Breaking News

28 વર્ષની મહિલા પોતાનાંથી 10 વર્ષ નાના બોયફ્રેન્ડને, શારીરીક સબંધ બાંધવા માટે કરતી હતી બ્લેકમેલ, પરતું થયું એવું……..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે અમે તમને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક પરિણીત મહિલા 18 વર્ષના યુવકને શારીરિક સંબંધ બનાવવા માટે કરતી હતી બ્લેકમેલ ચાલો જાણીએ પૂરી ઘટના વિશે. આ ઘટના સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં 28 વર્ષીય પરિણીતા તથા ચાર વર્ષની બાળકીની માતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘરમાં જુવાન દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. તથા પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે. ઘટનાની એવી છે કે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. તો છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો. ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પરંતુ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી.

જો કે, પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે. પણ આ યુવતી 18 વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. તથા યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી 18 વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી. યુવકને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો.

પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો. તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો. ત્યારે દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી. પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.

પરંતુ યુવતીના પતિએ તો યુવકની માતા અને યુવક સાથે જ ઝઘડો કરી દીધો હતો. પણ તે જ સમયે પરિણીતાએ તેના પતિ આગળ જ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે. પત્નીની આ વાત સાંભળી બે ઘડી માટે પતિ પણ ચોંકી ઉઠ્યો હતો. આમ છેલ્લા કેટલાક દિવસથી બંને પરિવારો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા.

ઝઘડાને કારણે વાત લોકોમાં પણ ચર્ચાવા લાગી હતી. લોકો પરિણીતાનો વાંક કાઢવાને બદલે યુવકને જ ઠપકો આપી રહ્યા હતા. જેને કારણે યુવકને આ વાતનું પણ માઠું લાગી આવ્યું હતું. તેમજ દરરોજના ઝઘડા અને ઉપરથી રોજ પરિણીતા ફોન કરીને બ્લેકમેલ કરીને યુવકને ત્રાસ આપતી હતી. જેને કારણે 18 વર્ષનો યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો.

ગત રોજ પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તો પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે, આ મામલે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકના પરિવારે મહિલા પર મોતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે.

આવીજ બીજી ઘટના સુરત શહેરના અમરોલી વિસ્તારમાં એક યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. યુવતીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા તેનો ન્હાતો વીડિયો ઉતારી અને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભોગ બનનાર યુવતીને 6 માસનો ગર્ભ રહી ગયો હોવાની પણ વાત સામે આવી છે.

સુરત શહેરની આ ચકચારી ઘટનામાં યુવતી એ આખરે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. યુવતી પોલીસમાં ગઈ હોવાની જાણ થતાં જ આરોપીએ વીડિયો ડિલીટ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ યુવતીની પોલીસ ફરિયાદથી ફફડી ઉઠેલા આરોપીએ ગભરાઈને લગ્ન કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

જોકે, લગ્નની તૈયારી દર્શાવી અને યુવકે ફરી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટના સામે આવી છે. અંતે યુવતીએ કંટાળીને માતાપિતાને જાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ સુરતમાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી. સુરતના કીમ નજીક પીપોદરા દાળમિલ નજીક હેવાન પિતાએ સંબધોની હદ પાર કરી પત્નિ સહિત પરિવારજનોની હાજરીમાં મોડી રાત્રે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી કોસંબા પોલીસ મથકે સગા બાપ સામે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી ત્યારે ફરી એક દુષ્કર્મની ઘટના બનતા આ ઘટના સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આવીજ બીજી ઘટના લગન પહેલાનો પ્રેમ સંબંધ સુરતની મહિલા માટે મુશ્કેલી બની ગયો છે. એક અઠવાડિયા પહેલા લગ્ન કરનાર મહિલાને અંગતપળોના ફોટો પતિને મોકલી આપવાની ધમકી આપીને એક યુવક બ્લેકમેઈલ કરી તેની સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરતો હોવાની ફરિયાદ મહિલાએ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ મામલે ગુનોનોંધી તપાસ શરુ કરી છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી 20 વર્ષીય મહિલાના લગ્ન એક અઠવાડિયા પહેલા થયા હતા, અને તે પતિ સાથે રહેવા સુરત આવી હતી. લગ્ન પહેલા તેના મોરબીના શક્તિચોક વિસ્તારમાં રહેતા રવિ મહેન્દ્ર રાણા સાથે પ્રેમ સંબંધ હતા. જોકે લગ્ન થતા આ મહિલાએ આ યુવક સાથેના પ્રેમ સંબંધ કાપી નાખ્યા હતા. પ્રેમિકાએ લગ્ન બાદ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકી દેતા આ યુવક ગુસ્સે ભરાયો હતો, અને ગત તારીખ 25મી જાન્યુઆરીએ રવિ મહેન્દ્ર રાણા દ્વારા બદનામ કરવા માટે તેની સાથેના અંગતપળોના ફોટો પતિને મોકલી આપવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો હતો.

આ અંગે મહિલાએ હિમ્મત કરી પરિવારને જાણ કરી, અને ત્યારબાદ આખરે રવિ રાણા સામે મહિલા પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા મુંબઈની છે અને રવિ સાથે ફેસબુક પર મિત્રતા થયા બાદ મહિલાની ત્રણ મહિના પહેલા સગાઈ થઈ હતી. ગત તારીખ 20મી જાન્યુઆરીના લગ્ન થયાં હતાં. ત્યારથી રવિ રાણા મહિલાને છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હતો અને બ્લેકમિલ પણ કરતો હતો. જેને લઇને મહિલા ત્રાહિમામ પોકારી ગી હતી, અને હિમ્મત કરી ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

About Hu Gujarati TEAM

Check Also

જાણો કામસૂત્ર મુજબ કેવા પુરુષો પર મહિલાઓની રહે છે પેહલી નજર……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *