Breaking News

11 મિત્રોએ મળીને શરુ કર્યું અનોખુ અભિયાન, માત્ર દસ રૂપિયામાં આપે છે ભરપેટ ભોજન…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનના શ્રીગંગાનગરની શહેરમાં 11 મિત્રો સાથે મળીને અનોખી સેવા કરે છે. તેમણે સાથે મળીને એક રસોડુ બનાવ્યું છે જ્યાં રોજ એક હજાર લોકો જમે છે. આ કોરોના મહામારીના સમયમાં અહીં માત્ર 10 રૂપિયામાં જ તમે ભરપેટ જમી શકો છો. આ રસોડાનું નામ છે માં અન્નપૂર્ણા કિચન. તેને ચલાવનાર 11 મિત્રો અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે શ્રીગંગાનગરની જિલ્લા હોસ્પિટલમાં આ અનોખા રસોડાને શરૂ કરનાર 11 મિત્રોની ટીમમાં વેપારી, દુકાનદાર, સરકારી કર્મચારીથી લઈને ફોટોગ્રાફર સામેલ છે. આ કહાની રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરની છે. જ્યાં 11 મિત્રોએ મળીને અનોખુ અભિયાન ઉપાડ્યું છે અને એવી રસોઈ બનાવે છે કે રોજના આશરે 1 હજાર લોકોને પેટભરીને જમાડે છે. મોંઘવારીમાં અહીં ફક્ત 10 રૂપિયામાં તમે પેટ ભરીને જમી શકો છો.

મિત્રો તમને જણાવી દઈએ કે આ અનોખા રસોડાનું નામ છે. ‘મા અન્નપૂર્ણા રસોઈઘર’ આ અનોખા રસોડાને શરૂ કરનાર 11 મિત્રોની ટીમમાં વ્યાપારી, દુકાનદાર, સરકારી કર્મચારીથી લઈને ફોટોગ્રાફર સામેલ છે.તેમાં સરકારી હોસ્પીટલમાં કંપાઉન્ડર મહેશ ગોયલ, દાળની મિલના માલિક રામાવતાર લીલા, રાજકુમાર સરગાવી અકાઉન્ટંટ, રાજેન્દ્ર અગ્રવાલ અને પવન સિંગલ જે કાપડાના ઉદ્યોગપતિ, અનિલ સરોગી સાડી વેચનાર છે, રાહુલ છાબરા અને ભૂપ સાહારન ઉદ્યોગપતિ, વિનોદ વર્મા જે ફોટોગ્રાફર, દિપક બંસલ વીજ વિભાગના કર્મચારી અને શંભુ સિંગલ ચાના વેપારી છે.

આ બધાનો વ્યવસાય અલગ છે તે છતાં તે સમાજમાં કઈક કરવા માંગે છે.આ શહેરમાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે સારવાર માટે આવે છે. તેમાથી મોટાભાગના લોકો ગરીબ હોય છે. આ લોકોએ તેમની મદદ કરવાનું વિચાર્યું. ગામડેથી સારવાર માટે આવતા ગરીબ લોકોને પુરતુ ભોજન મળી રહે તે માટે તેમણે રસોડાની શરૂઆત કરી. શહેરના લોકો પાસેથી પણ ફંડ ઉઘરાવ્યું અને લોકોને જમાડવાની શરૂઆત કરી. આજે હજારથી વધુ લોકો અહીં જમે છે.

રસોડુ સતત ચાલતુ રહે તે માટે લોકો પણ સામે ચાલીને અહીં દાન આપી જાય છે. કોઈ રૂપિયા તો કોઈ ખાદ્ય સામગ્રી આપી જાય છે. રસોડમાં 500 લોકો કામ કરે છે. અહીં દર્દી અને તેમના પરિવાર માટે 10 રૂપિયામાં ભોજન અને નિરાધાર વૃદ્ધો માટે ભોજન અને દૂધ-ચા મફતમાં આપવામાં આવે છે.હોસ્પિટલના બધા વોર્ડમાં જઈને કૂપન વહેંચવામાં આવે છે. અહી પાર્સલની સુવિધા પણ છે. અહી સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી અને સાંજે ૭ વાગ્યા થી રાતના ૯ વાગ્યા સુધી ભોજન મળી રહે છે.

મિત્રો શ્રીગંગાનગરમાં શરૂ થયેલા આ રસોડા બાદ રાયસિંહનગર અને રાવતસર જેવા વિસ્તારમાં આવા રસોડાની શરૂઆત કરવામાં આવી છે. તે જગ્યાએ રોજના ૪૦૦ જેટલા લોકો જમે છે.આ મિત્રોનું સેવાકાર્ય લોકડાઉનમાં પણ ચાલતુ રહ્યું. લોકડાઉનમાં દર્દીઓ હોસ્પિટલમાં ઘણાં ઓછા થઈ ગયા ત્યારે પણ રસોડુ ચાલતુ રહ્યું. અહીથી રસોઈ જરૂરિયાતોને મોકલવામાં આવતી હતી. ત્યારે 5000 જેટલા ફૂડપેકેટ બનાવીને આપવામાં આવતા હતા. આ વિસ્તારના બધા લોકો આ મિત્રોના સેવાકાર્યને બિરદાવી રહ્યા છે.

મિત્રો સરકારી હોસ્પિટલના કંપાઉન્ડર મહેશ ગોયલ, દાળ મિલના માલિક રામાવતાર લીલા, મુનીમ રાજકુમાર સરાવગી, કપડાના વેપારી રાજેન્દ્ર અગ્રવાલ, સાડી વિક્રેતા અનિલ સરાવગી, વ્યવસાયીક રાહુલ છાબડા, કાપડના વેપારી પવન સિંઘલ, ફોટોગ્રાફર વિનોદ વર્મા, વ્યવસારી ભૂપ સહારણ, વિજળી વિભાગના કર્મચારી દિપક બંસલ તથા ચાના વિક્રેતા શંભૂ સિંગલ આ બધાના કામધંધા ભલે અલગ છે પણ બધા સમાજ માટે કંઈક કરવા માંગે છે.

મિત્રો શ્રીગંગાનગરની એક સંસ્થા છે, જયકો લંગર સેવા સમિતી. આ સંસ્થાની શરૂઆત લગભગ 35 વર્ષ પહેલા સાલાસર ધામમાં પહોંચનાર શ્રદ્ધાળુઓ માટે લંગરના ઉદ્દેશથી થયું હતું. બાદમાં આ સંસ્થા શહેરના ધાર્મિક કાર્યક્રમોમાં પણ લંગર લગાવવા લાગી. લંગર આયોજનોના કારણે આ સંસ્થા વિશે દરેક લોકો જાણતા હતાં પણ તેની ઓળખ બની 2012માં.જાણો શા માટે અલગ છે આ રસોડુ.

તમને ચોક્કસ થતું હસે કે એવું તો શું છે આ રસોડામાં તો તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ રસોડાની સ્થાપનાનો ઉદ્દેશ શ્રીગંગાનગર જિલ્લા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઈલાજ માટે આવે છે. જેમાં મોટાભાગના લોકો ગરીબ હોય છે. 11 મિત્રોની મંડળીએ જ્યારે આ ગરીબ અને અસહાય લોકોના દર્દને અનુભવ્યું. ત્યારે તેમને મદદ કરવાનો વિચાર આવ્યો. બધા મિત્રો બેઠા અને ફેંસલો કર્યો “મા અન્નપૂર્ણા રસોઇઘર”ની સ્થાપનાનો. ફેંસલો તો થઈ ગયો પણ સવાલ હતો કે આ માટે પૈસા ક્યાંથી આવશે પણ કહેવાય છે ને કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી રહે છે.

શહેરના હજારો લોકો માં અન્નપૂર્ણા રસોઈઘરમાં સહયોગ કરે છે. કોઈ રોકડા આપે છે તો કોઈ દાળ, ચોખા કે ઘઉં પહોંચાડે છે. કોઈ મસાલા, ચા અને ખાંડ આપી જાય છે તો કોઈ દેશી ઘીના ટીન પણ મુકી જાય છે. સહયોગકર્તાઓની સંખ્યા હવે અહીં વધી રહી છે. વર્તમાન સમયમાં 500 લોકો 200 રૂ.થી લઈને 5 હજાર રૂપિયા સુધીની માસિક સહાય આ રસોડાના સંચાલન માટે કરે છે. સાફ સુથરા વાતાવરણ સાથે રસોડાની શરૂઆત ચા સાથે થાય છે. જેની કિંમત ફક્ત 3 રૂપિયા લેવાય છે. તેમજ 5 રૂપિયામાં દૂધનો ગ્લાસ પણ મળી જાય છે.

ચા-દૂધના સ્ટોલ સવારથી સાંજ સુધી ચાલે છે. દર્દીઓ માટે અને તેના પરિજનો માટે અહીં ફક્ત 10 રૂપિયામાં દાળ, શાક, રોટી મળી જાય છે. નિરાશ્રીતો, વૃદ્ધો માટે અહીં દૂધ, ચા અને જમવાનું તદ્દન ફ્રીમાં મળે છે. સવારે 11 થી 2 અને સાંજે 7 થી 9 વાગ્યા સુધી અહીં ભોજન પીરસાય છે. આ રસોડાની જેમ જ બીજા રસોડા રાયસીંહનગર અને રાવતસર જેવા વિસ્તારોમાં પણ શરૂ કરાયા છે. અહીં પણ મોટી સંખ્યામાં લોકો જમીને ખુશ થાય છે. સાચે જ મા અન્નપૂર્ણા રસોઇઘર આપણ બધા માટે પ્રેરણા સમાન છે.

About Hu Gujarati TEAM

Check Also

શું તમે પીઝા ખાવાના શોખીન છો તો એક વાર જરૂર જાણી લો તેનાથી થતાં નુકશાન વિશે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …