જ્યારે પણ દુઃખ પડે ત્યારે આટલું કરી દો માં મોગલ આવી જશે તમારી વારે,માં મોગલને પ્રસન્ન કરવા આટલું કરો…

0
295

ભગુડાવાળી માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલના પરચા લાખો લોકોને થયા છે અને હજુ પણ માં મોગલનો સાક્ષાતકાર લોકોને થાય છે. જે લોકો પણ માં મોગલના દરબારમાં પગ મૂકે છે. માં કહ્યા વગર જ પોતાના ભક્તની તકલીફ દૂર કરી દે છે.

બધા દેવી દેવતાઓમાં માં મોગલ એક છે.જે કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ દૂર કરી દે છે. એનું નામ મોગલ કહેવાય. માં મોગલે હજારો ઘરમાં દીકરા આપ્યા છે. ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી આવા દંપતીઓના ઘરે માં મોગલે દીકરા આપે છે. ભગુડામાં જાઓ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટા લાગેલા છે

આને માં મોગલ કહેવાય. માં મોગલ કહે છે મારે તમારા ચઢવા પણ નથી જોઈતા કે નથી જોઈતા તારા શ્રી ફળ કે ચૂંદડી.ખાલી મારી આગળ ઘીનો દીવો કર અને સાચા દિલથી મને યાદ કર પછી તારા આગળ ડુંગરા હોય પછી દરિયા હોય અને જો તારું એક આંસુડું પડે અને હું પળમાં ના પહોંચું તો મારુ નામ મોગલ નહિ. આજ દિન સુધી માં મોગલના દરબારમાં આવેલા દિન દુખીયા પાછા નથી ગયા. માં મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે.

આગળ વાત કરવામાં આવે તો માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા અને તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પણ આ વાતની કોઈને જાણ ન હતી કે તેમની પાસે કેવી શકિત છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આઈ શ્રી મોગલ માઁ નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે.

ત્યાં માં મોગલને ખૂબજ માનવામાં આવે છે. તેની સાથે કહેવામા આવે છે કે જ્યાં તે સાચા મનથી માનતા માને છે તો તેમની માનતા જરૂર પુરી થાય છે અને ભગુળાને મોગલધામ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું મોટું અને મહત્વનું રહસ્ય રહેલુ છે.

મોટા પ્રમાણમાં લોકો ત્યાં જોવા મળતા હોય છે અને તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે તેમ કહેવામા આવ્યું છે અને ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુળા ગામમાં આઈ મોગલ બેઠી છે જે લોકોની દરેક મનોકનમાં પૂર્ણ કરે છે અને તેમજ આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજૂર છે.

તેવું માનવામાં આવ્યું છે અને આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુળા માઁ મોગલનું ધામ માનવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ મોગલધામ ભગુળાનો ઇતિહાસ.

તેમના જન્મ વિશેની વાત કરતા કહેવામા આવ્યું છે કે મોગલ માતાનો જન્મ દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે અને ત્યાથી આશરે 1800 થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો ભીંગરાળામાં જન્મ થયો હતો તેવું જાણવા મળ્યું છે અને ગુજરાતમાં માં મોગલ માતાજીના મુખ્ય ચાર ધામો છે.

અને જેમાં માઁ દ્વારકા, ગોરયાળી બગસરા, રાણેસર બાવળા અને ભગુળા એમ આ ચાર ધામો આવેલા છે અને ભગુળા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે અને ત્યારબાદ કહેવામા આવે તો સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુળા ગામનું નામ પડયું હતું.ત્યારબાદ ભગુળાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે તેવું કહેવાય છે અને આ ગામમાં અનેક પુરાતન ભોયરા ગુફાઓ પણ આવેલ છે.

ત્યારબાદ આગળ વાત કરીએ તો પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય અને ત્યારે ગુગળનો ધુપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધળી જાય અને ન ધુણતા હોય એય ધુણવા લાગે અને આવું બધું થતું હોય તેમજ આ આર્ત નાદની તાકાત છે.

આર્તનાદ થાય એટલે મળા પણ ઉભા થાય અને જ્યારે ચારણની ધાબળી માંની તાકાત છે કે ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઉભા થઈ જાય તેવું પણ કહેવામાં આવે છે અને ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈ માં, હાંસબાઈ માં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે જેવું કહેવામા આવી રહ્યું છે.

તેમજ માં મોગલનો ઇતિહાસ અલગ અલગ ગામોમાં જુદો છે પણ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે અને તેમજ કહેવામા આવ્યું છે કે માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે છે પણ હાલમાં ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે જે આપણે પણ ખબર હશે અને તેની સાથે જ ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે.ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણતા હોય છે અને ચારણો માં મોગલને ખૂબ જ માને છે અને આવી જ આ ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે એવું પણ કહેવામાં આવ્યું છે.

તેની સાથે સાથે જ જાણવા મળ્યું છે કે મોગલ માંના 21 નામ છે અને જેમાં મુંગુઆઈ,માંગલ આઈ,મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણી આઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલમાં અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું અને તેમજ તેના કારણે ચારણી આઈઓ ધાબળી પણ ઓઢે છે જેની પણ આપણે ખબર હશે.

ત્યારબાદ આગળ વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે જણાવતા ઘનશ્યામગીરીબાપુએ જણાવ્યું કે નવ લાખ લોબળીયાળીના કુલ બે થળા આવેલ છે અને જેમાં એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કિર્તીદાનના ગામ વાલોવડમાં આ માતાજીનો થળો આવેલો છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ભારતમાં આ બંને મુખ્ય થળા છે અને તેમજ ભારતીય સંસ્કૃતિ આપણી છે.

એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે અને માતાજી બધી મનોકામના પણ પૂર્ણ કરે છે અને તેમજ આ માનતા કયારેક ભુલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ અને સવાસેર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય તેવી પણ અહીંયા માન્યતા માનવામાં આવે છે.

મોગલમાંના પરચાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે અને તેમજ મોગલ માંના પિતા એટલે દેવસુર ધાંધણીયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.

માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.આઈ શ્રી મોગલ માઁ નું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે મોગલધામ તરીકે ઓળખાય છે.

આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ હાજરાહજૂર છે.

આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ. ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો,કોલવો ભગત,જેતબાઈ માં,હાંસબાઈ માં,રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.

આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે.

મોગલ માંના 21 નામ એટલે મુંગુઆઈ, માંગલ આઈ, મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ.ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે.

ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે.ખાસ કરીને નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે જણાવતા ઘનશ્યામગીરીબાપુએ જણાવ્યું કે,નવ લાખ લોબળીયાળી ના કુલ બે થળા આવેલ છે. એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કિર્તીદાનના ગામ વાલોવડ માં છે. ભારતમાં આ બંને મુખ્ય થળા છે.

ભારતીય સંસ્કૃતિ આપણી છે એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા કયારેક ભુલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ, સવાસેર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય.વોંધનો નવ લાખનો ઈતિહાસ જણાવતા કહ્યું કે વોંધનો ઈતિહાસ એ સરધાર સાથે જોડાયેલ છે.

એક સમય હતો જયારે સરધાર પર બાકર ખાનું રાજ હતું. બાકરખા ખુબ જ અકર્મી માણસ હતો તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી. આવા સમયે આઈ જીવણી યુવાન થયા અને તે સમયે ભરવાડ, ગઢવી, રબારી ગામમાં દુધ વેચવા માટે જતા પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દુધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને તેમની નજર જગદંબા જીવણી પર પડી અને આઈ તો રૂપ રૂપનાં અંબાર જેવા હતા એટલે વાણીયાને તમામ વાતની જાણ થઈ ગઈ.

તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આતો ખોટું થઈ ગયું. દુષ્ટની નજર આઈ પર પડી ગઈ છે ત્યારે આવા કપરા સમયે આઈ જીવણી નિડરતાપૂર્વક બોલ્યા કે, ભલે ને આવે રાજા આપણે એમાં શું બીવાનું ? આપણે તો ચારણ છીએ. આવા સમયે બાકરખાના માણસોએ આવીને જીવણી આઈને કહ્યું કે, ચાલો બાકરખા બોલાવે છે તે સમયે નિડરતાપૂર્વક આઈ ચાલ્યા અને ધળ ધળ કરતા ઉપર ચડયા એટલે દ્વારયાળો એ સંદેશો પાઠવ્યો કે પેલી છોકરી નીડરતાપૂર્વક આવે છે.

ત્યારે બકરખા સમજયા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા ત્યાં તો આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરદારની સીમમાં ફરતો ફેરવ્યો અને આખુ સરધાર જોવે તેમ બાકરખાનને ઉંધો પછાડયો ત્યારે બાકરખાએ માંની માફી માંગી ત્યારે આઈ બોલ્યા કે, ‘મારા થાનક હારે તારી કબર થશે અને તારી કબર પર બેસી કોઈ ગાઠીયા કે ચણા ખાશે એટલે તમામ દુખાવા મટી જાશે’ અને આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો.તમામ સમાજ આવી માંને પ્રાર્થના કરી કે માં હવે શાંત થાવ તો ત્યારથી માંનું નામ સિંહમોઈ પડયું.