પ્રેમી સાથે થયું એવું કે યુવતી ચડી ગઈ મેટ્રો સ્ટેશન પર,જુઓ ત્યારબાદ શું થયું……

0
301

મિત્રો આજકાલ આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે આ દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં હરિયાણા ના ફરીદાબાદ જિલ્લામાં સેક્ટર-28 સ્થિત મેટ્રો સ્ટેશન માં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ જ્યાં પ્રેમીથી નારાજ એક યુવતી મેટ્રો સ્ટેશનથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી મિત્રો આજકલ ના પ્રેમીઓ નાની નાની વાતમાં આત્મહત્યા કરવા પર આવી બેસે છે પણ એ લોકો ખબર જ નથી કે આગળ પણ જિંદગી છે અને માતા પિતા નું નામ પણ ખરાબ કરે છે.

પોલીસ છેલ્લી ઘડીએ પહોંચીને યુવતીને આત્મહત્યા કરતા રોકી આ મામલાનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવતી મેટ્રો સ્ટેશનની દીવાલથી કૂદવાનો પ્રયાસ કરી રહી છે આ દરમિયાન એક પોલીસકર્મી ત્યાં પહોંચ્યો અને તેને તેની પર કાબૂ મેળવી લીધો પોલીસકર્મીની સમયસૂચકતાના કારણે યુવતીનો જીવ બચી ગયો.

મળતી માહિતી મુજબ એક ખાનગી કંપનીમાં પ્રેમી અને પ્રેમિકા બંને કામ કરે છે હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે યુવતી દિલ્હીની રહેવાસી હોય એવી પ્રાથમિક માહિતી મળી છે યુવતીને મેટ્રો સ્ટેશનની છત પર ઊભી રહેલી જોઈને હાઇવે પર ચાલી રહેલા ટ્રાફિક અટકી ગયો સૂચના મળતા સીઆઇએસએફ અને મેટ્રો પોલીસ પણ સક્રિય થઈ ગઈ એક પોલીસકર્મી અને એક યુવકે છત પર કૂદીને યુવતીને કાબૂમાં લીધી અને તેને કૂદતા અટકાવી દીધી.

મેટ્રો સ્ટેશનની છત પર ચડી ગઈ હતી યુવતી.ત્યારબાદ યુવતીને મેટ્રો પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવી. પોલીસે યુવતીના પરિજનોને સૂચના આપી અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા જ્યાં યુવતીનો ભાઈ તેને સમજાવીને ઘરે લઈ ગયો મળતી માહિતી મુજબ કોઈ વાતને લઈને યુવતીનો પ્રેમી સાથે ઝઘડો થઈ ગયો હતો ત્યારબાદથી તે તણાવમાં હતી ત્યારબાદ તે ફરીદાબાદ સેક્ટર-28 સ્થિત મેટ્રો સ્ટેશનમાં પહોંચી ગઈ અને અચાનક સ્ટેશનની છત પર ચડી ગઈ એક પોલીસકર્મીસ અને એક યુવકે છત પર કૂદીને તેને કાબૂમાં લીધી અને જીવ બચાવ્યો.