જાણો મોરબી ના ઝુલતા પુલ ની ખાસિયત શુ હતું?,જાણો 142 વર્ષ જૂનો આ પુલ કોને બનાવ્યો હતો…

0
760

ગુજરાતમાં રવિવારે ગોઝારી દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતી પડ્યો છે જેના કારણે પુલ પર મઝા માણી રહેલા લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબકતા 130થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ સાથે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે મોરબીમાં આજે જે ઝૂલતા પુલ તૂટતા મોટી જાનહાનિ થઈ તે પુલ 140 વર્ષ જૂનો છે આ દુર્ઘટનાને કારણે નેતાઓ અને અધિકારીઓ સહિત મોરબીના નાગરિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

આ પુલને 6 મહિના પહેલાથી સમારકામને કારણે બંધ રાખવામાં આવ્યો હતો સમારકામ પૂરુ થતા બેસતા વર્ષના દિવસે આ પુલ ફરી ખુલ્લો મુક્યો હતો આ ઘટના પર વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધાવાની શક્યતા છે ચાલો જાણીએ મોરબીના મચ્છુ નદી પરના આ ઐતિહાસિક પુલ વિશે આ ઝૂલતો પુલ લંડનના મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો.

એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી મોરબીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે.

યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બનાવવામાં આવ્યુ હતુ તે 1.25 મીટર પહોળો છે અને 233 મીટર મચ્છુ નદી પર દરબારગઢ પેલેસ અને લાખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડે છે.

આ ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે મોરબીની મચ્છુ નદી પર ઝૂલતો પુલ રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા 19મી સદીમાં એટલે કે વર્ષ 1880માં બનાવાયો હતો.

જેનો ઉપયોગ તે સમયે રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપવામાં આવી હતી લાકડા અને વાયરના આધારે 233 મીટર લાંબો અને 4.6 ફૂટ પહોળો બનાવાયો હતો.

ઈ.સ.1880માં આ પુલનું નિર્માણ થયું ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો.

આ સમયે પુલનો સામાન ઈંગ્લેન્ડથી આવ્યો હતો ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ બેસતાવર્ષના દિવસે ખોલવામાં આવ્યો હતો ત્યારે પુલ પર રવિવારની રજાના કારણે સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પુલ ધસી પડતા દુખદ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના મોરબી શહેરમાં પુલ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.