27 તારીખ કયાંક નથી જોવાં મળી કિંમ જોંગની બહેન, જાણો શું થયું તેની સાથે….

0
183

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા આપણે વાત કરીશુ ઉત્તર કોરિયા ના સનકિ તાનાશાહ કિમ જોઁગ ઉન વિશે તમને જણાવી દઈએ કે કીમ જોન ઉન તેમના વિચિત્ર આદેશો માટે જાણીતા છે અને તેઓ તેમના આ વિચિત્ર આદેશોથી અવાર નવાર હેડલાઇનમા આવ્યા જ કરે છે અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જોઁગની બહેન કીમ યો જોઁગ કયા જોવા નથી મળતી અને એવા અહેવાલો સામે આવ્યા છે કે શુ કીમ જોઁગ ની બહેનની કીમ યો જોઁગ ની હત્યા તો નથી કરવમા આવી?

મિત્રો તમને જણાવી દઇએ કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની શક્તિશાળી બહેન કિમ યો જોંગ લગભગ બે મહિના બાદ ફરી તેના ભાઈ કિમ જોંગ ઉન સાથે જોવા મળી હતી અને કિમ જોંગ ઉન અને તેની બહેન કિમ યો જોંગે પૂરથી પ્રભાવિત ગામની મુલાકાત લીધી હતી.જો કે કિમ જોંગ-ઉને દેશમાં કિમ્હવા કાઉન્ટીના ફરીથી નિર્માણની ગતિની પ્રશંસા કરી હતી અને તેમણે કહ્યું હતુ કે આ વર્ષે તોફાન અને અન્ય કુદરતી આફતોએ આપણી સમસ્યાઓ ખૂબ વધારી દીધી છે.

જો કે એવુ માનવામાં આવે છે કે કિમ જોંગ ઉન બાદ તેમની નાની બહેન કિમ યો જોંગનો નંબર આવે છે જો કે કિમ યો જોંગ પોતાના પરિવારનું એકમાત્ર સભ્ય છે જે સરમુખત્યારની ખૂબ નજીક છે અને રાજકારણમાં સાર્વજનિક ભૂમિકામાં છે તેમજ કિમ યો જોંગ હંમેશાં દક્ષિણ કોરિયાને ધમકી આપતી રહી છે અને વાવાઝોડા અને પૂરથી ઉત્તર કોરિયામાં ભારે વિનાશ સર્જાયો છે તેમજ હજારો મકાનો બરબાદ થઈ ગયા છે અને દેશમાં ખાદ્યાન્નનું સંકટ સર્જાયું છે.

મિત્રો ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા દ્વારા જારી કરવામાં આવેલી તસ્વીરમાં કિમ યો જોંગ તેના ભાઈ અને કેટલાક અધિકારીઓ સાથે ખેતરમાં ફરતા જોવા મળે છે તેમજ કિમ જોંગ કતારમાં આગળ છે અને ત્યારબાદ કેટલાક અધિકારીઓ અને તેની બહેન છે બધા ખેતીની જમીનના રેમ્પ્સ પર કાળજીપૂર્વક ચાલતા જોવા મળે છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ શુક્રવારે અહેવાલ આપ્યો છે કે તાજેતરના ભયાનક પૂર બાદ કિમ જોંગ-ઉન તેની બહેન સાથે પુનર્નિર્માણના કામનો હિસ્સો લેવા પહોંચ્યા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે તે અગાઉ તેના ભાઈ સાથે ચિકન ફાર્મમાં દેખાઇ હતી અને રાજ્ય મીડિયા દ્વારા જારી કરવામાં આવેલી તસવીરમાં તેણી પોતાના ભાઈ પાસેથી સિગારેટ લઈ જતી જોવા મળી હતી તેમજ ઉત્તર કોરિયા પર અમેરિકન સરકાર માટે કામ કરનાર સ્વતંત્ર રાજકીય વિશ્લેષક રચેલ મિનયોંગે કહ્યું હતુ કે આજના અહેવાલમાં કિમ જોંગની તેમની સાથે અને અધિકારીઓની હાજરી સૂચવે છે કે તેમની પોસ્ટ ઓછી થઈ નથી.

વર્ષના પ્રથમ ભાગમાં કિમ યો જોંગની સ્થિતિ ઝડપથી વધી છે જ્યાં તે દેશના બે સૌથી મોટા દુશ્મનો, યુએસ. અને દક્ષિણ કોરિયા સામે નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના એક અખબાર ચોસાને અહેવાલ આપ્યો છે કે યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કિમ યો જોંગને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા મોકલી શકાય છે અને આ સાથે તે ટેકો વ્યક્ત કરશે.

મિત્રો તમને જણાવી દઇએ કે અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે કિમ જોંગ ઉન તેમની બહેન કિમ યો જોંગની હત્યા કરાવી શકે છે અને કિમના ગાયબ થવા પર તેમની બહેન કિમ યો જોંગના હાથમાં સત્તાની સંપૂર્ણ તાકાત આવી ગઇ હતી જો કે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે હવે જ્યારે કિમ જોંગ ઉન ફરી એકવાર સામે આવી ગયા છે તો બંનેની વચ્ચે પાવર શેરિંગને લઇ વિવાદ વધી રહ્યો છે.

મિત્રો મળતા અહેવાલ અનુસાર 27 જુલાઈથી કિમ જોંગની બહેન ક્યાંય પણ જાહેરમાં જોવા મળી નહોતી તો એવી આશંકા હતી કે કિમ જોંગ તેની હત્યા કરાવી શકે છે જો કે ઉત્તર કોરિયાના આ સરમુખત્યાર પોતાના હરીફોથી છૂટકારો મેળવવા માટે આવી યુક્તિઓ પહેલાં અપનાવી ચૂક્યો છે તેમજ કિમ જોંગ ઉન સરકારી બેઠકોમાં ભાગ લઈ રહ્યો છે અને તાજેતરમાં જ ઉત્તર કોરિયાના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફરતા ફોટો પણ વાયરલ થયા હતા તેમજ કિમની બહેન ચલાવી રહી છે સૌથી શક્તિશાળી વિભાગ

મિત્રો દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી જિયોન્ગ કિયોન્ગ-ડૂ એ દાવો કર્યો છે કે શાસક વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ કમિટીમાં કિમ યો-જોંગેને શકિતશાળી વિભાગનો હવાલો સંભાળી લીધો છે તેમજ જિયોન્ગે કહ્યું કે કિમનું સત્તાવાર ટાઇટલ ફર્સ્ટ વાઇસ ડાયરેકટર ઓફ ધ ઑર્ગેનાઇઝેશન એન્ડ ગાઇડન્સ ડિપાર્ટમેન્ટ છે જેમા તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે કિમ અમેરિકા અને દક્ષિણ કોરિયાને લઇ ઉત્તર કોરિયાની રણનીતિઓને પણ જુએ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે કિમ યો જોંગ ઉત્તર કોરિયાના રાજકારણી છે જે કોરિયાના વર્કર્સ પાર્ટીના સંયુક્ત મોરચા વિભાગના પ્રથમ નાયબ નિયામક તરીકે કામ કરે છે. તેમણે 2017 થી 2019 દરમિયાન વર્કર્સ પાર્ટી ઓફ કોરિયાના પોલિટબ્યુરોના વૈકલ્પિક સભ્ય તરીકે પણ સેવા આપી હતી, અને હવે તે પોલિટબ્યુરો ના મુખ્ય સભ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here