થાય છે તેનું નામ સ્વર્ણ રેખા છે આ રાજ્યોમાં રહસ્ય અને રોમાંચથી ભરેલા ઘણા સ્થળો છે સ્વર્ણ રેખા પણ એક રહસ્ય છે.
સોનું સૌથી મોંઘી ધાતુ છે. મહિલાઓને સોનાના દાગીના પહેરવાનું પસંદ છે. સોનાના ભાવ પણ સતત વધતા રહે છે. આવી સ્થિતિમાં આપણે આપણા બજેટ અનુસાર સોનાના ભાવને જોઈને જ કોઈ ઘરેણા બનાવીએ છીએ. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમના નસીબમાં સોનુ નથી. આ લોકો પાસે સોનું ખરીદવા માટે પૂરતી આવક હોતી નથી.
તો કલ્પના કરો કે જો આપણને મફતમાં સોનું મળશે તો શું થશે?ખરેખર તે થઈ શકે છે. આજે અમે તમને એવી સોનાની નદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સોનું વિના મૂલ્યે મેળવી શકાય છે.
આ નદીમાં એટલું સોનું છે કે લોકો સવારથી જ અહીં થેલી લઇને આવે છે. પછી તેઓ આ નદીમાં કાદવની અંદરથી સોનુ મેળવે છે. એ જ રીતે, કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે. તેમનો કોઈ ધંધો નથી. આવી સ્થિતિમાં આ નદીમાં સોનુ શોધવાની હરીફાઈ ચાલી રહી છે.
આ નદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અમુક વિસ્તારમાંથી પણ પસાર થાય છે. તેની કુલ લંબાઈ 474 કિ.મી. છે. તેનું ઉદગમ સ્થળ રાંચીથી 16 કિ.મી. દૂર છે. ઝારખંડમાં સ્વર્ણ રેખા અને તેની સાથી નદી કરકરીમાંથી સોનાના કણ મળે છે. ઘણા લોકોના મતે કરકરી નદીમાંથી સ્વર્ણ રેખામાં સોનાના કણ ભળે છે.
જ્યારે કરકરી નદીની લંબાઈ માત્ર 37 કિ.મી. છે.ઝારખંડના તમાડ અને સારંડા જેવા વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી રેતમાંથી સોનાના કણ અલગ કરવાનું કામ કરે છે, જે આદિવાસીઓનું પરંપરાગત કામ છે. તેમની ઘણી પેઢીઓ કામ કરતી આવી છે. આખો દિવસ કામ કરવા પર મજૂરોને સોનાના એક કે 2 કણ જ મળે છે. જેથી એક વ્યક્તિને મહિને 60-80 કણ મળતા હોય છે.
જો કે અહીં એટલું પણ સોનું મળતું નથી કે તમારી સાત પેઢી કામ કર્યા વિના બેસીને ખાય. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સ્થાન પર ફક્ત એટલુ જ સોનું મળી શકે છે જેનાથી એક સમય નુ ખાવાનુ થઈ શકે. મતલબ અહીં એક સમયે ફક્ત થોડુક જ ગ્રામ સોનું મળે છે. અહીં સોનુ શોધવા આવેલી એક મહિલા કહે છે
કે મેં આ નદીમાં 15 મિનિટ કામ કર્યું હતું અને મને 244 રૂપિયાનું સોનું મળી ગયું છે. હવે આ રકમ ઓછી હોઇ શકે પરંતુ જેનો ધંધો નથી તેને માટે તે સારી બાબત છે. પછી કેટલાક લોકો તેને પાર્ટ ટાઇમ જોબ તરીકે પણ કરે છે.આ કણ ઘઉંના દાણાથી થોડા મોટા હોય છે. પૂર બાદ 2 મહિના સુધી સોનાના કણ કાઢવાનું કામ બંધ રહે છે.
મજૂરોને એક કણના બદલે 80 થી 100 રૂપિયા મળે છે. બજારમાં આ 300 રૂપિયાથી વધુ કિંમતે વેચાય છે. સોનાના કણ શોધવામાં લાગેલા કોન્ટ્રાક્ટરો અને સોનીઓએ ઘણી સંપત્તિ વસાવી લીધી છે.
જોકે આદિવાસી મજૂરોની સ્થિતિ ઘણી દયનીય છે તમાલ અને સારંડ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે નક્સલવાદીઓ દ્વારા બિઝનેસ પર ટેક્સ વસૂલવાની વાતો સામે આવતી રહી છે નદીમાંથી સોનું નીકળવાનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી જોકે સોનાના કણ શોધનાર મજૂરો કરતા કોન્ટ્રાક્ટર અને સોનીઓ મબલખ કમાણી કરતા હોય છેઉલ્લેખનીય છે
કે, રત્નગર્ભા ક્ષેત્રમાં મોટા મોટા વેપારી આદિવાસીઓ પાસેથી બહુજ ઓછી કિંમતે સોનું ખરીદી રહ્યા છે. આખરે આદિવાસીઓની પાસે આટલું બધું સોનું આવ્યુ ક્યાંથી? તેની પાછળ બહુજ બધા રાજ છુપાયા છે. આ એક પવિત્ર નદીએ પોતાના ગર્ભમાં સમાઈને બેઠી છે.
આદિવાસીઓની વચ્ચે આ નદી નંદાનામથી જાણીતી છે. અહીંનાં આદિવાસીઓ દિવસ-રાત કણોને એકત્ર કરતાં રહે છે. અને સ્થાનિક વેપારીઓને વેચીને રોજી-રોટા કમાય છે. આ નદી સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત એ છેકે, રાંચી સ્થિત આ નદી પોતાના ઉદગમ સ્થળથી નીકળ્યા બાદ તે ક્ષેત્રી કોઈ પણ અન્ય નદીને મળતી નથી.
પરંતુ આ નદી સીધી બંગાળની ખાડીમાં જાય છે.મિત્રો જાણીએ બીજી એક આવીજ નદી વિશે.બધી નદીઓ સમૃદ્ધિનો સાક્ષાત્કાર જ કહેવાય છે, કારણ કે દરેક માનવ સંસ્કૃતિની શરૂઆત નદી કિનારે થતી હોય છે
અને નદીના પાણી થકી જ માનવ સંસ્કૃતિ આગળ વધતી હોય છે, પરંતુ જો જાણવા મળે કે કોઈ નદીમાં સોનાની રાખ એટલે કે સોનાની ભૂકી મળી આવે છે તો? હા, ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેર પાસે આવેલ ગિરનારના જંગલોમાંથી વહેતી સુવર્ણરેખા નદી આવી જ એક નદી છે.
જૂની લોકવાયકાઓ મુજબ અને મળી આવતા અમુક ધર્મગ્રંથોમાં દર્શાવ્યા મુજબ ગિરનારના જંગલોમાંથી પસાર થતી સુવર્ણરેખા નદીમાં સોનાની રાખ વહેતી હતી. તેમજ આ નદીની પવિત્રતા પણ સોનાની જેટલી જ છે. ગિરનારના જંગલોમાંથી નીકળતી આ નદી સમગ્ર જંગકને વીંધીને જ્યારે જટાશંકર મહાદેવના મંદિર પાસે આવે છે.
ત્યારે સૂર્ય પ્રકાશથી ઝળહળતો તેનો પ્રવાહ જાણે સોનાની કોઈ ચાદર પાથરેલી હોય તેવો જણાય છે.જટાશંકરથી આગળ વધતી વધતી આ નદી દામોદર કુંડમાં આવે છે.
અહીં તે પોતાના વીશાળ પટમાં દામોદર કુંડ અને તેની આસપાસના તીર્થક્ષેત્રને પોતાનામાં સમાવી લે છે. દામોદર કુંડમાં રહેલું સુવર્ણરેખા નદીનું પાણી એટલું પવિત્ર માનવામાં આવે છે કે, અહીં લોકો પોતાના પૂર્વજોના અસ્થિ વિસર્જિત કરે છે અને આ અસ્થિઓ અહીં જ પીઘળી જાય છે. જે એક ચમત્કાર સમાન છે.
દામોદર કુંડથી આગળ વધીને આ નદી ભવનાથના જંગલમાંથી પસાર થઈને હાલના ધારાગઢ દરવાજા નજીક નીકળે છે અને ત્યાંથી અન્ય નદીઓ સાથે ભળીને આગળ વધે છે.
અમુક લોકોના માનવા મુજબ હાલ પણ આ “સુવર્ણરેખા” અથવા “સોનરખ” નદીમાંથી સોનાની રાખ એટલે કે સોનાની ભૂકી મળી આવે છે. જો કે ગિરનાર અને ભવનાથ જેવા ધર્મક્ષેત્રમાંથી વહેતી નદી પોતાની સોનાથી પણ વધુ પવિત્રતાથી સમગ્ર ગિરનાર ક્ષેત્રને ઉજવળ કરે છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.