કબરાઉ માં મોગલનો સાક્ષાત ચમત્કાર,માં મોગલ ને માનતા હોય તો જાણો…

0
593

ગુજરાતના કચ્છ જિલ્લામાં કબરાઉ ધામ આવેલું છે જે આજના સમયમાં લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ભક્તો માત્ર ગુજરાતના જ નહીં પરંતુ વિદેશથી પણ અહીં દર્શન કરવા આવે છે.

જ્યારે પણ પોતાની માનતા પૂરી થાય છે ત્યારે લોકો કબરાઉ ધામ દર્શન કરવા પહોંચી જાય છે.મોગલ ધામ ખાતે મણીધર બાપુ બિરાજે છે અને તેઓ ભક્તોને સાચી સલાહ આપતા હોય છે.

અત્યાર સુધી માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે. માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.

માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.

એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. થોડા સમય પહેલા મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 51, 000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ મોગલ ધામના મંદિરે આવી હતી.

મણીધર બાપુના આશીર્વાદ લીધા. મણીધર બાપુએ તેને આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શું માનતા હતી? ત્યારે મહિલા એ જણાવ્યું કે, ઘણા સમયથી તેનું મકાન વેચાતું ન હતું. તે માટે તેણે માં મોગલની માનતા માની હતી.

માનતા રાખ્યાના ગણતરીના કલાકોમાં જ આ મકાન વેચાઈ ગયું. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મકાન માત્ર 12 કલાક માં જ વેચાય ગયું. માં મોગલ નો આ પરચો જોઇને આ મહિલા ખુશ ખુશ થઈ ગઈ.

વધુમાં જણાવતા કહ્યું કે, આ મકાન વેચાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા તેમાં છતાં મકાન વેચાતું ન હતું. આખરે મોગલને યાદ કરી અને માનતા માની હતી.

આ માનતા રાખ્યાના 12 કલાકની અંદર જ એ મકાન વેચાય ગયું. એટલા માટે માં મોગલ ની માનતા પૂર્ણ કરવા માટે મોગલધામ આવી પહોચી હતી.

મણીધર બાપુએ એ તેને આશીર્વાદ આપ્યા અને 51000 રૂપિયામાં એક રૂપિયો અંદર ઉમેરી પાછા આપ્યા અને કહ્યું કે આ પૈસા તું અને તારી નણંદ અડધા અડધા લઇ લેજો અને કહ્યું કે માં મોગલ ને કોઈ આવા દાન ભેટ ની જરૂર નથી. એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.