રોજ સૂર્યોદય પહેલા કરો આ ઉપાય,ઘર ની દરેક સમસ્યા થઈ જશે દૂર,અને હંમેશા ભરાયેલ રહેશે ઘર ના ભંડાર.

0
470

આજના સમયમાં દરેકની ઈચ્છા હોય કે તે આરામથી પોતાનું જીવન પસાર કરે ધન હોઈ,સુખ સમૃદ્ધિ હોઈ તે મેળવવા માટે લોકો ઘણા ઉપાયો પણ કરે છે.જોકે ઘરમાં ખુશાલીભર્યું વાતાવરણ રહે, બીમારીઓ દૂર રહે, શાંતિ જળવાય.એવું કોણ ન ઈચ્છે? આજના સમયમાં આ બધી વસ્તુ ખુબ જરૂરી છે. જે પરિવારમાં આ વસ્તુઓ હોય તે નસીબદાર ગણાય છે. પરંતુ સત્ય તો એ છે કે આજે દરેક ઘરમાં કોઈ ને કોઈ સમસ્યા હોય છે. આર્થિક તંગી તો ઘર ઘરની સમસ્યા બની ગઈ છે.

પરિવારના સભ્યો સતત ધન કમાવવાની કોશિશમાં લાગેલા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર ધન પાણીની જેમ વહી જાય છે. અંતમાં જો કઈ વધે તો તે છે ફક્ત દુખ અને બદહાલી, પરંતુ આવું તમારી સાથે ન થાય અને પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે તે માટે એક ટોટકો છે, જે અજમાવીએ તો ઘરમાં શાંતિ રહી શકે છે.

હિન્દુ શાસ્ત્રો મુજબ આ ટોટકો સવાર સવારમાં કરી શકાય છે. ત્યારબાદ આખા દિવસમાં આ ઉપાય અજમાવી શકો નહીં. આ ઉપાય આ રીતે અજમાવો.કેવી રીતે અજમાવશો ઉપાય, સવારે સૂર્યોદય થતા પહેલા કે પછી ઓછામાં ઓછો સૂર્યોદય થઈ રહ્યો હોય તે સમયે ઘરની છત પર એક મુઠ્ઠી કાળા તલ લઈને ચઢાવો. જેને સંપૂર્ણ જોર સાથે એક જ વારમાં ઘરની છત પર ફેંકીને ફેલાવી દો.

એવી માન્યતા છે કે જેમ જેમ પક્ષીઓ આવીને આ તલના આ દાણા ખાશે તેમ તેમ ઘરનું દુ:ખ અને દરિદ્રતા પોતાની સાથે લઈ જશે. આ ટોટકો સૂર્યોદય પહેલા કરવામાં આવે તો વધુ ફળદાયક નીવડે છે. આ ઉપાય તે જ વ્યક્તિ કરી શકે જેણે તે સમયે સ્નાન કર્યું હોય અને શારીરિક રીતે શુદ્ધ હોય.દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે.

આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો.રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂરથી કરો.

 

પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો, સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો, નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો, નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો