Breaking News

41 વર્ષિય પરણિત મહિલાને પોતાનાં 20 વર્ષનાં પ્રેમી સાથે થઈ નોકજોખ, આવ્યું એવું પરિણામ કે જાણી દંગ થઈ જશો……..

આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આધુનિક સોશીયલ મીડિયાના આ જમાનામાં સમયની સાથે પ્રેમની વ્યાખ્યાઓ પણ બદલાઈ રહી છે. આજે લોકો લાગણીઓને અવગણીને ફિલ્મી પ્રેમ કરવા લાગ્યા છે, મતલબ કે ફિલ્મો માં કે ટીવી માં જે પ્રેમ વિશે બતાવવામાં આવી રહ્યું છે તેને જ પ્રેમ માની રહ્યા છે. પ્રેમ એક અનુભૂતિ છે, જે ફક્ત અનુભવી શકાય છે.

આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે. જે જાણીને તમને નવાઈ લાગશે. પ્રેમને સિમાડા નથી નડતાં તેવું તો તમે ઘણીવાર સાંભળ્યું હશે, પર સોશિયલ મીડિયાના જમાનામાં તો પ્રેમને કદાચ ઉંમરનું બંધન પણ નથી નડતું. સુરતના ડુંભાલ વિસ્તારમાં બનેલી એક ઘટનામાં 41 વર્ષની પરિણિત મહિલાને 20 વર્ષના એક છોકરા સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ થઈ.

આ ફ્રેન્ડશિપ થોડા જ સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો, પરંતુ પોતાના પ્રેમીએ ગાળો ભાંડવાનું શરુ કરતાં આ લવસ્ટોરીનો અંત આવ્યો, અને મામલો પોલીસ સુધી પહોંચ્યો. ચોંકાવનારી વાત એ છે કે, મૂળ સૌરાષ્ટ્રની રેખા (નામ બદલ્યું છે)ને બે દીકરા છે, જેમાં એકની ઉંમર 16 વર્ષ અને બીજાની ઉંમર 13 વર્ષ છે.તેનો પતિ વરાછામાં દુકાન ચલાવે છે. રેખા થોડા સમય પહેલા ફેસબુક પર એક યુવકના સંપર્કમાં આવી હતી.

બંને વચ્ચે મેસેન્જર પર વાત શરુ થઈ હતી, અને તેમણે એકબીજાના ફોન નંબર પણ એક્સચેન્જ કર્યા હતા. રેખા પોતાના પ્રેમીને મળવા પણ જતી હતી, અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. જોકે, રેખાનો પ્રેમી તેને વારંવાર મળવા બોલાવતો હતો, પરંતુ ઘર અને દુકાનમાંથી સમય મળતાં રેખા તેને મળવા નહોતી જઈ શકતી. જેનાથી ગુસ્સે થયેલા પ્રેમીએ રેખાને ફોન પર ગાળો ભાંડવાનું શરુ કર્યું હતું, અને તેના પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપી હતી. પ્રેમીને સમજાવવા છતાં તે ન માનતા આખરે રેખાએ આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેને તેનો પ્રેમી સંબંધ નહીં રાખે તો તારા પરિવારનું શું થાય છે તે જોઈ લેજે તેવું કહી ધમકાવતો હતો. આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

આવી જ એક બીજી ઘટના,31 વર્ષના યુવકની પાછળ પડી ગઈ 45 વર્ષની મહિલા, ગળામાં મંગળસૂત્ર અને માથામાં સિંદુર ભરીને લાગી ફરવા.જામનગર શહેરમાં એક ચર્ચાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ૪૫ વર્ષીય એક મહિલા કે જેનો પોતાના પતિને છુટાછેડા આપી દીધા પછી તેનાથી નાની ઉંમરના ૩૧ વર્ષનાં પરણીત યુવક ને પોતાનો પતિ માનીને તેનું મંગળસૂત્ર અને સિંદૂર નાખીને ફરી રહી છે, સાથોસાથ તે યુવકની પત્નીને પણ છૂટાછેડા આપી દેવા દબાણ કર્યાનો કિસ્સો સામે આવતાં આખરે ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પહોંચેલા આ કિસ્સાની વિગત એવી છે કે, જામનગરમાં દિગ્વિજય પ્લોટ રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા ધર્મેન્દ્રભાઈ નામના ૩૧ વર્ષના વેપારી યુવાનની પાછળ છેલ્લા ઘણા સમયથી રણજીત નગર વિસ્તારમાં રહેતી ચેતનાબેન નામની ૪૫ વર્ષની મહિલા પડી ગઈ છે, અને તેને પતિ માની રહી છે. ચેતનાબેનના અગાઉ લગ્ન થયા પછી તેણી ના છૂટાછેડા પણ થઇ ગયા છે અને હાલ પોતાના ૧૬ વર્ષીય પુત્ર સાથે રહે છે. પરંતુ તેણી ધર્મેન્દ્રને દિલ દઈ બેઠી છે, અને તેના નામનું મંગળસૂત્ર અને સિંદૂર લગાવી ને ફરી રહી છે.

તેણી પોતાની સાથે રહેવા માટે દબાણ કરતી હોવાથી ધર્મેન્દ્રએ આ સંબંધોનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો, અને તેણે પોતે આજથી દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા છે, જેના થકી તેણી હાલ ગર્ભવતી છે. જ્યારે તેની પત્ની બહાર નીકળે તો ચેતનાબેન તેને પણ આવી ને ધમકાવે છે કે તારા પતિ ધર્મેન્દ્રને તું છોડી દે મારે તેની સાથે જીવન જીવવું છે. આવી વાતો કરતા આખરે મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો.પરિણામે મહિલા પી.એસ.આઇ વર્ષાબેન રાતિયા દ્વારા બન્ને પક્ષે સમાધાન કરાવી ને ધર્મેન્દ્રને ચેતનાબેન સાથે ભાઈ-બહેનના સંબંધો રાખવા માટે ધર્મેન્દ્ર જતો હોવાથી ધર્મેન્દ્રએ ચેતનાબેન પાસે રાખડી પણ બંધાવી હતી.

પરંતુ પાછળથી ચેતનાબેન તે સંબંધ સ્વીકારવા તૈયાર ન હતા, બબ્બે વખત રાખડી બાંધવા છતાં પણ ધર્મેન્દ્રની પાછળ પડયા હતા. આખરે ગઈકાલે રાત્રે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ધર્મેન્દ્ર ની ફરિયાદના આધારે આરોપી મહિલા ચેતનાબેન સામે આઇપીસી કલમ ૫૦૪ અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પરાણે પ્રીત ના આ કિસ્સા એ ભારે ચર્ચા જગાવી છે.

પ્રેમી નક્કી કરેલા દિવસે ન આવતાં પ્રેમિકા ઝેર ખાઈને પહોંચી પોલીસ સ્ટેશન.સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશનની બહાર યુવતીએ ઝેરી દવા ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઝેરી દવા ખાઈને તે પોલીસ સ્ટેશનની અંદર જઈને ફરિયાદ નોંધાવતી હતી. આ પછી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં યુવતીએ જણાવ્યું હતું કે, પ્રેમીએ શ્રાવણ મહિનાના બીજા સોમવારે લગ્ન કરવાનું કહ્યા બાદ સોમવારે હાજર ન થયો અને ફોન બંધ કરી દીધો હતો. જેથી આવુ પગલું ભર્યું હતું.

યુવતીને સિનેમાગૃહમાં મેનેજર તરીકે કામ કરતાં પ્રશાંત સિંઘ સાથે એક વર્ષ પહેલા પ્રેમ થઈ ગયો હતો. થોડા મહિનાઓ પહેલા પણ તે બન્ને પોલીસ સ્ટેશને આવ્યાં હતાં. તેમના વચ્ચે પણ પહેલા કોઈ બાબતે ઝઘડો થઈ ગયો હતો. વચ્ચે કોઈ મુદ્દે બબાલ સર્જાઈ હતી. ત્યારબાદ પોલીસે બન્નેને સમજાવીને લગ્ન કરી લેવા સલાહ આપી હતી. પ્રેમી યુવકે વકીલ મારફતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે લગ્ન નક્કી કર્યા હતાં.શ્રાવણ મહિનાના પહેલા સોમવારે યુવકે યુવતીને વકીલ સાથે મેળવી હતી અને લગ્નની તારીખ નક્કી કરી હતી. પરંતુ સોમવારથી વકીલ કે પ્રેમી યુવકે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધો હતો. જેથી મહિલાને લાગતું હતું કે તેણે મને દગો આપ્યો છે.

About Hu Gujarati TEAM

Check Also

વર્ષો પહેલાં સતયુગમાં સ્વર્ગ ની અપ્સરાનું મન ધરતીના પુરુષ પર મોહી ગયું અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *