21 વર્ષની ઉંમરમાં મળ્યો હતો નેશનલ એવોર્ડ, જિન્સ પેન્ટ પર પહેરી હતી સાળી, જાણો આ અભિનેત્રી વિશે….

0
94

સ્મિતા પાટીલ : જીન્સ પેન્ટ પર સાડી પહેરીને વાંચતી હતી સમાચાર ,21 વર્ષની ઉમરમાં મળ્યો હતો રાષ્ટ્રીય એવોર્ડ..પુણેમાં એવું છે કે લોકો ત્યાંના સાહિત્ય, સંસ્કૃતિ અને કલાને લઈને ખુબ ખુશ છે. તેની અસર સ્મિતા પાટિલ પર પણ પડી હતી અને તે અભિનય તરફ આગળ વધ્યા.ફિલ્મ ‘નમક હલાલ’ માં, સ્મિતા પાટિલ અને અમિતાભ બચ્ચનનું વરસાદનું ગીત ‘આજ રપતે જા તો’ આજે પણ દર્શકોને પસંદ છે. ફિલ્મની સંવેદી હિરોઈનને વરસાદમાં ભીંજાયેલી સુપરસ્ટાર જોડે ગીતમાં જોઇને સિનેમા હોલની આગળ બેઠેલા લોકોએ પૈસાની લૂંટ મચાવી હતી..

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્મિતા ખુબ ખુશ રહેતી હતી અને સાથી કલાકારો સાથે વાતો પણ કરતી હતી. આ ગીતનું શૂટિંગ કર્યા પછી તે ખાસું સમય સુધી રડતી રહી હતી. તે જાણતી હતી કે તે પ્રકાશ મેહરા જેવા મોટા ડિરેક્ટરના મોટા બજેટ મલ્ટિસ્ટારમાં તરીકે કામ કરી રહી છે, પણ તેમણે વિચાર્યું ન હતું કે આવી કિંમત તેમણે ચુકવવી પડશે. એ સ્મિતા પાટિલજી હતાપોતાના બિન્દાસ સ્વભાવ માટે ફિલ્મ જગતમાં જાણીતા હતા.

સ્મિતાનાં વ્યક્તિત્વનાં પહેલું.આ એ જ સ્મિતા પાટિલ હતી જેમણે મંથન, ભૂમિકા, અર્થ, મિર્ચ મસાલા જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. બીજી બાજુ, તેણે ઇન્સાનિયતના દુશ્મન, આનંદ અને આનંદ, બાદલ કી આગ, અંગારે, કયામત જેવી બીજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આનાથી તમને ખબર પડે છે કે સ્મિતા પાટિલના વ્યક્તિત્વના કેટલા પહેલુ હતા. તેમની અભિનયની કલા કેટલી મોટી હતી. આવા ઘણી વાતોનો સમાવેશ મૈથિલી રાવે તેમની પુસ્તક ‘સ્મિતા પાટિલ, અ બ્રીફ ઇન્સિડેન્ટ’ માં કર્યો છે. સ્મિતા પાટિલ તેમના જન્મ સમયે હસતા હસતા જન્મ્યા હતા,જેના લીધે તેમનું નામ સ્મિતા રાખવામાં આવ્યું હતું. સ્મિતા માતાપિતાની વચલી સંતાન હતી, પરંતુ તેમની બહેનો કરતાં તે જુદી અને ખુશ હતી. સ્મિતાનો રંગ જોઇને તેની બહેનપણીઓ તેને કાળી કહીને ચીડવતા હતા, જવાબમાં સ્મિતા તેને હલકટ કહીને જતી રહેતી હતી..

જ્યારે પરિવારના દબાણથી સ્મિતા મુંબઈ આવી ગઈ હતી..પુણેમાં એવું છે કે ત્યાંના લોકો સાહિત્ય, સંસ્કૃતિ અને કલાને લઈને ખુબ ખુશ છે. તેની અસર સ્મિતા પાટિલ પર પણ પડી અને તે અભિનયની બાજુ આગળ વધ્યા. તે સમયમાં થોડાક જ લોકો જાણતા હતા કે સ્મિતા પાટિલ પુણેની ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાની વિદ્યાર્થીની નહોતી, કારણ કે તેમનો મોટાભાગનો સમય ત્યાં અભ્યાસ કરતા તેમના મિત્રો સાથે તેના કેમ્પસની આજુબાજુ વીતતો હતો. બાઇકથી જોંગા જીપ સુધી ચાલવાવાળી સ્મિતા પાટિલ ટોમ બાયથી ઓળખાતી હતી. પોતાના મિત્રો જોડે મરાઠી ભાષામાં વાત કરવી તેમને ખુબ ગમતું હતું. જ્યારે તેમના પિતા મુંબઇ આવી ગયા, ત્યારે પણ તેમનું હૃદય પુણેમાં હતું. તે મુંબઈ નહોતી આવવામાંગતી .પણ પરિવારના દબાણમાં તે મુંબઈ આવી ગયા હતા. અહીંયા તેમણે એલ્ફિસ્ટન છોડ્યું અને સેન્ટ ઝેવિયરમાં અભ્યાસ કર્યો. અહીં તેમની સાથે ખૂબ જ રસપ્રદ ઘટના બની અને તે દૂરદર્શનના ન્યૂઝ પર આવી ગયા..

જ્યારે સ્મિતાને મરાઠી ન્યૂઝ વાંચવા માટે પસંદ કરવામાં આવી હતી…સ્મિતાની બહેન અનિતાના કેટલાક મિત્રો પુણાથી આવ્યા હતા, જેમાં પુણે દૂરદર્શનની પ્રખ્યાત ન્યૂઝ વાંચવા જ્યોત્સના કિરપીકરનો પણ આવી હતી. તેનો સાથી દીપક કિરપીકર ફોટોગ્રાફીનો શોખીન હતો અને સ્મિતા પાટિલના ઘણા ફોટોગ્રાફ પાડતો હતો. એવું કહીને કે ઘરની મોડલ છે જેટલા પાડવા હોય તેટલા પાડો. સ્મિતા પણ તેની સામે બિન્દાસ ફોટોશુટ પણ કરાવ્યો હતો.

અનિતાના મિત્રોએ નક્કી કર્યું કે જ્યોત્સના કિરપીકરને સ્મિતાના આ ફોટા બતાવવા. એક દિવસ કોલેજના કલાસ પુરો કર્યા પછી, બધાએ નક્કી કર્યું કે મુંબઈ દુરદર્શનની ઓફિસમાં જવું જોઈએ. બધા લોકો ત્યાં પહોંચ્યા. દૂરદર્શનની ઓફિસની નજીક એક સીધો રસ્તો દેખાયો, પછી ત્યાં જઈને સ્મિતાના કેટલાક ફોટોગ્રાફ ફેલાવી દીધા. સંયોગની વાત હતી કે તે જ સમયે દૂરદર્શનના ડાયરેક્ટર પી.વી.કૃષ્ણમૂર્તિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે આમાંથી કેટલાકને જાણતા હતા. કૃષ્ણમૂર્તિએ જ્યારે બધાને એકઠા થતાં જોયું, તો તે ઉભા રહ્યા અને પુછવા લાગ્યા.

ત્યારે જ તેમની નજર સ્મિતા પાટિલના ફોટોગ્રાફ ઉપર પડી .તેમણે પુછ્યું કે આ છોકરી કોણ છે અને તેઓ તેને મળવા માંગે છે. હવે બધાની સામે એક સંકટ હતું કે સ્મિતાને આ વિશે કોણ કહે અને કોણ તેને ઓડિશન માટે રાજી કરે. પછી નક્કી થયું કે અનિતા અને જ્યોત્સના સ્મિતાને ઓડિશન માટે રાજી કરશે. ઘણા પ્રયત્નો પછી સ્મિતાને ઓડિશન માટે રાજી કરી અને તે લોકો તેને દુરદર્શનની ઓફિસમા લઈ ગયા. ઓડિશન આપ્યુ અને સ્મિતાની પસંદગી થઈ ગઈ. તે મરાઠી ન્યૂઝરિડર બની ગઈ. તે સમયમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો જમાનો હતો…

દૂરદર્શનના તે સમયમાં , શ્યામ બેનેગલની નજર સ્મિતા પર પડી..કાળી સ્મિતા, તેમનો અવાજ, તેની ભમર અને મોટા ચાંલ્લા સ્મિતા પાટિલને જાતે જ સમાચાર બનાવી દીધી હતી. જે લોકોને મરાઠી ન જાણતા હતા તે લોકો પણ સ્મિતા પાટિલને સમાચાર વાંચતા જોવા ટીવી ચાલુ કરીને બેસી જતા હતા. સમાચાર વાંચતી વખતે સ્મિતા પાટિલ હેન્ડલૂમ ક્રોસ કરેલી સાડી પહેરતી હતી, પરંતુ ઘણા ઓછાલોકોને જ ખબર હશે કે તે જીન્સ પેન્ટ પર સાડી લપેટીને તે સમાચાર વાંચતી હતી. તે દૂરદર્શનના સમયમાં જ દ શ્યામ બેનેગલની નજર સ્મિતા પાટિલ પર પડી અને ત્યાંર થી જ તેમણે નક્કી કર્યું કે તે સ્મિતા સાથે ફિલ્મ કરશે. મનોજ કુમાર અને દેવાનંદ પણ સ્મિતા પાટિલને તેમની ફિલ્મમાં લેવા માંગતા હતા. આ એક સંયોગ છે કે તે મનોજ કુમારની ફિલ્મમાં કામ કરી શક્યા નહી. જ્યારે દેવાનંદે તેમના પુત્ર સુનિલ આનંદને લોન્ચ કર્યો, ત્યારે તેમણે સ્મિતા પાટિલ ને જ ‘આનંદ અને આનંદ’માં ફિલ્મમાં સાઇન કરી હતી..

સ્મિતા અને શબાના આઝમી વચ્ચે જબરદસ્ત સ્પર્ધા હતીજ્યારે સ્મિતા પાટિલની વાત થાય ત્યારે શબાના આઝમી વગર વાત પુરી થતી નથી. સ્મિતા પાટિલ અને શબાના આઝમી વચ્ચે જબરદસ્ત હરીફાઇ હતી અને લોકો કહતા હતા કે સાથે કામ કરવા છતાં તેમની વચ્ચે બહુ ઓછી વાતચીત થાય છે. જો કે, એક પુસ્તકના લોન્ચ પર , શબાનાએ સ્મિતા પાટિલ વિશે ખૂબ સારી વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તેનું નામ શબાના પાટીલ હોવું જોઈએ અને સ્મિતાનું નામ સ્મિતા આઝમી હોવું જોઈએ.

શબાનાએ કહ્યુ હતું કે બંને વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તેણે તે માટે મીડિયાને દોશી માન્યા હતા. શબાનાએ એ પણ કબુલ્યું હતું કે બંને વચ્ચે સમાધાનના ઘણા પ્રયત્નો થયા , પણ બંને વચ્ચે દોસ્તી ન થઈ શકી. એનું કારણ એ હતું કે મંથન, નિશન, મિર્ચ મસાલા જેવી ફિલ્મોમાં કામ કરવાવાળા કલાકાર પછીના દિવસોમાં ઘણી કમર્શિયલ ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્યામ બેનેગલ કહે છે કે સ્મિતાને પૈસા કમાવી સારી જીંદગી જીવવાનો અધિકાર છે, સ્મિતાને જ નહીં પણ શબાનાએ પણ કમર્શિયલ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય નસીરથી ઓમપુરીએ પણ સિનેમા સિવાયની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. શ્યામ બેનેગલના અનુસાર, આ કારણોને લીધે સ્મિતા સાબિત કરવા માંગતી હતી કે તે દરેક પ્રકારની ફિલ્મ કરી શકે છે અને સફળ થઈ શકે છે..

સ્મિતા પાટિલ જીનિયસ ન હતી પણ ઘણી સંવેદનશીલ હતી..કેટલાક લોકો કહે છે કે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા પછી તેણે આજ કી આવાઝ અને અંગારે જેવી ઘણી વ્યાપારી ફિલ્મોમાં કામ કરવું પડ્યું. મોહન આગાસે કહે છે કે સ્મિતા પાટિલ પ્રતિભાશાળી નહોતી પણ સંવેદનશીલ હતી. ઓમપુરી પણ કંઈક આવું જ કહે છે. જ્યારે ઓમપુરી મુંબઇમાં રહેતા હતા ત્યારે તેમનું પોતાનું ઘર નહોતું. સ્મિતા પાટિલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેની માતાને કહ્યું કે વસંતદાદાની સાથે વાત કરીને તેમને ઘર લઈ આપે. પણ ઓમપુરી માત્ર દસ વર્ષથી મહારાષ્ટ્રમાં રહ્યા હતા તેના લીધે મળી શક્યું નહીં, જ્યારે તે સમયે મર્યાદા પંદર વર્ષની હતી. સ્મિતા પાટિલ એક એવી કલાકાર હતી જેને 21 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો અને 31 વર્ષની ઉંમરે તેમનું મુત્યુ થયું હતું.